વડોદરા જિલ્લાની રચના
Vadodara Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી.
Vadodara District Taluka List
વડોદરા જીલ્લામાં 8 તાલુકા આવેલા છે.
1). વડોદરા
2). સાવલી
3). વાઘોડિયા
4). પાદરા
5). કરજણ
6). શિનોર
7). ડભોઈ
8). ડેસર
વડોદરા જિલ્લાની સરહદ
vadodara district border
ઉત્તરે | ખેડા અને પંચમહાલ જિલ્લો |
પૂર્વમાં | છોટા ઉદેપુર જિલ્લો |
દક્ષિણમાં | ભરુચ અને નર્મદા જિલ્લો |
પશ્ચિમમાં | આણંદ જિલ્લો |
વડોદરા જિલ્લા વિશેષ
1). ગુજરાતી સાહિત્યના મહાકવિ પ્રેમાનંદે વડોદરા વિષે કહેલું કે “વિરક્ષેત્ર વડોદરું”
2). મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજયમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું.
3). વડોદરાના ગોરજ ખાતે રાજયનું સૌથી પ્રાચીન મંદિર આવેલું છે.
4). પૂજ્ય શ્રી મોટા (ચુનીલાલ આશારામ ભગત) નું જન્મસ્થળ સાવલી ખાતે આવેલું છે.
5). ગુજરાતમાં ઇ.સ 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં શરૂ કર્યું હતું.
6). માલસરમાં પૂજ્ય ડોંગરેજી મહારાજનો આશ્રમ આવેલો છે.
7). મકરપૂરના GIDC આવેલી છે.
8). વિશ્વનું સૌથી પ્રથમ – શેરખી હડપ્પા સંસ્કૃતિનું અભ્યાસ કેન્દ્ર છે.
9). કાનમ પ્રદેશ – ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો મધ્યકાળી “રેગુર” પ્રકારની જમીન ધરાવતો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે.
વડોદરા શહેર
પ્રાચીન નામ : વટપુર, વટપદ્રક
- વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી અને મહેલોના શહેર તરીકે ઓળખાય છે.
- વડોદરાના વિકાસમાં સયાજીરાવ ગાયકવાડનો ખૂબ મહત્વનો ફાળો છે.
- વડોદરામાં રાધાવલ્લભ મંદિર જાણીતું છે.
- અહીનું ઈએમઇ ટેમ્પલ પણ પ્રખ્યાત છે. જ્યાં બધા ધર્મના દેવી દેવતાની મુર્તિઓ છે.
- વડોદરામાં ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન “નિષ્કલંક માતાનું” મંદિર આવેલું છે.
- વડોદરામાં ન્યાયમંદિર પાસે મુકાયેલી શહિદ ભગતસિંહની પ્રતિમા ગુજરાતમાં એકમાત્ર ભગતસિંહની પ્રતિમા છે.
- વડોદરાનું “મધ્યસ્થ ગ્રંથાલય” ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય છે.
- ગુજરાતનો સૌથી મોટો મહેલ “લક્ષ્મી વિલાસ પેલેસ” વડોદરા ખાતે આવેલો છે.
- વડોદરાનો ‘લીલો ચેવડો’ અને ‘ભાખરવડી’ પ્રખ્યાત છે.
- ગુજરાતનું સૌથી મોટું મ્યુજીયમ “વડોદરા મ્યુજીયમ એન્ડ પીકચર ગેલેરી” વડોદરામાં આવેલું છે.
- જાણીતું સૂરસાગર તળાવ અને મહારાજા ફતેસિંહ સંગ્રહાલય વડોદરામાં આવેલું છે.
- બેન્ક ઓફ બરોડનું મુખ્યમથક વડોદરા છે. જેની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે કરી હતી.
- અહીં આવેલી એમ.એસ યુનિવર્સિટીમાં મહર્ષિ અરવિંદ ઘોષ 12 વર્ષ સુધી અંગ્રેજીના શિક્ષક તરીકે રહ્યા હતા.
- એમ.એસ યુનિવર્સિટી, હંસા મહેતા સેન્ટ્રલ લાઈબ્રેરી ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી છે.
- વનરચના યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે.
- વડોદરા ખાતે 1969માં સૌપ્રથમ પેટ્રોકેમિક્લ્સ સંકૂલની સ્થાપના કરવામાં આવી છે. (IPCL – Indian Petro-Chemicals Corporation Limited)
વડોદરાની કેન્દ્રમાં આવેલા માંડવી વિસ્તારની ચારેય બાજુ ચાર દરવાજા આવેલા છે.
1). લાલપુર દરવાજો
2). પાણી દરવાજો
3). ચાંપાનેર દરવાજો
4). બરાનપૂર દરવાજો
વડોદરામાં આવેલા મહેલ
1). પ્રતાપ વિલાસ પેલેસ
2). લક્ષ્મી વિલાસ પેલેસ
3). નજરબાગ પેલેસ
4). મકરપુરા પેલેસ
ડભોઇ
પ્રાચીન નામ : દર્ભાવતી
- અહીં તેન તળાવ, બીબીની બગી, નાગેશ્વર તળાવ આવેલા છે.
