Gujarat conductor exam syllabus : ગુજરાત સરકારના GSRTC બોર્ડ દ્વારા લેવામાં આવતી conductorની લિખિત પરીક્ષાનો syllabus અહીં આપવા આવ્યો. અહીં સિલેબસની સાથે પરીક્ષા લક્ષી સૂચન પણ કરેલા છે.
Gujarat conductor exam syllabus
પરીક્ષા પધ્ધતિ : હેતુલક્ષી (OMR)
કુલ ગુણ : 100
સમય : 2 કલાક
ક્રમ | વિષય | ગુણ |
---|---|---|
1. | સામાન્ય જ્ઞાન (ધોરણ 10 કક્ષાનું) > ગુજરાતનો ઇતિહાસ > ગુજરાતની ભૂગોળ > ગુજરાતના વર્તમાન બનાવો | 30 |
2. | ગુજરાતી વ્યાકરણ (ધોરણ 10 કક્ષાનું) | 10 |
3. | અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 10 કક્ષાનું) | 10 |
4. | ક્ન્વોન્ટીટીવ એપ્ટિટ્યૂટ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ (ધોરણ 10 કક્ષાનું) | 10 |
5. | નિગમને લગતી માહિતી/ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | 10 |
6. | મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો / પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો/ કંડકટરોની ફરજો | 10 |
7. | કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો | 20 |
>> ઓનલાઈન અરજીની વિગતોને આધારે મેરીટ વેઈટેજ મુજબ O.M.R પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે પાત્ર ગણી નિયત કરેલ ઉમેદવારોને બોલાવવામાં આવશે.
>> જાહેરાતમાં જણાવ્યા મુજબના સિલેબસ પ્રમાણે 100 ગુણની O.M.R પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 2 : 00 કલાકનો રહેશે. આ કસોટીમાં ઉતીર્ણ થવા માટે લઘુત્તમ 40 ગુણ મેળવવાના રહેશે.
>> 40 થી ઓછા ગુણ મેળવેલ ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે.
>> પરીક્ષાનું મધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય ગુજરાતીમાં રહેશે.
>> દરેક પ્રશ્નોનો 01 ગુણ રહેશે.
>> O.M.R પધ્ધતિથી ઉત્તરવહીના મૂલ્યાંકન માટે સાચા-ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ છેકછાક તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા, છેકછાકવાળા એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનાં ગુણનું મૂલ્યાંકન માઇનસ પધ્ધતિથી કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ 0.25 ગુણ માઈનેસ કરવામાં આવશે.
દરેક પરીક્ષાનો સિલેબસ