Join our WhatsApp group : click here

ગુજરાતની યોજના ના પ્રશ્નો | Yojana MCQ Question in Gujarati

Yojana MCQ Question in Gujarati : અહીં ગુજરાતની યોજનાઓ સંબધિત MCQ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જેમાં 60 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Yojana MCQ Question in Gujarati

01). ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ અન્વયે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત લાભાર્થી માટે વ્યાજનો વાર્ષિક દર કેટલો રાખવામા આવેલ છે?
[A] 4%
[B] 3%
[C] 2%
[D] 2.50%

[A] 4%

02). ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 30 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે?
[A] વ્યવસાયલક્ષી યોજના
[B] ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના
[C] મુદતી ધિરાણ યોજના
[D] માઇક્રો ક્રેડિટ યોજના

[C] મુદતી ધિરાણ યોજના

03). ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત ‘માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના (CMMS) અન્વયે’ પાત્રતા ધરાવતા વિધાર્થીને સહાય માટે વાલીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
[A] રૂ. 5.00 લાખ સુધીની
[B] રૂ. 3.00 લાખ સુધીની
[C] રૂ. 4.50 લાખ સુધીની
[D] રૂ. 6.00 લાખ સુધીની

[C] રૂ. 4.50 લાખ સુધીની

04). ખંભાતના અખાતમાં પશ્ચિમ કાંઠે ઘોઘા અને પૂર્વ કાંઠે ભરુચ નજીક હાંસોટા વચ્ચે 64 કિમી. લાંબો બંધ બાંધીને અખાતમાં વહી જતા સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા અને સૌરાષ્ટ્રની અન્ય નદીઓના મીઠા પાણીનો સંગ્રહ કરવાની કઈ યોજના કાર્યરત છે?
[A] સાગરકાંઠો
[B] સુદર્શન તળાવ
[C] તિથલ
[D] કલ્પસર

[D] કલ્પસર

05). ગુજરાત રાજ્યના વર્ષ 2019-20 ના અંદાજપત્રમાં દીકરીઓના જન્મદર વધારો કરવા તથા બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુ થી કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે?
[A] ‘દીકરી વ્હાલનો દરિયો’ યોજના
[B] ‘દીકરી ઘરનું દીવાસ્વપ્ન’ યોજના
[C] ‘મારી વહાલી દીકરી’ યોજના
[D] ‘વહાલી દીકરી’ યોજના

[D] ‘વહાલી દીકરી’ યોજના

06). ગુજરાત રાજયના અંદાજપત્ર 2018-19 અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ વ્યવસાયો જેવા કે વેલ્ડિંગકામ, સુથારીકામ, લુહારીકામ વગેરે માટે સાધન સહાય આપવાના હેતુથી કેટલા ટકા વ્યાજ સબસિડી આપવાનું નક્કી કરવામાં આવેલ છે?
[A] 10%
[B] 4%
[C] 6%
[D] 8%

[C] 6%

07). ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એન્જિનિયરિંગ અભ્યાસ કરતાં વિધાર્થીઓને સાધનો ખરીદવા માટે પ્રથમ વર્ષે કેટલી સહાય આપવામાં આવે છે?
[A] રૂ. 10,000/-
[B] રૂ. 3,000/-
[C] રૂ. 5,000/-
[D] રૂ. 7,000/-

[C] રૂ. 5,000/-

08). ગુજરાત રાજયના અંદાજપત્ર 2018-19 અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ વ્યવસાયો જેવા કે વેલ્ડિંગકામ, સુથારીકામ, લુહારીકામ વગેરે માટે મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગને કુલ કેટલા ટકા વ્યાજની સહાય આપવામાં આવશે?
[A] 6%
[B] 10%
[C] 4%
[D] 8%

[D] 8%

09). ભારતમાં ‘કિસાન ક્રેડીડ કાર્ડ’ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી?
[A] 1998
[B] 1993
[C] 1996
[D] 1999

[A] 1998

10). ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ડિપ્લોમામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને સાધનો ખરીદવા માટે પ્રથમ વર્ષે કેટલી સહાય આપવામાં આવે છે?
[A] રૂ. 10,000/-
[B] રૂ. 7,000/-
[C] રૂ. 5,000/-
[D] રૂ. 3,000/-

