Join our WhatsApp group : click here

વડોદરા જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Vadodara jilla na gk question : અહીં વડોદરા જિલ્લા સંબધિત જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપેલ પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

Vadodara jilla na gk question

1). વડોદરાના પ્રાચીન નામ ? : વટપૂર અને વટપદ્રક

2). વડોદરા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 8 (વડોદરા, વાઘોડિયા, સાવલી, કરજણ, દેસર, સિનોર, પાદરા, ડભોઈ)

3). વડોદરા જિલ્લાની ઉત્તરે કયા જિલ્લા આવેલ છે ? : ખેડા અને પંચમહાલ

4). વડોદરા જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : છોટા ઉદેપુર

5). વડોદરા જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લા આવેલા છે ? : નર્મદા અને ભરુચ જિલ્લો

6). વડોદરા જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : આણંદ

7). વડોદરા કયા રાજાઓની રાજધાની હતી ? : ગાયકવાડ રજાઓની

8). વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે ? : વિશ્વામિત્રી

9). ગુજરાતનું મહેલોનું શહેર ? : વડોદરા

10). ગુજરાતનો સૌથી મોટો મહેલ? : લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા ખાતે)

11). ગુજરાતની સંસ્કારી નગરી ? : વડોદરા

12). વડોદરાનું ફેમસ ફરસાણ કયું છે ? : ભાખરવડી અને લીલો ચેવડો

13). ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય કયું છે ? : મધ્યસ્થ ગ્રંથાલય (વડોદરા)

14). વડોદરામાં આવેલ પ્રસિદ્ધ તળાવો ? : આજવા તળાવ અને સૂરસાગર તળાવ

15). કયા તળાવનું પાણી વડોદરા શહેરને પૂરું પાડવામાં આવે છે ? : આજવા તળાવનું

16). વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ તળાવ ? : તેન તળાવ

17). ડભોઇ ખાતે કયું ગ્રંથાલય આવેલું છે ? : મુક્તાબાઇ જૈન જ્ઞાનમંદિર  

18). ડભોઈનું પ્રાચીન નામ ? : દર્ભવતી

19). ઇ.સ 1939માં ગુજરાતનું પ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ થયું હતું ? : વડોદરા (સયાજીરાવે શરૂ કરેલ)

20). કપાસના ઉત્પાદનમાં વડોદરા જિલ્લાનું સ્થાન ? : પ્રથમ (વડોદરા અને સુરેન્દ્રનગર બંને પ્રથમ સ્થાને છે)

21). ‘મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ’ ક્યાં આવેલી છે ? : ગોલ ગામડી (વડોદરા જિલ્લો)  

22). શ્રી રંગ અવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે ? : નારેશ્વર (વડોદરા)

23). વડોદરા જિલ્લામાં કયું રસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે ? : GNSC

24). ખનીજતેલના શુદ્ધિકરણ માટેની રિફાઇનરી વડોદરા જિલ્લામાં ક્યાં સ્થિત છે? : કોયલી (સ્થાપના : 1965)

25). ભારતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં ‘ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ’ ની સ્થાપના કરવામાં આવી હતી ? : વડોદરા જીલ્લામાં (ઇ.સ 1969માં)

26). ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ સંશોધન કેન્દ્ર કયા આવેલું છે? : વડોદરા  

27). વડોદરામાં આવેલા પ્રસિદ્ધ મ્યુઝિયમ ? : ફતેસિંહ રાવ મ્યુઝિયમ અને હેલ્થ મ્યુઝિયમ  

28). ગુજરાતમાં પુરાતત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ કયા આવેલું છે ? : એમ. એસ યુનિવર્સિટી (વડોદરા)

29). ગુજરાતમાં ન્યાય મંદિર કયા આવેલું છે ? : વડોદરા

30). વડોદરામાં સ્થિત કયા મંદિરમાં ગાયકવાડ વંશના રજાઓના તૈલચિત્રો આવેલા છે ? : કિર્તિ મંદિરમાં

વડોદરા જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!