અહીં ખેડા જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાની રચના તેની સરહદ, ખેડા જિલ્લાની વિશેષતા, ખેડા જિલ્લાના મહત્વના સ્થળો, જિલ્લામાં આવેલા કુંડ, વિદ્યાપીઠ, નદીઓ વગેરે વિશે માહિતી આપેલ છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
ખેડા જિલ્લાનો પરિચય
ક્ષેત્રફળ : | 3953 ચો. કી.મી |
જાતિ પ્રમાણ : | 940 (દર 1000 પુરુષે મહિલા) |
શિશુ જાતિ પ્રમાણ : | 896 |
કુલ સાક્ષરતા : | 82.65% |
પુરુષ સાક્ષરતા : | 91.31% |
સ્ત્રી સાક્ષરતા : | 73.49% |
ગામડાની સંખ્યા : | 531 |
ખેડા જિલ્લાની રચના
Kheda Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
ખેડા જિલ્લાનું મુખ્યમથક : નડિયાદ
ખેડા જિલ્લામાંથી ઇ.સ 1997માં આણંદ જિલ્લાને છૂટો પાડવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના વિભાજન પહેલા જિલ્લાનું મુખ્ય મથક ખેડા હતું અને વિભાજન બાદ મુખ્ય મથક નડિયાદ બનાવવામાં આવ્યું છે.
વર્ષ 2013માં ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
Kheda District Taluka List
ખેડા જીલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે.
1). નડિયાદ
2). ખેડા
3). મહુધા
4). કપડવંજ
5). મહેમદાવાદ
6). માતર
7). કઠલાલ
8). ઢસળા
9). વસો
10). ગલતેશ્વર
ખેડા જિલ્લાની સરહદ
ઉત્તરે | મહીસાગર, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લો |
પૂર્વમાં | વડોદરા અને પંચમહાલ જિલ્લો |
દક્ષિણમાં | આણંદ જિલ્લો |
પશ્ચિમમાં | અમદાવાદ જિલ્લો |
ખેડા જિલ્લા વિશેષ
પ્રાચીન નામ : ખેટક
1). ખેડા જિલ્લાને સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે.
2). ગુજરાતમાં ટેલિવિઝનની શરૂવાત 15 ઓગસ્ટ, 1975ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનાં “પીજ” કેન્દ્રથી થયો હતો.
3). સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. (93.28%)
4). ગુજરાતમા તંબાકુ અને ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
5). ખેડા જીલ્લામાં આવેલ “બિડજ” ખાતે પશુ સંવર્ધન કેન્દ્ર છે.
6). ખેડા જિલ્લાના નવાગામ અને કડાણા પાસે ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.
7). સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નહેરોના પાણી દ્વારા ખેતી ખેડા જીલ્લામાં થાય છે.
8). ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.
9). મહી નદી ખેડા અને પંચમહાલ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
10). અહીં ગોરડું, રેતાળ અને બેસન પ્રકારની જમીન આવેલી છે. જે તમાકુ, કેળાં અને ડાંગરના ઉત્પાદન માટે જાણીતી છે.
11). ખેડા જિલ્લાના માતર તાલુકામાં મહી નદી પર રાસ્કાવિયર (શેઢી કેનાલ) પરિયોજના આવેલી છે.
12). ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઘુંડી ગામે વિશ્વની સૌપ્રથમ સૌરઉર્જા સહકારી મંડળી ઊભી કરવામાં આવેલી છે.
13). ચરોતર પ્રદેશ : મહિ અને શેઢી નદી વચ્ચેનો ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ ચરોતર પ્રદેશ કહેવાય છે.
14). ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશને “ગુજરાતનો હરિયાળો બગીચો” કહેવાય છે.
15). ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ખાતે દશામાંનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
16). ચરોતર પ્રદેશ તમાકુના પાક માટે જાણીતો છે.
17). ખેડા અને આણંદને ‘ચરોતર-ગોલ્ડન લિફ એરિઆ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
18). ચરોતર પ્રદેશમાં આણંદ, બોરસદ, પેટલાદ, નડિયાદ તાલુકો અને મહેમદાબાદ તાલુકાનો થોડા ભાગનો સમાવેશ થાય છે.
