Table of Contents
કચ્છ જિલ્લાની રચના
Kutch Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
કચ્છ વિસ્તાર ભારતની આઝાદીથી ગુજરાતની સ્થાપના સુધી કેન્દ્રશાસિત પ્રદેશ હતો.
મુખ્યમથક : ભુજ
કચ્છ જિલ્લાના તાલુકા
kutch district taluka list
કચ્છ જીલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે.
1). ભુજ
2). લખપત
3). અબડાસા
4). નખત્રાણા
5). માંડવી
6). મુંદ્રા
7). અંજાર
8). ભચાઉ
9). રાપર
10). ગાંધીધામ
કચ્છ જિલ્લાની સરહદ
kutch district border
ઉત્તરે | પાકિસ્તાન (512 કી.મી લાંબી સરહદ) |
દક્ષિણમાં | અરબ સાગર |
પશ્ચિમમાં | અરબ સાગર |
પૂર્વમાં | પાટણ, બનાસકાંઠા અને મોરબી જિલ્લો |
ઉત્તર-પૂર્વમાં | રાજસ્થાન રાજય |
કચ્છ જિલ્લા વિશેષ
1). સંસ્કૃતમાં કચ્છનો અર્થ ‘બેટ’ થાય છે.
2). વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો.
3). ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો.
4). ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો છે.
5). લિગ્નાઈટ, બેન્ટોનાઈટ અને ચુનાના પથ્થર જેવા ખનિજોમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
6). કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર ‘કાળો ડુંગર’ છે.
7). ગુજરાતમાં સૌથી વધુ નદી કચ્છમાં આવેલી છે. (97 નદી)
8). ગુજરાતમાં સૌથી વધુ ઘેટાં અને બકરા કચ્છમાં જોવા મળે છે.
9). કચ્છમાં પાનન્ધ્રો અને કંડલા ખાતે થર્મલવિધુત મથક આવેલા છે.
10). ખારેક અને ખલેલાના ઉત્પાદનમાં ગુજરાતમાં કચ્છ પ્રથમ સ્થાન ધરાવે છે.
11). 68 તીર્થમાનું એક તીર્થ અને 5 પવિત્ર સરોવરમાનું એક સરોવર નારાયણ સરોવર અહીં આવેલું છે.
12). કચ્છમાં આવેલ “કચ્છ મ્યુજીયમ” ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુજીયમ છે.
13). કચ્છનું “સુરિન્દ” નામનું સંગીત વાધ્ય જાણીતું છે.
14). વીરા ખાતે આવેલું જોગણીદેવીનું મંદિર શ્રાદ્ધક્રિયા માટે જાણીતું છે.
15). કચ્છમાં આવેલા ‘જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સૂથરી’ ગામોને સામૂહિક રીતે “જૈન પંચતીર્થ” કહેવાય છે.
16). અહીં કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો સુરજબારી પુલ આવેલો છે.
17). કચ્છના ધીણોધર ડુંગર પર કાનફટા પંથની સ્થાપના કરનાર ‘ગોરખનાથ’ ની સમાધિ આવેલી છે.
18). કોટાયની પાસે આવેલા હબા ડુંગર પર સંત મેકરણદાદાની સમાધિ આવેલી છે.
19). ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માહિનામાં ધોરાડો ખાતે રણોત્સવ ઉજવવામાં આવે છે.
20). ‘કચ્છના ગરીબનવાઝ’ તરીકે ઓળખાતા મુસ્લિમ સૂફીસંત હાજીપીરની દરગાહ અહીં આવેલી છે.
21). કચ્છનો “બન્ની પ્રદેશ” બન્ની પ્રકારના ઘાસ અને “ભૂંગા” પ્રકારના જુપડા માટે જાણીતો છે. આ ભૂંગાના સમૂહને “વાંઢ” કહેવાય છે.
22). કંઠીનું મેદાન – કચ્છના દરિયાકિનારાનો મેદાની પ્રદેશ કંઠીનું મેદાન કહેવાય છે.