- પ્રસિદ્ધ શિલ્પકાર હીરા કડિયાની “હિરા ભાગળ”ના કારણે જાણીતું છે.
- ગુજરાતી સાહિત્યમાં ગરબી માટે જાણીતા કવિ ‘દયારામ’ ની જન્મભૂમિ છે.
- અહીં 13મી સદીનો પ્રસિદ્ધ કિલ્લો આવેલો છે. જેના ચાર દરવાજા છે. 1). હીરા ભાગોળ, પૂર્વમાં 2). નાંદોરી ભાગોળ, દક્ષિણે 3). વડોદરી ભાગોળ, પશ્ચિમે 4). મહુડી ભાગોળ, ઉત્તરે
કાયાવરોહણ
જૂનું નામ : કારવણ
- પાશુપત સંપ્રદાય અને શિવના અવતાર એવા ભગવાન લકૂલીશનું મંદિર આવેલું છે.
આજવા
- પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.
- વિશ્વામિત્રી નદી પરના આજવા ડેમમાંથી વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
- આજવા ડેમ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધવ્યો હતો.
ચાંદોદ – કરનાળી
- નર્મદા નદીના કિનારે આવેલું છે. અહીં નર્મદા,ઓરસંગ અને કરજણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે.
- ‘દક્ષિણના કાશી’ તરીકે ઓળખાય છે.
- ‘પિતૃ શ્રાદ્ધ’ ની વિધિ માટે જાણીતું છે.
- અહીનું કુબેશ્વરનું મંદિર, કરનાળી મહાદેવનું મંદિર, દક્ષિણામુર્તિ મંદિર, હાડકેશ્વરનું મંદિર આવેલા છે.
માલસર
- પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.
- ડોંગરેજી મહારાજે બીલીના વૃક્ષ નીચે બેસી અહીં કથા કરી હતી.
બાજવા
- ગુજરાતમાં સૌથી વધુ રસાયણિક ખતરો બનાવવાના કારખાના અહીં આવેલા છે.
- GSFC – ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશન ની સ્થાપના અહીં કરવામાં આવી છે. (ઇ.સ 1962)
કોયલી
- ઇ.સ 1965માં ખનીજતેલ શુદ્ધિકરણ રિફાઇનરી સ્થાપવામાં આવી. (બળવંતરાય મહેતાના સમયમાં)
નારેશ્વર
- નર્મદા નદીની કાંઠે શ્રી રંગઅવધૂતનો આશ્રમ આવેલો છે.
- તેનું સાંસારિક નામ – પાંડુરંગવિઠુલ હતું 1898-1968
વડોદરા જિલ્લાની નદીઓ
1). વિશ્વામિત્રી
2). ઓરસંગ
3). હિરણ
4). ઢાઢર
5). ગોમા
6). મેસરી
ડેરી
બરોડા ડેરી – વડોદરા
યુનિવર્સિટી
1). એમ.એસ યુનિવર્સિટી બરોડા, વડોદરા
2). સુમનદીપ યુનિવર્સિટી, વાઘોડિયા
3). મંગલ ભરતી, ગોલગામડી
સંશોધન કેન્દ્ર
1). ગુજરાત કમ્યુનિકેશન્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
2). ગુજરાત અલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
3). ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
4). ગુજરાત એંજિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ
5). ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ કંપની લિમિટેડ
6). ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ આર. એન્ડ ડી. એજન્સી, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરી
7). ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ
8). ઇલેક્ટ્રીક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોશિએશન
9). પેટ્રોફિલ્સ કો-ઓપરેટિવ લિમિટેડ
કુંડ અને તળાવ
1). આજવા તળાવ – વડોદરા
2). સુરસાગર તળાવ – વડોદરા
3). મુહમ્મદ તળાવ – વડોદરા
4). તેન તળાવ – ડભોઇ
5). નાગેશ્વર તળાવ – ડભોઈ
6). દશપુરાનું તળાવ – પાદરા
વાવ
નવલખી વાવ – વડોદરા
સંગ્રહાલય
1). વડોદરા મ્યુજીયમ અને પિક્ચર ગેલેરી (ગુજરાતનું સૌથી મોટું)
2). મહારાજા ફતેહસિંહ રાવ મ્યુજીયમ
3). હેલ્થ મ્યુજીયમ
4). પુરાતત્વવિધ્યા વિષયક મ્યુજીયમ (એમ.એસ યુનિવર્સિટી)
5). મેડિકલ કોલેજ મ્યુજીયમ
રાષ્ટ્રીય રાજમાર્ગ
Vadodara District national highway
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)
વડોદરા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Vadodara District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
Important links : Gujarat na jillao