[D] રૂ. 3,000/-

11). ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના બાળકોને ભણવામાં ઉત્સાહ ઉમંગ વધે તે માટે ધો. 12માં નક્કી કરેલ પર્સેન્ટાઈલથી ઉતીર્ણ થનાર બાળકોને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
[A] રૂ. 2,500/-
[B] રૂ. 5,000/-
[C] રૂ. 3,000/-
[D] રૂ. 4,000/-

[B] રૂ. 5,000/-

12). ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત JEE, GUJCAT, NEET ની પરીક્ષા માટે અપાતી કોચીંગ ફીની સહાય માટે ધો. 10 માં કેટલા માર્કસની પાત્રતા હોવી જરૂરી છે?
[A] 70%
[B] 60%
[C] 75%
[D] 65%

[A] 70%

13). આદિજાતિના બાળકોને ગુણવતાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારમાં વિધાર્થીઓની સમકક્ષ થાય તે હેતુસર ધોરણ 6 થી ધારણ 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવાની યોજનાનું નામ જણાવો.
[A] એકલવ્ય આદિજાતિ બાલ પ્રોત્સાહન યોજના
[B] એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા યોજના
[C] એકલવ્ય આદિજાતિ શિક્ષણ સંપુટ યોજના
[D] એકલવ્ય મોડેલ શિક્ષણ ઊત્કર્ષ યોજના

[B] એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા યોજના

14). પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીની શિશુ લોન આપવામાં આવે છે?
[A] રૂ. 25,000/-
[B] રૂ. 50,000/-
[C] રૂ. 75,000/-
[D] રૂ. 1,00,000/-

[B] રૂ. 50,000/-

15). આદિમજુથના યુવક-યુવતીઓની કલા-કૌશલ્ય અને કુશળતામાં વધારો કરી, તેમનો વિકાસ કરવાની યોજના કયા વર્ષથી અમલમાં આવી છે?
[A] 2012-13
[B] 2007-08
[C] 2004-05
[D] 2010-11

[A] 2012-13

16). ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવા માટેની યોજનામાં લાભાર્થી પાત્રતામાં નીચેની બાબતોમાં કઈ બાબત સાચી નથી?
[A] કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 1 લાખથી ઓછી હોવી જોઈએ.
[B] ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવો જોઈએ.
[C] 40% કે તેથી વધુ શારીરિક ખોડ-ખાંપણ હોવી જોઈએ
[D] 70% કે તેથી વધુ બુદ્ધિઆંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યક્તિ હોવી જોઈએ.

[A] કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 1 લાખથી ઓછી હોવી જોઈએ.

17). ગુજરાત સરકારના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન મેળવવા કયું માપદંડ સાચું છે?
[A] વિઝા મેળવવા સરકારશ્રી દ્વારા મંજૂરી મેળવવાની રહેશે
[B] ધો. 12 માં 50% મેળવ્યા બાદ ડિપ્લોમા અભ્યાસક્રમ માટે
[C] સ્નાતક કક્ષાએ 50% મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે
[D] કૌટુંબિક આવક રૂ. 3.00 લાખથી વધુ હોવી જોઈએ.

[C] સ્નાતક કક્ષાએ 50% મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે

18). વિકલાંગ વ્યક્તિઓને આપવામાં આવતી શિષ્યવૃતિ યોજના અન્વયે સહાય મેળવવા દ્રષ્ટિ વિષયક વિધાર્થીની ટકાવારી કેટલી હોવી જરૂરી છે?
[A] 60%
[B] 75%
[C] 70%
[D] 80%

[D] 80% 

19). સરકારી યોજના અંતર્ગત 3,000 થી વધુ પ્રભાવશાળી આદિજાતિના વિધાર્થીઓ શ્રેષ્ઠ ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે જેઓનો શૈક્ષણિક ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.
[A] ટેલેન્ટ પુલ વાઉચર યોજના
[B] ટેલેન્ટ પુલ શિક્ષણ શિષ્યવૃતિ યોજના
[C] ટેલેન્ટ પુલ શિષ્યવૃતિ યોજના
[D] ટેલેન્ટ પુલ વાઉચિંગ સહાય યોજના

