વલસાડ જિલ્લાની રચના
Valsad Districtની રચના ઇ.સ 1966માં સુરત જીલ્લામાંથી કરવામાં આવી હતી.
આ જિલ્લાની રચના ગુજરાતનાં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવી હતી.
Valsad District Taluka List
Valsad District Taluka List
વલસાડ જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.
1). વલસાડ
2). પારડી
3). ધરમપુર
4). ઉમરગામ
5). કપરાડા
6). વાપી
વલસાડ જિલ્લાની સરહદ
valsad district border
ઉત્તરે | નવસારી જિલ્લો |
પૂર્વમાં | મહારાષ્ટ્ર |
પશ્ચિમમાં | અરબ સાગર |
દક્ષિણમાં | મહારાષ્ટ્ર |
વલસાડ જિલ્લા વિશેષ
1). ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. (નવસારી)
2). સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને સૌથી વધુ શહેરી સ્ત્રી સાક્ષરતા ધરવતો જિલ્લો.
3). “હફૂસ કેરી” અને “ચિકુ”ના ઉત્પાદનમાં વલસાડ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
4). ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના “કપરાડા” ખાતે પડે છે.
5). વલસાડના તીધરા ગામ ખાતે દેશમાં પ્રથમ વાઇ-ફાય વિલેજની શરૂવાત કરાઇ હતી.
6). વલસાડ દક્ષિણ ગુજરાતનાં બગીચા તરીકે ઓળખાય છે.
7). સમગ્ર ભારતમાં એકમાત્ર સુતેલું શિવલિંગ એટલે તક્તેશ્વર મંદિર આ જીલ્લામાં આવેલું છે.
8). વલસાડ જીલ્લામાં આવેલા ઉનાઈ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે.
9). ગુજરાતની છેલ્લી સરહદ ભીલાડ આર.ટી.ઓ ચેકપોસ્ટ છે. જે આ જીલ્લામાં આવેલ છે.
વલસાડ શહેર
પ્રાચીન નામ : વલ્લરખંડ
- ઔરંગા નદીના કિનારે વસેલું છે.
- અહીં પશ્ચિમ રેલવેના સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર આવેલું છે.
- વલસાડના ચિકું અને સાગ પ્રખ્યાત છે.
- અહીં ચંદ્રિકા માતાનું મંદિર જાણીતું છે.
તિથલ
- દરિયા કિનારે આવેલું પર્યટન સ્થળ છે.
- અહીં સાંઈબાબાનું ભવ્ય મંદિર આવેલું છે.
ઉદવાડા
- “પારસીઓનું કાશી” તરીકે ઓળખાય છે.
- ઉદવાડાની અગિયારી ભારતના પારસીઓનું મુખ્ય તીર્થસ્થળ છે.
- પરાસીઓ તેમની સાથે લાવેલ પવિત્ર અગ્નિ (આતશ બહેરામ) હજુ પણ પ્રજાલિત છે. અહીં તે અગ્નિનું મંદિર ફાયર શો ટેમ્પલ (ઈરાનશાહ ટેમ્પલ) આવેલું છે.
ઉમરગામ
- દરિયા કિનારે આવેલું કુદરતી સૌદર્ય ધરાવતું વિહરધામ જ્યાં ફીલ્મોના શૂટિંગને કારણે “વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો” નો વિકાસ થયો છે.
- વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોમાં રામાનંદ સાગર નિર્મિત રામાયણ ટી.વી સિરિયલનું સમગ્ર શૂટિંગ થયું હતું.
- ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ ઉમરગામ છે.
- ગુજરાતનું છેલ્લું રેલ્વે સ્ટેશન ઉમરગામ છે.
પારનેરા
શિવાજી મહારાજના આરાધ્યદેવી ભવાની માતાનું મંદિર આવેલું છે.
કપરાડા
- ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે.
- ગુજરાતનો સૌથી વધુ વરસાદ આ તાલુકામાં પડે છે. બીજા નંબરે ધરમપુરમાં પડે છે.
વાપી
- વાપી “ઔધ્યોગિક નગરી” તરીકે ઓળખાય છે.
- કસ્તૂરભાઈ લાલભાઈએ સ્થાપેલું ‘અતુલ’ નું કારખાનું વાપીમાં આવેલું છે. જે રંગ રસાયણ અને દવાઓનું ઉત્પાદન કરે છે.
ધરમપુર
- લેડી વિલ્સન મ્યુઝિયમઅહી આવેલું છે.
- કવિ મકરંદ દવેનો ‘નંદીગ્રામ આશ્રમ’ ધરમપુરમાં આવેલો છે.
- પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નું જન્મ સ્થળ ભદેલી ગામ, તા. ધરમપુર (જન્મ તારીખ : 29 ફેબ્રુઆરી 1896)
વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓ
1). ઔરંગા
2). કોલક
3). પાર
4). દમણગંગા
સંગ્રહાલય
લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર
બંદરો
1). કોલક
2). મરોલી
3). ઉમરગામ
4). ઉમરસાડી
5). વલસાડ
યુનિવર્સિટી
વનસેવા મહા વિધ્યાલય, બિલપૂડી, જી. વલસાડ
રાષ્ટ્રીય રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)
વલસાડ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Valsad District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
Important links : Gujarat na jillao
Thanks for pdf🤗😊🤗