23). વગાડનું મેદાન – બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ અથવા કચ્છના નાનારણ અને મોટારણ વચ્ચેનો પ્રદેશ વગાડનું મેદાન તરીકે ઓળખાય છે.
ભુજ
- ભુજની સ્થાપના ઇ.સ 1548માં મહારાજા શંખેગારજી દ્વારા કરવામાં આવી હતી.
- ભુજ ભુજીયા ડુંગરી તળેટીમાં વસેલું શહેર છે.
- અહીં જૂના શહેરની ફરતે ભૂજિયો કિલ્લો આવેલો છે.
- દેસલસર અને હમીરસર તળાવ શહેરને સુંદરતા બક્ષે છે.
ભુજમાં જોવાલાયક સ્થળો
1). કચ્છ મ્યુજીયમ (ગુજરાતનું સૌથી જૂનું)
2). પ્રાગમહેલ
3). આનંદકુંજ
4). અણગોરગઢ શિવ મંદિર
5). શરદબાગ પેલેસ
6). મુહમ્મદ પન્ના મસ્જિદ
7). રામસંગ માલમે બંધાવેલ આયના મહેલ
8). મહારાજ લખપતજીની સુંદર કોતરણીઓ વાળી છત્રીઓ
9). ફતેહમામદ આરબનો હજીરો ભારતી સંસ્કૃતિ દર્શન (લોકકલાનું મ્યુજીયમ)
10). પન્ના મસ્જિદ
11). સરદારબાગ પેલેસ
અંજાર
- અંજાર ખાતે જેસલ- તોરલની સમાધિ આવેલી છે.
- છરી-ચપ્પા અને સૂડીના ઉધ્યોગ માટે જાણીતું છે.
ધોળાવીરા
- ઘોળાવીરા કચ્છના ભચાઉ તાલુકામાં ખદિરબેટમાં આવેલું છે.
- અહીંથી ઇ.સ 1960માં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
- ધોળાવીરાએ સિંધુ ખીણની સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર હતું. જે ઇ.સ 1991માં ડો. બિસ્ટના સંશોધન બાદ જાણવા મળ્યું.
ધોળાવીરા માંથી મળી આવેલા અવશેષો
1). તોલમાપના સાધનો
2). અલંકારો
3). સિક્કાઓ
4). હોકાયંત્ર
5). મનોરંજનના સાધનો
રાપર
- ત્રિકમસાહેબની સમાધિ આવેલી છે.
ભદ્રેશ્વર
- પ્રાચીન કાળમાં ભદ્રાવતી તરીકે ઓળખાતું.
- જૈનોનું પવિત્ર તીર્થધામ છે.
- અહીં મહાભારત કાળની પાંડવકુંડ વાવ આવેલી છે.
- અહીં આવેલ ચોખંડા સિદ્ધરાજ જયસિંહે કોતરાવેલો એક શીલાલેખ છે.
- શેઠ જગડુશાએ જીણોદ્વાર કરાવેલ જૈન દેરાસર અહીં આવેલા છે.
માતાનો મઢ
- કચ્છના રાજવીઓના કુળદેવી આશાપુરા માતાનું મંદિર આવેલું છે.
- અહીં ગૂગળ મળી આવે છે.
માંડવી
- માંડવી રુકમાવતી નદીના કિનારે આવેલું છે.
- એશિયાનું સૌપ્રથમ વિન્ડફાર્મ આવેલું છે.
- ભારતનો એકમાત્ર “પ્રાઈવેટ બીચ” માંડવીના દરિયા કિનારે આવેલો છે.
- માંડવીમાં “વિજય વિલાસ પેલેસ” આવેલો છે.
- ટી.બીના રોગી માટે “ટી.બી સેનેટોરિયમ” આવેલું છે.
ગાંધીધામ
- દેશના વિભાજન સમયે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતો માટે આ શહેર વિકસાવમાં આવ્યું.
કંડલા
- ગુજરાતનું સૌથી મોટું બંદર છે.