નડિયાદ
પ્રાચીન નામ : નટપૂર, નટિપ્રદ
>> નડિયાદ સાક્ષરનગરી તરીકે જાણીતું છે.
>> નડિયાદ ‘શેઢી’ નદીના કિનારે વસેલું છે.
>> સરદાર પટેલ(મોસાળમાં જન્મ થયો હતો), બાબુભાઇ જશભાઈ પટેલ અને રવિશંકર મહારાજની જન્મભૂમી છે.
>> અહીં સંતરામ મહારાજનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.
>> અહીં શેઢી નદીના કિનારે પૂજયશ્રી મોટા (ચીનીલાલ ભાવસાર)નો આશ્રમ આવેલો છે. આ આશ્રમને સાધનાભૂમિની ઉપમા મળેલ છે.
>> નડિયાદ ખાતે ડાહી લક્ષ્મી ગ્રંથાલય આવેલું છે. જેની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કરી હતી.
>> નડિયાદનો લીલો ચેવડો પ્રખ્યાત છે.
- નડિયાદમાં જન્મેલા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકારો
1). ગોવર્ધનરામ ત્રિપાઠી
2). મનસુખરામ ત્રિપાઠી
3). બકુલ ત્રિપાઠી
4). બાલાશંકર કંથારીયા
5). મણિલાલ ત્રિવેદી
ફાગવેલ
>> ભાથીજી મહારાજનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
>> અહીં કારતકી પુર્ણિમાએ મેળો ભરાય છે.
મહેમદાબાદ
પ્રાચીનનામ : મહમ્મુદાબાદ
>> મહમુદશાહ બેગડાએ વસાવેલું છે.
>> વાત્રક નદીના કિનારે આવેલું છે.
>> મહમુદ બેગડાએ પોતાની બેગમની યાદમાં વાત્રકને કાંઠે “ચાંદા-સુરજ” મહેલ બનાવ્યો છે.
>> અહીં ભમ્મરિયો કૂવો આવેલો છે. જેને 8 ખંડ છે.
>> રોજા રોજીનો પ્રસિદ્ધ રોજો આવેલો છે.
>> અહીં મહંમદશાહ ત્રીજાએ હરણોની જાળવણી માટે ઉદ્યાન બનાવ્યો હતો.
>> મહાગુજરાત જાણતા પરિષદના સ્થાપક ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ મહેમદાવાદ તાલુકાનાં નેનપૂર ગામે આવેલો છે.
ગલતેશ્વર
>> અહીં સોલંકી યુગનું 1000 વર્ષ પુરાણું શિવાલય આવેલું છે.
>> ગલતેશ્વર ખાતે મહી અને ગળતી નદીનો સંગમ થાય છે.
ડાકોર
પ્રાચીન નામ : ડંકપૂર
>> ડાકોર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું છે.
>> અહીં ડંકનાથ મહાદેવ અને ડંકઋષિનો આશ્રમ આવેલો છે તેથી ડંકપૂર કહેવાયું.
>> ગોમતી નદીના કિનારે આવેલું છે.
>> દ્વારકમાં વસેલા શ્રીક્રુષ્ણ ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ. ઇ.સ 1156માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા એવી પ્રાચીન કથા છે.
>> અહીં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેમાં કાળા પથ્થરની રણછોડરાયની મુર્તિ બિરાજમાન છે.
>> રણછોડરાયનું મંદિર ડાકોરના ‘ઈમાનદાર તામ્બ્વેકર’ બંધાવ્યું હતું.
>> ડાકોરના ગોટા પ્રખ્યાત છે.
ખેડા
- ઇ.સ 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો.
ખેડા સત્યાગ્રહ વિશે વાંચવા અહીં ક્લિક કરો 👉 ખેડા સત્યાગ્રહ
વડતાલ
>> સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાડીનું ખૂબ મહત્વ છે.
>> ઇ.સ 1824માં વડતાલ ખાતે સહજાનંદ સ્વામીએ અહીં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી હતી.
