Join our WhatsApp group : click here

Sabarkantha District | sabarkantha jillo | સાબરકાંઠા જિલ્લા પરિચય

સાબરકાંઠા જિલ્લાની રચના

Sabarkantha Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.

સાબરકાંઠા જિલ્લાનું મૂખ્ય મથક હિંમતનગર છે.

Sabarkantha District Taluka List

સાબરકાંઠા જીલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે.

1). હિંમતનગર

2). ખેડબ્રહ્મા

3). વડાલી

4). ઇડર

5). વિજયનગર

6). પ્રતિજ

7). તલોદ

8). પોશીના

સાબરકાંઠા જિલ્લાની સરહદો

ઉત્તરેરાજસ્થાન રાજય
પૂર્વમાંઅરવલ્લી જિલ્લો
દક્ષિણમાંગાંધીનગર
પશ્ચિમમાંબનાસકાંઠા અને મહેસાણા જિલ્લો
Sabarkantha District

સાબરકાંઠા જિલ્લા વિશેષ

1). બ્રિટિશકાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો.

2). ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. (ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન)

3). ‘અરસોડિયા’ સાબરકાંઠામાં આવેલું છે. (જે સમગ્ર એશિયામાં ચિનાઈમાટીનું સૌથી મોટું ક્ષેત્ર)

4). સમગ્ર ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ હિંમતનગર પાસે ‘અકોદરા’ ખાતે આવેલી છે.

હિંમતનગર

જૂનું નામ – અહમદનગર

  • આ નગરીની સ્થાપના અહમદશાહ પહેલાએ કરી હતી.
  • પાછળથી ત્યાનાં રાજ કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” નામ રાખવામા આવ્યું.
  • હિંમતનગર હાથમતી નદીના કિનારે આવેલું છે.
  • અહીં અહમદશાહે વસાવેલ રાજમહેલ, જામા મસ્જિદ, કજિવાવ આવેલા છે.

ઇડર

  • ઇડરના રમકડાં પ્રખ્યાત છે.
  • સાબરકાંઠા જિલ્લાનો આ ભાગ પહેલા ‘ઇડર સ્ટેટ’ તરીકે ઓળખાતું હતું.
  • ઇડરમાં “ઇડરિયો ગઢ” આવેલો છે. ગઢમાં મંદિર અને વાવ, રણમલ ચોકી આવેલી છે.
  • રાવ રણમલનો ઉલ્લેખ ‘કવિ શ્રીધરે’ રણમલ છંદમાં કર્યો છે.

ખેડબ્રહ્મા

  • ખેડબ્રહ્મા હરણવાવ નદીના કિનારે આવેલું છે.
  • સમગ્ર ભારતમાં બ્રહ્માજીના બે મંદિરો છે. એક રાજસ્થાનમાં પુષ્કરમાં અને બીજું ગુજરાતનાં ખેડબ્રહ્મામાં આવેલું છે.
  • 19મી સદીમાં બંધવાયેલું અંબાજી માતાનું મંદિર હોવાના કારણે “નાના અંબાજી” તરીકે ઓળખાય છે.

પ્રાંતિજ

  • પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે.
  • અહીં બ્રાહ્મણોની 7 કુળદેવીઓના મંદિર આવેલા છે. તેમજ ખડાયતા બ્રાહ્મણોના કુલદેવતા “કોટાયર્ક” નું મંદિર આવેલું છે.

વડાલી

  • અહીં 13મી સદીના શિલાલેખો મળી આવ્યા છે.

પોળો

  • વિજયનગરની પાસે અનુમૈત્રક કાળમાં બંધાયેલા જૈન મંદિરોનો સમૂહ આવેલો છે.

જિલ્લાની ખ્યાતનામ વ્યક્તિઓ

1). ઉમાશંકર જોશીની જન્મભૂમિ – બમણા (ઇડર)

2). પન્નાલાલ પટેલનું જન્મસ્થળ – માંડલી

3). ગુજરાતી ચલચિત્રના ખ્યાતનામ અભિનેતા ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદીની જન્મભૂમિ – કુકડિયા (ઇડર)

સાબરકાંઠાની મૂખ્ય નદીઓ

1). હાથમતી

2). મેશ્વો

3). માજમ

4). ખારી

5). સાબરમતી (મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે.)

6). કોસંબી

7). હરણાવ

લોકમેળા

1). ચિત્ર વિચિત્રનો મેળો – ગુણભાખરી (તા. પોશીના)

આ આદિવાસી લોકમેળો હોળીના પખવાડિયા પછી યોજાય છે.

કુંડ અને તળાવ

1). રણમલસર રાણી તળાવ – ઇડર

2). હંસલેશ્વર તળાવ – ઇડર

3). સપ્ટેશ્વર મહાદેવનો કુંડ – ઇડર 

વાવ

1). કાજીવાવ – હિંમતનગર

સિંચાઇ યોજના

1). હરણવાવ બંધ -1 (ખેડબ્રહ્મા )

2). હરણવાવ બંધ -2 (વણજ, તા.વિજયનગર)

બંને હરણવાવ નદી પર આવેલા છે.

ડેરી

1). સાબર ડેરી – હિંમતનગર

સ્થાપક – ભોળાભાઈ પટેલ

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)  

સાબરકાંઠા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Sabarkantha District  : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarat na jillao

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!