Porbandar District Gk : અહી પોરબંદર જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાની રચના, જિલ્લાની સરહદ, પોરબંદર જિલ્લા વિશેષ, જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી, પોરબંદર જિલ્લામાં આવેલી નદીઓ, અભયારણ્યો, સિંચાઇ યોજના અને જિલ્લામાં ભરાતા મેળાઓ વિશે માહિતી આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લા પરિચય
ક્ષેત્રફળ : | 2,288 (ચો.કિમી) |
જાતિ પ્રમાણ : | 950 |
શિશુ જાતિપ્રમાણ : | 903 |
કુલ સાક્ષરતા : | 75.78% |
સ્ત્રી સાક્ષરતા : | 67.75% |
પુરુષ સાક્ષરતા : | 83.45% |
ગામડાની સંખ્યા : | 149 |
પોરબંદર જિલ્લાની રચના
Porbandar Districtની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી.
આ જિલ્લાની રચના ગુજરાતનાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં કરવામાં આવી હતી.
Porbandar District Taluka List
પોરબંદર જીલ્લામાં 3 તાલુકા આવેલા છે.
1). પોરબંદર
2). રાણાવાવ
3). કુતિયાણા
ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા પોરબંદર અને ડાંગ જિલ્લામાં આવેલા છે. (3)
પોરબંદર જિલ્લાની સરહદ
ઉત્તરે | રાજકોટ અને જામનગર જિલ્લો |
પૂર્વમાં | જુનાગઢ જિલ્લો |
દક્ષિણમાં | અરબસાગર |
પશ્ચિમમાં | દેવભૂમિ દ્વારિકા |
પોરબંદર જિલ્લા વિશેષ
1). પોરબંદરનો ઉલ્લેખ ધુમલીના 10મી સદીના તામ્રપત્રમાં ‘પૌરવેલા કુળ’ તરીકે થયો છે.
2). પોરબંદર 13મી સદીમાં પાળીયા અને શીલાલેખ માટે જાણીતું શહેર હતું.
3). પોરબંદરમાં સૌપ્રથમ 9મી સદીમાં જેઠવા વંશના શાસકો શાસન કરતાં હતા. તેનો વિસ્તાર બરડો ડુંગર અને હાલારના કેટલાક ભાગમાં સીમિત હતો.
4). મગફળીની ખેતી માટે જાણીતો “ઘેડ પ્રદેશ” નો મોટોભાગ પોરબંદર જીલ્લામાં આવેલો છે. (રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં)
5). આ જીલ્લામાં ડોલો માઈટની ખાણો આવેલી છે.
6). ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ નાનું અભ્યારણ્ય પોરબંદરનું પક્ષી અભ્યારણ્ય છે.
7). પોરબંદરનું મોછા ગામ “બાયોવિલેજ ગામ” જાહેર કરવામાં આવ્યું છે.
8). પોરબંદર એ ગુજરાતનું એકમાત્ર બેકવોટર ધરાવતું બંધર છે
9). પોરબંદરના દરિયા કિનરા પાસેથી ચૂનાનો પથ્થર અને ચુનાયુક્ત રેતી મળે છે.
10). LPG ગેસની આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર પોરબંદર છે.
11). પોરબંદર જિલ્લાનું કુતિયાણા ભાદર નદીના કિનારે વસેલું છે.
પોરબંદર શહેર
>> સ્કંધપુરાણમાં તેનો ઉલ્લેખ ‘સુદામાપૂરી’ તરીકે થયેલો છે.
>> પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> ગાંધીજીનું જન્મસ્થળ જે કિર્તિ મંદિર તરીકે ઓળખાય છે. જ્યાં ઉધોગપતિ નાનજીભાઇ કાલિદાસે ગાંધીજીના આયુષ્ય 79 વર્ષ મુજબ 79 ફૂટ ઊંચું બંધાવ્યું છે.
>> આ ઉપરાંત નાનજીભાઇ કાલિદાસે બંધાવેલ ‘નહેરુ પ્લેનેટોરિયમ’ અને ‘ભારત મંદિર’ જોવાલાયક છે.
>> સમગ્ર ભારતનું એકમાત્ર સુદામાનું મંદિર અહીં આવેલું છે.
>> વર્ષ 2018માં ગુજરાતમાં સૌપ્રથમ ‘બોટ એમ્બ્યુલન્સ’ની શરૂઆત પોરબંદર ખાતેથી થઈ હતી.
>> સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રિવર ફ્રન્ટનું નિર્માણ તેમજ ‘શિશુ સ્વાગત કેન્દ્ર’ ની શરૂઆત પોરબંદરમાં કરવામાં આવી હતી.
>> પોરબંદર ખાતે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ આવેલું છે.
>> ગાંધીનગરમાં આવેલું ઉદયભાણસિંહજી રિજીયોનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેંટનું નામ પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજી પરથી રાખવામા આવ્યું છે.