કપડવંજ
પ્રાચીન નામ : કર્પટવાણિજય (કાપડનો વેપાર)
>> મહાર નદીના કિનારે આવેલું છે.
>> અહીં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી 1300 મીટર લંબાઈની કુંકાવાવ આવેલી છે.
>> આ ઉપરાંત કાંઠાની વાવ, રાણીવાવ, સિગરવાવ આવેલી છે.
>> કપવંજ તાલુકામાં વાત્રક નદીના કિનારે પ્રસિદ્ધ ઉત્કેંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
>> ધીરજબહેન પરિખ બાળ સંગ્રહાલય કપડવંજ તાલુકામાં આવેલ છે.
>> ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર સોમાલાલ શાહનો જન્મ કપડવંજ ખાતે થયો છે.
લસુંદ્રા
>> અહીં ગરમ પાણીના ઝરા આવેલા છે.
>> લસુંદ્રા કઠલાલ તાલુકામાં આવેલું છે.
વસો
>> ઇ.સ 1915માં દરબાર ગોપાળદાસે અહીં ‘મોન્ટેસરી પદ્ધતિ’ થી શિક્ષણ આપતું ગુજરાતનું સૌપ્રથમ બાળમંદિર શરૂ કર્યું હતું.
>> મોતીભાઈ અમીને વસો ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી.
>> અહીં કાષ્ઠની કોતરણી કામવાળી દરબાર ગોપાલદાસની હવેલી જોવાલાયક છે.
ખેડા જિલ્લાની મુખ્ય નદીઓ
અહીં ખેડા જિલ્લાની નદીઓ, સંગ્રહાલયો, નદી કિનારે વસેલા શહેરો, વિદ્યાપિઠો, સંશોધન કેન્દ્રો વગેરે જેવી માહિતી આપેલ છે.
ખેડા જિલ્લાની મુખ્ય નદીઓ
1). વાત્રક
2). મહી
3). શેઢી
4). ખારી
5). મેશ્વો
6). લૂણી
7). મહાર
નદી કિનારે વસેલા ખેડા જિલ્લાના શહેરો
નડિયાદ : | શેઢી |
ખેડા : | વાત્રક |
મહેમદાવાદ : | વાત્રક |
કપડવંજ : | મહાર |
ગળતેશ્વર : | મહી |
તળાવ અને કુંડ
1). ગોમતી તળાવ – ડાકોર
2). શિવકુંડ – કપડવંજ
સંગ્રહાલય
1). ડાહી લક્ષ્મીબાઈ ગ્રંથાલય, નડિયાદ
2). ધીરજબેન પરિખ બાળ સંગ્રહાલય, કપડવંજ
વાવ અને કૂવા
1). કાંઠાની વાવ
2). રાણીવાવ
3). સિગરવાવ, કપડવંજ
4). વોરી વાવ : તા. કપડવંજ
5). બત્રીસ કોઠાની વાવ : તા. કપડવંજ
6). કુંડવાવ : તા. કપડવંજ
7). ભમ્મરિયો કૂવો, મહેમદાબાદ
સંશોધન કેન્દ્ર
1). એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, ઠાસરા
2). મેઇન રાઈસ રિસર્ચ સ્ટેશન, નવાગામ
યુનિવર્સિટી
1). ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી– નડિયાદ (ઇ.સ 2000)
2). આઇ.કે ચાવડાગ્રામ વિદ્યાપીઠ (કુહાનવાડી)
3). રંગભારતી વિદ્યાપીઠ (તા. ખેડા)
4). શ્રી પેઠેશ્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ (પીઠાઈ)
લોકમેળા
1). માણેક કઠારીનો મેળો – કારતક માસની પૂનમ (શરદ પૂનમ), ડાકોર
આ દિવસે શ્રી રણછોડરાયને કિંમતી વસ્ત્રો અને મુગટ પહેરાવવામાં આવે છે.
2). ફાગવેલ નો મેળો – કારતક માસની પૂનમે, ભાથીજી મહારાજના મંદિરે ફગવેલ ખાતે ભરાય છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)
એક્સપ્રેસ હાઇ-વે નં – 1 પસાર થાય છે.
ખેડા જિલ્લા સંબધિત વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Kheda District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.