અહીં Gujarat na jilla સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં સ્થાપના સમયના જિલ્લા, કયા જિલ્લામાંમાંથી કયો નવો જિલ્લો બન્યો, કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લો બન્યો, નદી અને રાજાઓ પરથી Gujarat na jilla નામ હોય તે જિલ્લાના નામની યાદી, જિલ્લાનું નામ અને મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા જિલ્લાની યાદી, અને છેલ્લે ગુજરાતમાં તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી સાથે જિલ્લાની mcq ક્વિઝ અહીં આપવામાં આવી છે.
Table of Contents
Gujarat na jilla
1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લા અને 185 તાલુકા હતા.
ગુજરાતની સ્થાપના સમયના જિલ્લા
1). કચ્છ
2). ભાવનગર
3). રાજકોટ
4). જુનાગઢ
5). જામનગર
6). અમરેલી
7). સુરેન્દ્રનગર
8). અમદાવાદ
9). વડોદરા
10). બનસાકાંઠા
11). મહેસાણા
12). સુરત
13). ભરુચ
14). સાબરકાંઠા
15). ડાંગ
16). ખેડા
17). પંચમહાલ
ગુજરાતની સ્થાપના બાદ નવા જિલ્લાની રચના
▶️ જેમાં 1964માં ગાંધીનગર જિલ્લાનો
▶️ 1966માં વલસાડ જિલ્લાનો,
▶️ 1997માં પોરબંદર, દાહોદ, આણંદ, નવસારી અને નર્મદા જિલ્લાનો,
▶️ 2000માં પાટણ જિલ્લાનો
▶️ 2007માં તાપી જિલ્લાનો
▶️ 2013માં મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી નો સમાવેશ થતાં વર્તમાનમાં 33 જિલ્લા અને 251 તાલુકા ગુજરાતમાં આવેલ છે.
કયા જિલ્લામાંમાંથી કયો જિલ્લો બન્યો
નવો જિલ્લો | વર્ષ | કયા જિલ્લામાંથી બન્યો |
---|---|---|
ગાંધીનગર | 1964 | અમદાવાદ, મહેસાણા |
વલસાડ | 1966 | સુરત |
દાહોદ | 1997 | પંચમહાલ |
નર્મદા | 1997 | ભરુચ |
નવસારી | 1997 | વલસાડ |
પોરબંદર | 1997 | જુનાગઢ |
આણંદ | 1997 | ખેડા |
પાટણ | 2000 | મહેસાણા, બનાસકાંઠા |
તાપી | 2007 | સુરત |
મહીસાગર | 2013 | પંચમહાલ, ખેડા |
અરવલ્લી | 2013 | સાબરકાંઠા |
છોટા ઉદેપુર | 2013 | વડોદરા |
દેવભૂમિ દ્વારકા | 2013 | જામનગર |
બોટાદ | 2013 | ભાવનગર, અમદાવાદ |
મોરબી | 2013 | જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર |
ગીર-સોમનાથ | 2013 | જુનાગઢ |
કયા મુખ્યમંત્રીના સમયમાં કયા જિલ્લાની રચના થઈ
મુખ્યમંત્રી | તેના સમયના બનેલા જિલ્લા |
---|---|
બળવંતરાય મહેતા | ગાંધીનગર |
હિતેન્દ્રભાઈ દેસાઇ | વલસાડ |
શંકરસિંહ વાઘેલા | દાહોદ, નર્મદા, પોરબંદર, આણંદ, નવસારી |
કેશુભાઈ પટેલ | પાટણ |
નરેન્દ્ર મોદી | તાપી (2007) |
નરેન્દ્ર મોદી | મહીસાગર, છોટા-ઉદેપુર, અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા (2013) |
ડાંગ, કચ્છ, અમરેલી આ ત્રણ જિલ્લા એવા છે કે જેમાંથી કોઈ નવા જિલ્લાની રચના કરવામાં આવી નથી કે તેની સીમામાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
નદીના નામ પરથી Gujarat na jilla ના નામ
નદીનું નામ | જિલ્લાનું નામ |
---|---|
મહી | મહીસાગર |
બનાસ | બનાસકાંઠા |
સાબરમતી | સાબરકાંઠા |
નર્મદા | નર્મદા |
તાપી | તાપી |
રાજાના નામ પરથી ગુજરાતના જિલ્લાના નામ
રાજાનું નામ | જિલ્લાનું નામ |
---|---|
ભાવસિંહજી | ભાવનગર |
જામ સાહેબ | જામનગર |
સુરેન્દ્રસિંહજી | સુરેન્દ્રનગર |
નરેશ અમરવલ્લી | અમરેલી |
અહમદશાહ | અમદાવાદ |
Gujarat na jilla ના મુખ્યમથકો
અહીં Gujarat na jilla નું નામ અને તેના મુખ્ય મથકનું નામ અલગ અલગ છે, ફક્ત તેવા જિલ્લાના મુખ્ય મથક આપ્યા છે. ગુજરાતનાં 33 જિલ્લામાંથી 21 જિલ્લાના નામ અને મુખ્ય મથકના નામ સરખા છે. જ્યારે 12 જિલ્લાના નામ અને મુખ્ય મથકના નામ અલગ અલગ છે.
