Join our WhatsApp group : click here

kheda satyagraha in Gujarati | ખેડા સત્યાગ્રહ

kheda satyagraha in Gujarati : : ગાંધીજીનો ત્રીજો અને ના કરની કરની લડતથી ઓળખાતા ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ.

kheda satyagraha in Gujarati

ખેડા સત્યાગ્રહ – 1917-18

ચાંપરણ સત્યાગ્રહ અને અમદાવાદ મિલ મજૂર આંદોલન બાદ ખેડા સત્યાગ્રહ મહાત્મા ગાંધીનો ત્રીજો સત્યાગહ છે. ખેડા સત્યાગ્રહ સત્યાગ્રહ ગુજરાતમાં ગાંધીજી નો પ્રથમ સફળ સત્યાગ્રહ છે.  

જોડાયેલ વ્યક્તિઓ

1). મહાત્મા ગાંધી

2). સરદાર વલ્લભભાઈ પટેલ

3). મોહનલાલ પંડયા

4). મહાદેવભાઇ દેસાઇ

5). નરહરિ પરિખ

6). રવિશંકર વ્યાસ

7). શંકરલલ બેંકર

8). અનસૂયાબેન સારાભાઇ

9). ઇંદુલાલ યાજ્ઞિક…

>> ગુજરાતમાં ગાંધીજી નો પ્રથમ સફળ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ છે.  

>> આ સત્યાગ્રહમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન જોવા મળ્યું હતું.  

>> ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી પ્રેરાય વકીલાત છોડી લોકોની સેવામાં રાજનીતિમાં આવ્યા હતા.   

સત્યાગહ પાછળ નું કારણ

ઇ.સ 1917 માં ગુજરાતનાં ખેડા જીલ્લામાં ભારે અતિવૃષ્ટિ ને કારણે પાક નિષ્ફળ ગયો હતો. આવા સમયે કપડાં, મીઠું, લોંખડ, તેલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોઘી થઈ ગઈ. આમ છતાં અંગ્રેજ અધિકારીઓ પાકની અંદાજે વધુ આકારણી કરીને વધુ મહેસૂલ કરવા લાગ્યા હતા,

જયારે મહેસૂલ કાયદામાં એવિ જોગવાય હતી કે સામાન્ય ઉત્પાદનથી 25% પાક ઓછો થાય તો મેહસૂલ માફ કરવામાં આવશે.

>> વિઠ્ઠલભાઈ પટેલ અને જે. કે પારેખ એ સમયે વિસ્તારનું સર્વે કરી 25 % થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાનો રિપોર્ટ ત્યાનાં કલેક્ટર ને આપ્યો પણ તે રિપોર્ટ કલેકટરે માન્ય ના રાખ્યો.

>> મહાત્મા ગાંધીજી એ સરકારને રજૂઆત કરી પણ તેની કોઈ અસર ન થઈ, એટલે ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ થી 22 માર્ચ 1918 ના રોજ  ગાંધીજીએ ખેડા સત્યાગ્રહની શરૂવાત કરી.

>> ખેડા સત્યાગ્રહ ને ના કરની લડત પણ કહેવામા આવે છે.  

>> તેની સાથે સરકારે ચેતવણી આપતા જણાવ્યુ કે જો ખેડૂતો કરવેરો નહિ ભરે તો તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે જે ફરી પાછી આપવામાં આવશે નહીં

>> સરકારે ચેતવણી આપી છતાં પણ ખેડૂતો પોતાની કરવેરા માફીની માંગ સાથે અડીખમ ઊભા રહ્યા.

>> ખેડૂતોએ કર ન ભર્યો જેના કારણે કલેકટર અને ઠેકેદાર દ્વારા ખેડૂતો ની જમીન અને ઢોર જપ્ત કરી લીધા.

>> ગાંધીજીની સંમતિ અને પ્રેરણાથી મોહનલાલ પંડયાએ ડુંગળીનો તૈયાર પાક રાત્રે કાપી લીધો હતો, જેથી મહાત્મા ગાંધીએ મોહનલાલ પંડયાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું.

ખેડા સત્યાગ્રહ નું પરિણામ

આ સત્યાગ્રહના પરિણામ સ્વરૂપે સરકારે આદેશ આપ્યા કે મેહસૂલ એવા ખેડૂતો પાસેથી લેવામાં આવે કે જે આપવા સક્ષમ હોય, અને સાથેજ જપ્ત કરેલી સંપતિ જમીન અને ઢોર તેના મૂળ માલિકો ને પરત આપવામાં આવ્યા.   

kheda satyagraha in Gujarati : : GPSC, UPSC, PI, PSI/ASI, DY. so, Talati, Bin sachivalay

ગુજરાત નો સંપૂર્ણ ઇતિહાસ 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!