[A] ટેલેન્ટ પુલ વાઉચર યોજના

20). સરકારશ્રીની ‘ટેલેન્ટ પુલ યોજના’ અંતર્ગત વિધાર્થીદીઠ કેટલી સહાય આપવામાં આવે છે?
[A] 40,000
[B] 30,000
[C] 25,000
[D] 20,000

[A] 40,000

21). ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને મળતી શિષ્યવૃતિ યોજના અન્વયે સહાય મેળવવા મૂકબધિર વિધાર્થીની સાંભળવાની ક્ષમતા કેટલી હોવી જરૂરી છે?
[A] 71 ડેસીબલ કે તેથી વધુ
[B] 68 ડેસીબલ કે તેથી વધુ
[C] 73 ડેસીબલ કે તેથી વધુ
[D] 75 ડેસીબલ કે તેથી વધુ

[A] 71 ડેસીબલ કે તેથી વધુ

22). સિકલ સેલ એનીમિયાગ્રસ્ત આદિવાસી લોકો અતે માટે દર મહિને એક વ્યક્તિ દીઠ કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે?
[A] રૂ. 250
[B] રૂ. 500
[C] રૂ. 200
[D] રૂ. 300

[B] રૂ. 500

23). આદિજાતિ વિધાર્થીઓની કૌશલ્ય તાલીમ માટે શરૂ કરાયેલ વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર હેઠળ મળતા લાભો પૈકી કયું વિધાન સાચું નથી?
[A] ની:શુલ્ક તાલીમ
[B] ની:શુલ્ક ટૂલકિટ, રહેવા જમવાની સુવિધા
[C] નોકરીની તકોનું નિર્માણ
[D] લાભાર્થીને દૈનિક રૂ. 20 નું સ્ટાઈપેન્ડ

[D] લાભાર્થીને દૈનિક રૂ. 20 નું સ્ટાઈપેન્ડ

24). ગુજરાત સરકાર દ્વારા કયા અભિયાન અંતર્ગત ખેડૂતોના હયાત એગ્રીકલ્ચર પંપને સોલાર પંપમાં ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે?
[A] કિસાન સોલાર સુરક્ષા એવમ ઉત્કર્ષ અભિયાન
[B] કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન
[C] ખેડૂત કૃષિ ઉર્જા વિકાસ અભિયાન
[D] ખેડૂત સોલાર ઉર્જા એવમ શક્તિ મહાભિયાન

[B] કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન

25). પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પ્રત્યેક ઉપભોકતાએ કેટલા રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહે છે?
[A] રૂ. 460/-
[B] રૂ. 330/-
[C] રૂ. 253/-
[D] રૂ. 560/-

[B] રૂ. 330/-

26). ગુજરાતમાં ‘માં વાત્સલ્ય યોજના’ હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે?
[A] વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરિવારો
[B] ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો
[C] પત્રકારો
[D] આપેલ તમામ

[D] આપેલ તમામ

27). પ્રધાનમંત્રી જનધન યોજના કયારે અમલમાં મૂકવામાં આવી?
[A] 2012
[B] 2016
[C] 2014
[D] 2015

[C] 2014

28). પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીની કિશોર લોન આપવામાં આવે છે?
[A] 50,000 થી 3,00,000
[B] 2,00,000 થી 10,00,000
[C] 50,000 થી 5,00,000
[D] 1,00,000 થી 5,00,000

[C] 50,000 થી 5,00,000

29). ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુ. જાતિની કન્યાઓને ‘વિધા સાધન યોજના’ અંતર્ગત સાયકલ ભેટ આપવામાં આવે છે. આ યોજના અન્વયે ગ્રામ વિસ્તાર માટે કેટલું વાર્ષિક આવકનું ધોરણ રાખવામા આવે છે?
[A] 58,000
[B] 53,000
[C] 47,000
[D] 37,500

[C] 47,000

30). ગુજરાત સરકાર દ્વારા કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા નાણાકીય વર્ષથી શરૂ કરવામાં આવ્યા છે?
[A] 2000-01
[B] 2001-02
[C] 2002-03
[D] 2003-04

