Vallabh Bhatt : બહુચર માતાના પરમ ભક્ત, ગુજરાતી સાહિત્યને ગરબા નામનું નવું સાહિત્ય સ્વરૂપ આપનાર મધ્યકાલીન યુગના સાહિત્યકાર વલ્લભ ભટ્ટ વિશે માહિતી અહીં આપવામાં આવી છે.
Vallabh Bhatt
જન્મ : | ઇ.સ 1680 |
જન્મ સ્થળ : | અમદાવાદ |
કર્મભૂમિ : | બહુચરાજી (મહેસાણા જિલ્લો) |
ઉપનામ : | ગરબાનો પિતા, વલ્લભ ભોળા |
પ્રખ્યાત રચના : | ગરબા |
>> વલ્લભ ભટ્ટને ‘વલ્લભ મેવાડો’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> અમદાવાદના વતની એવા વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ મેવાડા બ્રાહ્માણ અને વૈષ્ણવધર્મી હતા. જો કે પાછળથી તેઓ દેવીભક્ત બન્યા હતા.
>> 18મી સદીમાં સ્ત્રીઓની સમસ્યાઓને ઉજાગર કરવા વલ્લભ ભટ્ટે ‘ગરબો’ નામનો સાહિત્યપ્રકારની રચના કરી.
>> ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ ‘ગર્ભદીપ’ માંથી ઉતરી આવેલ છે.
>> ગરબો માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્યપ્રકાર છે.
>> વલ્લભ ભટ્ટે સૌપ્રથમ માતાજીની લાવણી લખેલ છે.
>> શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાઝ એ બંને વિષયોનો પડઘો સર્વપ્રથમ વલ્લભ ભટ્ટની રચનામાં જોવા મળે છે.
>> વલ્લભ મેવાડો બહુચર માતાનો પરમ ભક્ત હતો. તેણે બહુચરાજી માતાના અઢળક ગરબા લખ્યા છે.
>> વલ્લભ ભટ્ટના જીવન વિષે વધુ માહિતી જોશી પુરાકૃત ‘સાક્ષરમાળા’ નર્મદકૃત નર્મગદ્ય અને સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ચોથી સાહિત્ય પરિષદનો અહેવાલ’ માંથી જાણી શકાય છે.
વલ્લભ ભટ્ટની જાણીતી ક્રુતિ
1). આનંદનો ગરબો,
2). ધનુષધારીનો ગરબો,
3). કાજોડાના ગરબા,
4). સત્યભામાના રૂસણાનો ગરબો,
5). મહાકાળી ગરબો,
6). આંખ મિચામણીનો ગરબો,
7). બહુચરાજીની આરતી,
8). અંબાજીનો ગરબો,
9). શણગારનો ગરબો,
10). રામચંદ્રજીનાં પદ.
11). કળીકાળનો ગરબો
વલ્લભ ભટ્ટની પ્રસિદ્ધ પંક્તિ
1). આઈ આજ મને આનંદ વધ્યો અતિઘણો મા,
2). ગોરમા જાણતા ણ દીધી ફાંસી કે વિખ દઈ મારતી રે લોલ
3). વય વિના વિનિતા વેષમાં હો બહુચરી, ગર્ભ જ ધારે અનેક.
4). ચાકય ચમરિસ્યું ચોટલો કહ્યે અડછો રે લોલ..
5). રંગતાળી રંગતાળી રંગતાળી
6). આજ મને આનંદ વધ્યો અતિઘણો માં
વધુ વાંચો
Vallabh Bhatt : Gpsc, police, talati, bin-sachivalay