રાણાવાવ
>> રાણાવાવમાં “હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ” નું કારખાનું આવેલ છે. જે સફેદ સિમેન્ટ બનાવે છે.
>> રંગરસાયણ ઉદ્યોગમાં વપરાતું ચોકમાટી ખનીજ માત્ર રાણાવાવ તાલુકામાંથી મળી આવે છે.
>> અહીં જાંબુવતની ગુફા આવેલી છે. જ્યાં ભીમ અગિયારસના દિવસે મેળો ભરાય છે.
>> રાણાવાવ તાલુકામાં જાડેશ્વર મહાદેવ અને બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
>> રાણાવાવ તાલુકામાં ખંભાળાનો મહેલ આવેલો છે.
મિયાણી
>> એક સમયનું સમૃદ્ધ બંદર હતું. અહીં હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે.
>> અહીં દર વર્ષે ઘેડનો મેળો ભરાય છે.
માધવપુર
>> અહીં માધવપુરનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં શ્રીક્રુષ્ણએ રુકમણી સાથે લગ્ન કર્યાનું માનવામાં આવે છે.
>> માધવપૂર બીચને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
>> માધવપૂરના દરિયાકિનારે કાચબા માટેનું સંવર્ધન સ્થળ આવેલું છે.
બરડો ડુંગર
- આ ડુંગર પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાને અલગ પાડે છે.
- બરડા ડુંગરની સૌથી ઊંચી ટેકરી આભપરા છે. અને મહત્વનુ શિખર વેણુ છે.
- બરડા ડુંગર પાસે ખાંભળાનો મહેલ આવેલો છે.
- આ ઉપરાંત ખંભાળા અને ફોદાળા તળાવ પણ આવેલા છે.
- કારતક માસમાં ગિરનારની પરિક્રમાની જેમ બરડા ડુંગરની પણ પરિક્રમા કરવામાં આવે છે. જેનો આરંભ કારતક સુદ ત્રીજના દિવસે જાંબુવન ગુફા પાસેથી થાય છે. જેનું કુલ અંતર 93 કી.મી છે.
પોરબંદર જિલ્લાની મુખ્ય નદીઓ
1). ભાદર
2). ઓઝત
3). મિણસર
- ભાદર અને મીણસર એ પોરબંદર જિલ્લાની મુખ્ય નદીઓ છે.
અભયારણ્ય
1). પોરબંદર પક્ષી અભયારણ્ય, (તા. પોરબંદર)
સ્થાપના : 1988માં
>> ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે.
2). બરડા સિંહ અભયારણ્ય, (તા. રાણાવાવ)
સ્થાપના : ઇ.સ 1979માં
>> આ અભયારણ્ય સ્થાપવાનો હેતુ એશિયાઇ સિંહોનું નિવાસસ્થાન એવું ગીર જ્યાં કોઈ રોગચાળો કે કુદરતી આફતો સર્જાય તો આ સિંહોનું અહીં જતન કરવા માટેનો હતો.
સંગ્રહાલય
- ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયયલ મ્યુઝિયમ (પોરબંદર)
લોક મેળો
1). માધવરાયનો મેળો, (માધવપુર)
>> આ મેળો ચૈત્ર સુદ નોમથી તેરસ સુધીમાં ભરાય છે.
સિંચાઇ યોજના
1). અમીપૂર ડેમ : (ઓઝત નદી) : કુતિયાણા તાલુકામાં આવેલો આ ડેમ માટીમાંથી બનેલો એશિયાનો સૌથી મોટો ડેમ છે.
2). કલિન્દ્રી ડેમ : કુતિયાણા તાલુકામાં સ્થિત આ ડેમ કલીન્દ્રી નદી પર બાંધવામાં આવ્યો છે.
બંદરો
1). નવી બંદર
2). પોરબંદર
જિલ્લાના લોક નૃત્ય
1). મેર નૃત્ય : પોરબંદર જિલ્લાના મેર જાતિના લોકોનું જાણીતું નૃત્ય છે.
2). મણીયારા રાસ
વાવ-તળાવ-કુંડ
ખંભાળા તળાવ | તા. રાણાવાવ |
ફોદાળા તળાવ | તા. રાણાવાવ |
કદમ વાવ | તા. પોરબંદર |
કદમકુંડ | તા. પોરબંદર |
રેવતી કુંડ | તા. પોરબંદર |
રાષ્ટ્રીય રાજમાર્ગ
1). રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (E) (નવો નંબર -51)
2). રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (B) (નવો નંબર -27)
પોરબંદર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ (MCQ) 👉 | click here |
અન્ય જિલ્લા વિષે વાંચો
👉 ગીર સોમનાથ જિલ્લાની વિસ્તૃત માહિતી |
👉 જામનગર જિલ્લાની વિસ્તૃત માહિતી |
👉 ભાવનગર જિલ્લાની વિસ્તૃત માહિતી |
👉 બોટાદ જિલ્લાની વિસ્તૃત માહિતી |
Porbandar District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.