[D] 2003-04 

31). અટલ પેન્શન યોજના અંતર્ગત જે તે ઉપભોક્તા 60 વર્ષની વય બાદ કેટલી મર્યાદામાં માસિક પેન્શન મેળવી શકે છે?
[A] 500 થી 3200
[B] 1500 થી 3500
[C] 1200 થી 4500
[D] 1000 થી 5200

[D] 1000 થી 5200

32). આદિવાસીનાં બાળકોને શિક્ષણમાં સહાય આપતી ‘એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ યોજના’ અન્વયે કેટલું આવક ધોરણ નક્કી કરવામાં આવેલ છે?
[A] વાર્ષિક રૂ. 12,000
[B] વાર્ષિક રૂ. 6.000
[C] વાર્ષિક રૂ. 4,800
[D] કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી

[D] કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી

33). ‘જળ સંચય’ અને ‘જળ સિંચન’ દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ સવર્ધન તથા વોટર શેડ વિકાસ જેવા કામો માટેની કેન્દ્ર સરકારની યોજના જણાવો.
[A] પ્રધાનમંત્રી કૃષિ જળ સિંચન યોજના
[B] પ્રધાનમંત્રી જળ સિંચન અને સંચય યોજના
[C] પ્રધાનમંત્રી જળ સિંચન યોજના
[D] પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના

[D] પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 

34). અણધાર્યા સંજોગો/ઘટનાનાં કારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકાયેલ છે?
[A] પ્રધાનમંત્રી પાક બીમા યોજના
[B] પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમાં યોજના
[C] પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના
[D] પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના

[C] પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના

35). પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ બેન્કમાં ખાતુ ખોલાવી શકે છે?

[A] 10 વર્ષ
[B] 12 વર્ષ
[C] 18 વર્ષ
[D] 20 વર્ષ

[A] 10 વર્ષ

36). રાજ્ય સરકાર દ્વારા 65 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃદ્ધો કે જેઓ રાષ્ટ્રીય નિરાધાર વૃદ્ધો માટેની પેન્શન યોજના જેઠળ મળવાપાત્ર હોય પરંતુ પેન્શન મળતું નથી તેવા નાગરિકોને વિનામૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં મુકેલ છે?
[A] અન્નબ્રહ્મ
[B] અન્નસેવા
[C] અન્નપુર્ણા
[D] અન્નદાતા

[C] અન્નપુર્ણા

37). સૌની યોજનાનું પૂરું નામ જણાવો?
[A] સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના
[B] સૌરાષ્ટ્ર નર્મદા નદી અવતરણ ઇરિગેશન યોજના
[C] સૌરાષ્ટ્ર નર્મદા અવરોહણ ઇરિગેશન યોજના
[D] સૌરાષ્ટ્ર નર્મદા નીર અવતરણ ઇરિગેશન યોજના

[A] સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના

38). પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત બેન્કમાં ખાતું ધરાવતી હોય તેવી કેટલી ઉંમરની મર્યાદા સુધીની વ્યક્તિ લાભ લઈ શકે છે?
[A] 12 થી 70 વર્ષ
[B] 10 થી 65 વર્ષ
[C] 18 થી 50 વર્ષ
[D] 15 થી 75 વર્ષ

[C] 18 થી 50 વર્ષ

39). પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા કિસ્સામાં કેટલા રૂપિયાનું વીમા રક્ષણ આપવામાં આવે છે?
[A] 1.25 લાખ
[B] 1.75 લાખ
[C] 2.50 લાખ
[D] 2.00 લાખ

[D] 2.00 લાખ

40). પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બેન્ક અથવા નાણાંકીય સંસ્થાઓ દ્વારા સૂક્ષ્મએકમો મેળવાવ બિનકૃષિ અને પ્રવૃતિઓ માટે કેટલા રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે?
[A] 3 લાખ
[B] 10 લાખ
[C] 8 લાખ
[D] 5 લાખ

