Table of Contents
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના
Devbhumi Dwarka Districtની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ જામનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.
મુખ્ય મથક : ખંભાળિયા
Devbhumi Dwarka Taluka List
1). ઓખમંડળ
2). કલ્યાણપુર
3). જામ ખંભાળિયા
4). ભાણવડ
દેવભૂમિ દ્વારિકાની સરહદ
Devbhumi Dwarka District Border
ઉત્તરે | કચ્છનો અખાત |
પૂર્વમાં | જામનગર જિલ્લો |
દક્ષિણમાં | પોરબંદર જિલ્લો |
પશ્ચિમમાં | અરબ સાગર |
દેવભૂમિ દ્વારિકા જિલ્લા વિશેષ
1). હિન્દુ ધર્મના ચાર મોટા યાત્રાધામમાનું એક ધામ.
2). સૌથી વધુ ટાપુઓ ધરાવતો દરિયાકિનારો દેવભૂમિ દ્વારિકાને મળ્યો છે.
3). દેવભૂમિ દ્વારિકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાનું ‘ઘી’ વખણાય છે.
4). દેવભૂમિ દ્વારિકા જિલ્લાના મેવાસા વિસ્તારમાંથી બોકસાઈટ મળે છે.
5). શંખોદ્વાર બેટનો વિસ્તાર જે દારૂકવન તરીકે ઓળખાય છે, ત્યાં 12 જ્યોતિલિંગોમાંનું એક “નાગેશ્વર જ્યોતિલિંગ” આવેલું છે.
6). હાલાર પ્રદેશ : બરડા ડુંગર દક્ષિણ-પશ્ચિમ દિશામાં દેવભૂમિ દ્વારિકાનો દરિયા કિનારા સુધીનો ભાગ હાલાર કહેવાય છે. (જેમાં જામનગર જિલ્લાનો થોડો ભાગ આવે છે.)
દ્વારકા
પ્રાચીન નામ : દ્વારાવતી
- ગોમતી નદીના કિનારે આવેલું છે.
- ચારતીર્થ ધામોમાનું એક ધામ અને સાત મોક્ષદાયિની નગરીઓમાંનું એક નગર.
- શ્રી ક્રુષ્ણએ વસાવેલી દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ જેની સાબિતી ડો. એસ.આર. રાવ જેવા ઇતિહાસકારે આપી છે.
- ઇ.સ 1980માં તેના અવશેષો પ્રાપ્ત થયા હતા.
- નવું વસાવેલ દ્વારિકા નગરીમાં આશરે 13મી સદીનું દ્વારકાધીશનું મંદિર છે, જે 7 માળનું છે. જ્યાં ચોથે માળે અંબાજી માતાની પ્રતિમા તથા પાંચમા માળે 72 કોતરણીવાળા સ્તંભો પર “લાડવા મંડપ” આવેલો છે.
- અહીં આઠમી સદીમાં આદિશંકરાચાર્ય “શારદાપીઠ”ની સ્થાપના કરી હતી. જે ભારતની 4 પિઠોમાંની એક છે.
- દ્વારકામાં વલ્લભચાર્ય ગોસાઈની બેઠક પણ આવેલી છે.
- અહીં રૂકમણીજીનું મંદિર પણ આવેલું છે.
શંખોદ્વાર બેટ
- દ્વારકા પાસે આવેલા આ સ્થળને બેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ સ્થળે દ્વારિકાધીશ તથા તેમની પટરાણીઓના 8 મહેલ આવેલા છે.
- અહીંના ગોપી તળાવ માટે ગોપીચંદન તરીકે ઓળખાય છે.
- શંખોદ્વાર બેટનો વિસ્તાર જે દારૂકવન તરીકે ઓળખાય છે, ત્યાં 12 જ્યોતિલિંગોમાંનું એક “નાગેશ્વર જ્યોતિલિંગ” આવેલું છે.
ઘૂમલી
- ભાણવડ પાસે પાસે આવેલું અત્યંત પ્રાચીન નગર અને મંદિરોના ખંડેરનું શહેર એટલે ઘૂમલી.
- અહીં ‘નવલખા મંદિર’ અગિયારમી બારમી સદીમાં બંધાયેલું છે.
મીઠાપૂર
- ટાટા કેમિકલ્સ સોડાએશ બનાવવાનું ખાનગી કારખાનું અહીં આવેલું છે.
- મીઠપૂર પાસે “મિલિયોલાઇટ” નામનો ચૂનાનો પથ્થર ઉપરાંત જીપ્સન, કેલ્સાઇટ મળી આવે છે.
લાંબા બંદર
આ બંદર ખાતે વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે. જેનાથી વીજળી ઉર્જા મેળવવામાં આવે છે.
અભયારણ્ય
1). મહાગંગા અભયારણ્ય (તા. કલ્યાણપૂર)
2). સામુદ્રીક રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્ય (જામનગર જિલ્લાનો ભાગ અમાવિષ્ટ છે.)
લોકમેળો
જન્માષ્ટમીનો મેળો – શ્રાવણ વદ આઠમ
સંશોધન કેન્દ્ર
1). ડ્રાય ફર્મિંગ રિસર્ચ સ્ટેશન, ખંભાળિયા
2). ગુજરાત ફિશરીઝ એકવેટિક સાયન્સીઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, ઓખાબંદર
બંદરો
1). ઓખા
2). બેટ દ્વારકા
3). પોશિત્રા
4). સલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Devbhumi Dwarka District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
Important links : Gujarat na jillao