- ભારતનું એકમાત્ર “મુક્ત વ્યાપાર ક્ષેત્ર” છે.
- કંડલા ઇ.સ 1965માં ભારતનું સૌપ્રથમ (SEZ – Special Economice Zone) બન્યું હતું.
મુંદ્રા
- મુંદ્રાને “કચ્છનું પેરિસ” કહેવાય છે.
- કચ્છનો “હરિયાળો પ્રદેશ” પણ કહેવાય છે.
- ‘ખારેક સંશોધન કેન્દ્ર’ અહીં આવેલું છે.
સૂથરી
ઇ.સ 1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી બલવંતરાય મહેતાનું વિમાન તૂટી પડ્યું. તેથી બળવંતરાય મહેતા અને તેમની પત્નીનું અવસાન થયું. તેની યાદમાં “બળવંત સાગર” બનાવવામાં આવ્યો છે.
કોટાચ
- અહીં કાઠીઓએ બંધાવેલ સૂર્યમંદિર આવેલું છે.
કચ્છમાં આવેલી મુખ્યનદીઓ
kutch districtમાં કુલ નાની-મોટી 97નદીઓ આવેલી છે.
1). રુકમાવતી
2). કનકાવતી
3). નાગમતી
4). ભૂખી
5). રુદ્રમાતા
6). સુવિ
7). માલણ
8). સારણ
9). ચાંગ
10). ખારી
કચ્છ જિલ્લાના અભયારણ્ય
1). કચ્છ અભયારણ્ય, તા. અબડાસા
2). સુરખાબ અભયારણ્ય, તા. રાપર
3). નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, તા. લખપત
વાવ
1). પાંડવકુંડ વાવ – ભદ્રેશ્વર
2). દુધિયા વાવ – ભદ્રેશ્વર
કચ્છ જિલ્લાની ડેરી
માધાપર ડેરી – માધવપૂર
સિંચાઇ યોજના
રુદ્રમાતા બંધ – ખારીનદી પર (કચ્છનો એક સૌથી મોટો બંધ જે ભુજ તાલુકામાં ખાવડા નજીક આવેલો છે.)
કચ્છ જીલ્લામાં આવેલા નાના-નાના આડબંધો
આડબંધો | નદી |
---|---|
પાનન્ધ્રો | કાળી |
કનકાવતી | કનકાવતી |
નાગમતી | નાગમતી |
સુવિ | સુવિ |
લખપત | નારા |
ફતેહગઢ | માલણ |
ગરજસર | પંજોરા |
કુંડ અને તળાવો
1). દેસલસર અમે હમીરસર તળાવ – ભુજ
2). નારાયણ સરોવર – કાલીકુંડ
3). ચકાસર તળાવ – શંખાસર
4). ફૂલસર તળાવ – ભદ્રેશ્વર
લોકમેળા
1). કારતક સુદ પુનમનો ગંગાજીનો મેળો, (રામપર વેકરા)
2). રવેચીનો મેળો (રાપર)
3). જખનો મેળો (કાકડભીઠમાં, નાખત્રાણા પાસે)
4). ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હજીપીરનો મેળો
સંશોધન કેન્દ્ર
1). ડેમ પામ રિસર્ચ સ્ટેશન (ખારેક સંશોધન કેન્દ્ર), મુંદ્રા
2). એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, ભચાઉ
સંગ્રહાલય
1). કચ્છ મ્યુજીયમ, ભુજ (ગુજરાતનું પ્રાચીન)
2). ગ્રામીણ લોકકલા સંગ્રહાલય, ભુજ
3). ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ
4). એ.એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય, ભુજ
બંદરો
1). કંડલા (ગુજરાતનું સૌથી મોટું)
2). કોટેશ્વર
3). જખૌ
4). માંડવી
5). મુંદ્રા
રાષ્ટ્રીય રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8(A) નવા નંબર પ્રમાણે 41, 141 અને 27 નંબર
Kutch District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
કચ્છ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો વાંચવા 👉 | Click here |