[B] 10 લાખ

41). પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના હેતુસર શરૂ કરવામાં આવેલી ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત યોગ્ય ઉપભોક્તા માટે લઘુતમ કેટલી રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે?
[A] 1000 રૂપિયા
[B] 500 રૂપિયા
[C] 101 રૂપિયા
[D] ખાતું વિનામૂલ્યે

[A] 1000 રૂપિયા

42). ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબોને, કુટુંબ દીઠ વર્ષ દરમ્યાન વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
[A] મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના
[B] પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના
[C] મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર કલ્યાણ યોજના
[D] પ્રધાનમંત્રી રોજગારલક્ષી ગ્રામીણ યોજના

[A] મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના

43). ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષની ગરીબ સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી?
[A] 2009-10
[B] 2007-08
[C] 2010-11
[D] 2005-06

[B] 2007-08

44). કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે?
[A] વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ
[B] આંગણવાડી મકાન
[C] દેવસ્થાનનું નિર્માણ
[D] શાળાના ઓરડા

[A] વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ

45). ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ બાળકોના શાળાપ્રવેશ સમયે કયા [A] [A] કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે?
[A] કન્યા પ્રવેશોત્સવ અને કુમાર શાળા પ્રવેશ
[B] શાળા પ્રવેશોત્સવ અને કન્યા વિદ્યાદાન
[C] કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ
[D] કન્યા કેળવણી અને બાલમંદિર પ્રવેશોત્સવ

[C] કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ

46). દીકરી યોજના નો હેતુ નીચેનામાંથી કયો નથી?
[A] કુટુંબ નિયોજનને વેગ આપવા.
[B] કુટુંબમાં દીકરો ન હોય તે ફક્ત દીકરી હોય તેવી દંપતિને મદદરૂપ થવા.
[C] દીકરી જન્મને મહત્વ આપવું.
[D] સગર્ભાની જન્મેલા નવજાત શિશુને પોષણ આપવા.

[D] સગર્ભાની જન્મેલા નવજાત શિશુને પોષણ આપવા.

47). “નિર્મળ ગુજરાત યોજના” અન્વયે કઈ બાબતોનો સમાવેશ થતો નથી?
[A] રેકર્ડ વર્ગીકરણ
[B] હેલ્થ ચેકઅપ
[C] સ્વ સહાયજુથની રચના
[D] ડોર ટુ ડોર કલેક્શન

[C] સ્વ સહાયજુથની રચના

48). ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા શરૂ કરાયેલ ‘કુપોષણમુક્ત ગુજરાત મહાઅભિયાન’ અંતર્ગત વપરાતા ‘SAM’ શબ્દનો અર્થ જણાવો.
[A] અતિ ગંભીર કૂપોષિત
[B] પોષણ રહિત માતા
[C] કૂપોષિત સારવાર કેન્દ્ર
[D] પોષક તત્વ રહિત ખોરાક

[A] અતિ ગંભીર કૂપોષિત

49). ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલ ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અંતર્ગત એન્જિનિયરિંગ અને ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ડિગ્રી મળ્યાના પાંચ વર્ષમાં તેઓને પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ભારત સરકારની મુદ્રા યોજનામાંથી રૂ. 1.50 હજારથી માંડીને રૂ. 1.10 લાખ સુધીની લોન મેળવે તેમને આ લોન ઉપર ભરવાના થતાં વ્યાજમાં રાજ્યસરકાર દ્વારા 3 વર્ષે સુધી કેટલા ટકા વ્યાજ સહાય આપવામાં આવશે?
[A] 5%
[B] 6.5%
[C] 2.5%
[D] 4%

[A] 5%

50). ‘સ્વાગત’ પ્રોજેકટ હેઠળ ગુજરાતનાં મુખ્ય પ્રધાન કયારે ફરિયાદીને સાંભળે છે?
[A] દર મહિનાના પ્રથમ સોમવારે
[B] દર મહિનાના ચોથા ગુરુવારે
[C] દર મહિનાના ત્રીજા સોમવારે
[D] દર મહિનાના બીજા શનિવારે