જિલ્લાનું નામ | મુખ્ય મથક |
---|---|
કચ્છ | ભુજ |
ગીર સોમનાથ | વેરાવળ |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
ખેડા | નડિયાદ |
અરવલ્લી | મોડાસા |
સાબરકાંઠા | હિંમતનગર |
નર્મદા | રાજપીપળા |
પંચમહાલ | ગોધરા |
તાપી | વ્યારા |
બનાસકાંઠા | પાલનપૂર |
ડાંગ | આહવા |
મહીસાગર | લુણાવાડા |
ગુજરાતના જિલ્લા અને તેની સરહદો
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
કચ્છ | મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા |
સૌરાષ્ટ્રના જિલ્લા
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
ભાવનગર | અમરેલી, બોટાદ, અમદાવાદ |
રાજકોટ | બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી |
જામનગર | રાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા |
બોટાદ | ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ |
અમરેલી | ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ |
જૂનાગઢ | અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથ, પોરબંદર |
પોરબંદર | જુનાગઢ, જામનગર, રાજકોટ, દેવભૂમિ-દ્વારકા |
સુરેન્દ્રનગર | અમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, બોટાદ, રાજકોટ, મોરબી |
મોરબી | કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર |
દેવભૂમિ દ્વારકા | જામનગર, પોરબંદર |
ગીર-સોમનાથ | અમરેલી, જુનાગઢ |
ઉત્તર-ગુજરાતના જિલ્લા
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
ગાંધીનગર | અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી |
મહેસાણા | સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ |
પાટણ | કચ્છ, મહેસાણા, બનાકાંઠા, સુરેન્દ્રનગર |
અરવલ્લી | મહીસાગર, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા |
બનાસકાંઠા | મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ |
સાબરકાંઠા | બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી |
મધ્ય ગુજરાતના જિલ્લા
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
અમદાવાદ | ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા, ખેડા |
વડોદરા | છોટા-ઉદેપુર, ખેડા, આણંદ, ભરુચ, આણંદ, પંચમહાલ |
ખેડા | અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, આણંદ, અરવલ્લી, પંચમહાલ |
મહીસાગર | ખેડા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ |
આણંદ | ભરુચ, વડોદરા, ખેડા, અમદાવાદ |
દાહોદ | છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ |
દક્ષિણ ગુજરાતના જિલ્લા
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
સુરત | ભરુચ, નવસારી, તાપી, નર્મદા |
તાપી | નર્મદા, સુરત, નવસારી, ડાંગ |
ભરુચ | વડોદરા, સુરત, નર્મદા, આણંદ |
નર્મદા | સુરત, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી |
નવસારી | સુરત, તાપી, વલસાડ, ડાંગ |
ડાંગ | તાપી, નવસારી |
વલસાડ | નવસારી |
ગુજરાતના જિલ્લાની વિસ્તૃત માહિતી
Gujarat na jilla : અહીં ગુજરાતના તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં તમે જે-તે જિલ્લાના નામ પર ક્લિક કરી તેના વિશે વિસ્તૃત માહિતી વાંચી શકો છો.
