વાસુકિ ઉપનામે જાણીતા અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર એવા ગાંધી યુગના શ્રેષ્ઠ કવિ ઉમાશંકર જોશી વિશે આજે આપણે માહિતી મેળવીશું.
Table of Contents
ઉમાશંકર જોશીનો પરિચય
સમયગાળો : | 1911-1988 |
જન્મ : | 21-જુલાઇ-1911 |
જન્મસ્થળ : | બમણા ગામ (સાબરકાંઠા જિલ્લો) |
ઉપનામ : | વાસુકિ, શ્રવણ |
બિરુદ : | વિશ્વશાંતિના કવિ |
મૃત્યુ : | 19-ડિસેમ્બર-1988 |
>> ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના શ્રેષ્ઠ કવિ ઉમાશંકર જોશી.
>> ઉમાશંકર જોશીએ લેખનની શરૂવાત ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ સોનેટથી કરી હતી.
>> તેમણે ‘વાસુકિ’ ઉપનામે વાર્તાઓ લખી છે.
>> ઉમાશંકર જોશીએ 37 વર્ષ સુધી ‘સંસ્કૃતિ’ નામનું માસિક ચલાવ્યું હતું.
>> ઉમાશંકર જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વશાંતિ’ છે, જે વર્ષ 1931 માં આપ્યો હતો.
>> પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી બન્ને ‘ઇડર’ માં સાથે ભણતા હતા.
>> ઉમાશંકર જોશીના તમામ કાવ્ય સંગ્રહોને ભેગા કરી ‘સમગ્ર કવિતા’ બનાવાયું છે.
ઉમાશંકર જોશીએ સંભાળેલા સભ્યપદ/ હોદ્દાઓ
>> કેન્દ્રિય ભાષા સલાહકાર સમિતિના સભ્ય પણ રહ્યા છે. (1966)
>> તેઓ રાજયસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે. (1970-76)
>> ઇ.સ 1968માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા છે.
>> ઉમાશંકર જોશી વિશ્વભારતી (શાંતિનિકેતન)ના કુલપતિ પણ રહ્યા છે.
>> ઇ.સ 1970માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ ચૂકયા છે.
>> ઇ.સ 1978 થી 1982 સુધી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે રહ્યા છે.
ઉમાશંકર જોશીને મળેલા પુરસ્કારો
1). ઇ.સ 1939માં રણજીતરામ સુવર્ણચંદ્રક
2). ઇ.સ 1947માં નર્મદ સુવર્ણચંદ્રક
3). ઇ.સ 1967 નિશીથ ‘કાવ્ય સંગ્રહ’ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી)
4). ઇ.સ 1981માં વિશ્વ ગુર્જરીનો “ગૌરવ પુરસ્કાર”
ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ ક્રુતિઓ
અહીં ઉમાશંકર જોશી દ્વારા લખાયેલા કાવ્યસંગ્રહ, નાટકો, નવલકથા, વાર્તાસંગ્રહ, વિવેચન, નિબંધો વગરેની યાદી આપવામાં આવી છે.
કાવ્યસંગ્રહ :
1). વિશ્વશાંતિ (પ્રથમ)
2). નિશીથ
3). પ્રાચીના
4). મહાપ્રસ્થાન
5). અભિજ્ઞા
6). ગંગોત્રી
7). ધારાવસ્ત્ર
8). વસંતવર્ષા
9). આતિથ્ય
10). સપ્તપદી
*તેમના બધા કાવ્યને ભેગા કરીને “સમગ્ર કવિતા” બનાવ્યું છે.
વાર્તાસંગ્રહ :
1). વિસામો
2). શ્રાવણીમેળો
3). ત્રણ અર્ધુ બે
4). અંતરાય
નાટકો :
1). સાપના ભારા
2). હવેલી
3). શહિદ
4). કંડલા
નિબંધ :
1). ઉઘાડી બારી
2). ગોષ્ઠી
ચિંતન : ઈશાવાત્સોપનીષદ
નવલકથા : પારકા જણ્યા
વિવેચન :
1). અખો-એક અધ્યયન
2). શેક્સપિયર
3). શૈલી અને સ્વરૂપ
4). શ્રી અને સૌરભ
5). પુરાણોમાં ગુજરાત
પ્રવાસ નિબંધ :
1). ઈશાન ભારત અને અંદમાનમાં ટહુકયા મોર
2). ચીનમાં ચોપ્પન દિવસ
3). યુરોપયાત્રા
અનુવાદ :
1). શાકુંતલ
2). ઉત્તર રામચરિત
ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ
1). વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
2). ધન્યભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
3). ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા
4). ત્રણ વાના મને મળ્યા, હૈયું, મસ્તક હાથ
5). સૌંદર્ય પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે
સબંધિત કન્ફ્યુજન પોઈન્ટ
શ્રાવણીમેળો : | ઉમાશંકર જોશી |
શ્રાવણી રાત : | રઘુવીર ચૌધરી |
સમગ્ર કવિતા : | ઉમાશંકર જોશી |
સંકલિત કવિતા : | રાજેન્દ્ર શાહ |
સમસ્ત કવિતા : | ઉશનસ |
સક્લ કવિતા : | સ્નેહરશ્મિ |
ઉઘાડી બારી : | ઉમાશંકર જોશી |
બારી બહાર : | પ્રહલાદ પારેખ |
હવા બારી : | મકરંદ દવે |
ગગન ખોલતી બારી : | ચંદ્રકાન્ત શેઠ |
મારી બારીએ થી : | સુરેશ દલાલ |
જેલ ઓફિસની બારી : | ઝવેરચંદ મેઘાણી |
Read more