[B] દર મહિનાના ચોથા ગુરુવારે

51). રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) હેઠળ અસંગઠીત ક્ષેત્રના મુખ્યત્વે ગરીબી રેખા હેઠળના મહતમ કેટલી વ્યક્તિના કુટુંબને લાભ મળવાપાત્ર છે?
[A] ચાર
[B] છ
[C] ત્રણ
[D] પાંચ

[D] પાંચ

52). કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ક્યારથી અમલમાં આવી?
[A] ઓગસ્ટ-2001
[B] જાન્યુઆરી-2011
[C] ઓગસ્ટ-1998
[D] જાન્યુઆરી-1995

[C] ઓગસ્ટ-1998

53). રાજયના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની મહિતો મળે તે માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે?
[A] તીર્થગામ યોજના
[B] સખી મંડળ યોજના
[C] ગ્રામમિત્ર યોજના
[D] ગોકુળગામ યોજના

[C] ગ્રામમિત્ર યોજના

54). ગુજરાત સરકારના ‘ઇ-મમતા’ પ્રોગ્રામનો હેતુ શું છે?
[A] માતા અને બાળ મરણ અટકાવું
[B] બાળ વિવાહ અટકાવવા
[C] સ્ત્રી સશક્તિકરણ
[D] મહિલાઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવું

[A] માતા અને બાળ મરણ અટકાવું

55). તમામ નાણાં કે મોટા કામને મળે યોગ્ય તક એ હેતુસર ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીએ શરૂ કરેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપનાર કિશોર લોનમાં કેટલા રૂ. સુધીની લોન સહાય આપવામાં આવશે?
[A] 5 લાખ
[B] 6.50 લાખ
[C] 3.50 લાખ
[D] 7.50 લાખ

[A] 5 લાખ

56). ચિરંજીવી યોજના શેની સાથે સંકળાયેલ છે?
[A] મહિલાને આર્થિક સ્વાલંબન
[B] વૃદ્ધ માતાને સહાય
[C] યુવાનો ને રોજગારી
[D] સગર્ભા સ્ત્રી

[D] સગર્ભા સ્ત્રી

57). યુવાનોને સ્વાલંબી બનવા તેમજ તેઓમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા સરકારશ્રી દ્વારા શરૂ કરવવામાં આવેલ બેન્કેબલ લોન વ્યાજ સહાય યોજના એટલે શું?
[A] પંડિત દીનદયાલ ઉપાધ્યાય યુવા લોન વ્યાજ સહાય યોજના
[B] શ્યામા પ્રસાદ મુખર્જી બેન્કેબલ યોજના
[C] દતોપંત થેગડી યુવા સાહસિકતા યોજના
[D] પંડિત દિનદયાલ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના

[D] પંડિત દિનદયાલ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના   

58). ગરીબ સમૃદ્ધિ યોજના કયા વિસ્તારને સાંકળે છે?
[A] શહેરી ગરીબ વિસ્તાર
[B] ગ્રામીણ ગરીબ વિસ્તાર
[C] માત્ર અતી પછાત વિસ્તાર
[D] એકપણ નહીં

[A] શહેરી ગરીબ વિસ્તાર

59). ગુજરાતનાં યુવા-ધનને રોજગારી મળે તે માટે ગુજરાત સરકારનો કયો પ્રોગ્રામ છે?
[A] ઉમ્મીદ યોજના
[B] ચિરંજીવી યોજના
[C] કુંવરબાઈનું મામેરું યોજના
[D] સુજલામ સુફલામ યોજના

[A] ઉમ્મીદ યોજના

60). કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ શું છે?
[A] કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
[B] કન્યા વિકાસ પ્રવેશોત્સવ
[C] કન્યા સાક્ષરતા મહોત્સવ
[D] કન્યા કલ્યાણ મહોસત્વ

[A] કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

61). ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકી છે?
[A] મહિલા બોન્ડ
[B] સરસ્વતી બોન્ડ
[C] વિદ્યાલક્ષ્મી બોન્ડ
[D] નર્મદા બોન્ડ

[C] વિદ્યાલક્ષ્મી બોન્ડ

62). સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે?
[A] દફતર
[B] રોકડ સહાય
[C] સાઈકલ
[D] ગણવેશ

[C] સાઈકલ

આ પણ વાંચો :

Yojana MCQ Question in Gujarati : આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!