Gujarat na jilla સંબધિત વન-લાઇનર પ્રશ્નો
અહીં Gujarat na jilla સંબધિત મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
01). ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે ? : 12 જિલ્લા
02). ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ? : કચ્છ
03). ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે ? : 15 જિલ્લા
04). ગુજરતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ? : ડાંગ
05). કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે ? : સુરજબારી પુલ
06). ગુજરાતનાં કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતાં નથી ? : મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા
07). ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતનાં કયા બંદરે આવેલો છે ? : માંડવી
08). વિજયવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ? : માંડવી
09). સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલ સ્થળ કયું છે ? : રંગપુર
11). ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? : મુંદ્રા
12). ગુજરાતમાં સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો કયો છે ? : અમદાવાદ
13). મહેસાણા જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે ? : કોટ અને પેઢામલી
14). બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે ? : વાગડ
15). કચ્છમાં કેટલી અને કઈ કઈ ડુંગરધારો આવેલી છે ? : ત્રણ (ઉત્તરધાર, મધ્યધાર, દક્ષિણધાર)
16). જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે ? : લાખાબાવળ અને આમરા
17). કંથકોટના ડુંગર પર આવેલા ઐતિહાસિક કિલ્લામાં કયા રાજવી સંતાયા હતા ? : ભીમદેવ પ્રથમ
18). રાજકોટ જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિનું જાણીતું સ્થળ કયું છે ? : રોજડી
19). કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? : કાળો (437.8મી)
20). ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
21). કચ્છના મોટા રણમાં આવેલા ટાપુઓના નામ જણાવો : પચ્છમ, ખદિર, બેલા. ખાવડા
22). ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? : લક્ષ્મીવિલાસ પેલેસ
23). ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે ? : કચ્છ
24). અધોઈની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે ? : કચ્છ
25). કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલ છે ? : 97
26). “આનર્ત પ્રદેશ” ની સ્થાપના કોણે અને ક્યાં કરી ? : શર્યાતીના પુત્ર આનર્તે ઉત્તર ગુજરાતના ભાગો પર
27). કચ્છના એકમાત્ર બંધ કયો અને કઈ નદી પર આવેલો છે ? : રુદ્રમાતા બંધ (ખારી નદી)
28). ઉમરગામ અને ઉમરસાડી બંદરો કયા જિલ્લાના છે ? : વલસાડ
29). ડીઝલ એન્જિનનું દેશનું અગત્યનું કેન્દ્ર જે ગુજરાતમાં આવેલું છે તે જણાવો ? :રાજકોટ
30). કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? : ધીણોધર
31). કચ્છના નાના રણમાં ઊપસેલા ટેકરા જેવા ભાગોને શું કહે છે ? : ટીમ્બા
32). બોકસાઇટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે ? : દેવભૂમિ દ્વારકા
33). લિગ્નાઈટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે ? : કચ્છ (પાનન્ધ્રો)
34). કઈ સદીમાં ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હોવાનું માનવામાં આવે છે ? : ઇ.સ પૂર્વે 14મી સદીમાં
35). સુરજબારી બંધ કયા જિલ્લામાં આવેલ છે ? : કચ્છ
36). સુરત જિલ્લાના તાપી નદીણો ઉત્તરકિનારાણો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : સુવાલીની ટેકરીઓ
37). 3ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : કાનમ
38). ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો ભરાય છે ? : વૌઠાનો મેળો
39). ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ? : ગુજરાત યુનિવર્સિટી
40). ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને કયા નેટવર્ક દ્વારા ગવર્નન્સમાં જોડાવમાં આવી હતી ? : જી-સ્નાન
41). ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન કયા આવેલું છે ? : વધઈ (ડાંગ)
42). કયો ટાપુ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે ? : પીરોટન ટાપુ (જામનગર)
42). કલ્પસર યોજના કયાં આકાર પામનાર છે ? : ખંભાતના અખાતમાં
43). કોને સૌરાષ્ટ્રના માથેરાનનું બિરુદ આપવામાં આવ્યું છે ? : હિગોળગઢની ટેકરીઓને
44). ગુજરાતમાં સૌથી મોટો બંધ કઈ નદી પર આવેલો છે ? : નર્મદા (સરદાર સરોવર બંધ)
45). છોટા ઉદેપુર જીલ્લામાં કયાં ખનીજનું ઉત્પાદન વધુ થાય છે ? : ફ્લોરસ્પાર
46). ગુજરાતમાં ચિનાઈ માટીનો સૌથી વધુ જથ્થો કયાં જિલ્લામાં છે ? : સાબરકાંઠા
47). ગુજરાત કેમિકલ પાર્ટ ટર્મિનલ કંપની લિ. તરીકે કયું બંદર ઓળખાય છે ? : દહેજ બંદર
48). ગુજરાતમાં કયાં જિલ્લામાંથી સીસું, તાંબુ, જસત મળી આવે છે ? : બનાસકાંઠા
49). કચ્છના નાના ડુંગરોની ત્રણ હાર કયાં નામે ઓળખાય છે ? : ધાર
50). ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે ? : રૈયાલી
51). કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયાં બંધની રચના કરવામાં આવી છે ? : સુરજબારી બંધ
52). જુનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયાં નામથી ઓળખાય છે ? : પનામા ડિપોઝિટ
53). કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ? : ધન્વન્તરી પરિયોજના
54). ગુજરાતમાં મૈત્રક વંશનું પાટનગર કયું હતું : વલભીપૂર (ભાવનગર જિલ્લો)
55). ભારતમાં સૌપ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયાં સ્થળે કરવામાં આવી ? : : મિરઝાપૂર (અમદાવાદ)
56). ગુજરાત સરકાર દ્વારા જુનાગઢને મહાનગરપાલિકા કયાં વર્ષે જાહેર કરવામાં આવ્યું ? : વર્ષ 2004
57). કયાં મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું : હિતેન્દ્રભાઈ દેસાઇ
58). જિલ્લાઓની પુન: રચના કરી નવા પાંચ જિલ્લાઓ કયાં મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા : શંકરસિંહ વાઘેલા
59). ગુજરાતમાં મધ્યમ કક્ષાના બંદરો કેટલા છે ? : 11
60). સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ છે ? : 71
61). સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કઈ છે ? : ભાદર
62). ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? : ગિરનાર
63). ગુજરાતમાં સૌથી વધુ કૂવા અને પાતાળકૂવા અનુક્રમે કયાં જિલ્લામાં છે ? : પાતાળકૂવા-સુરેન્દ્રનગર, કૂવા-જુનાગઢ
64). ગુજરાતમાં સૌથી વધુ સિંચાઇ તળાવો અને કૂવા દ્વારા અનુક્રમે કયાં જિલ્લામાં થાય છે ? : તળાવો દ્વારા-આણંદ અને ખેડા, કૂવા દ્વારા- મહેસાણા
65). ગુજરાતમાં પાતાળ કૂવો સૌપ્રથમ કયાં જિલ્લામાં કરવામાં આવ્યો : મહેસાણા
Gujarat na jilla થતાં પાકો સબંધિત પ્રશ્નો
1). ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમસ્થાન ધરાવે છે ? : બનાસકાંઠા
2). ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : અમદાવાદ
3). ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કયા જીલ્લામાં થાય છે ? : મહેસાણા (ઉત્પાદનમાં બીજું)
4). ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : ખેડા
5). ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : સુરત
6). ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ? : ભાવનગર
7). ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : જુનાગઢ
8). તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? : બીજું
9). ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? : બીજું
10). ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વડોદરા
11). ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ? : સુરેન્દ્રનગર
12). ભારતમાં ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ? : બારમું
13). તમાકુના ઉત્પાદનમાં ગુજરાતણો કયો જિલ્લો પ્રથમસ્થાને છે ? : ખેડા
14). ગુજરાતમાં જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સાથે છે ? : મહેસાણા
Gujarat na jilla Quiz
Gujarat na jilla ની ક્વિઝ આપવા અહી ક્લિક કરો 👉 | click here |
ગુજરાતનાં તાલુકાની ક્વિઝ 👉 | click here |
gujarat na jilla in gujarati : GPSC, PSI/ASI, DY.SO, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષા માટે Gujarat na jilla ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે.
FAQ :
01). ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા?
Ans : ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનાં 17 જિલ્લાઓ હતા.
02). પારડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?
Ans: પારડી તાલુકો ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે.
03). મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
Ans : મહીસાગર જિલ્લાનું મુખ્યમથક લૂણાવાડા છે.
04). ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
Ans : ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન અમદાવાદ જિલ્લામાં થાય છે.
05). આપેલ ગુજરાતનાં જિલ્લાની માહિતી કઈ પરીક્ષા માટે ઉપયોગી છે.
અહીં આપેલ Gujarat na jilla ની જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.