Join our WhatsApp group : click here

Gir Somnath District | ગીર સોમનાથ જિલ્લા પરિચય

Gir Somnath District : અહીં ગીર સોમનાથ જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાની રચના, ગીર સોમનાથ જિલ્લાની સરહદ, ગીર સોમનાથ જિલ્લા વિશેષ, જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી, ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય નદીઓ, અભયારણ્ય, લોકનૃત્ય, સંશોધન કેન્દ્ર અને સિંચાઇ યોજના વિશે જાણીશું. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ગીર સોમનાથ જિલ્લાની રચના

Gir Somnath Districtની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાની રચના સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્રભાઈ મોદી હતા.

મુખ્ય મથક : વેરાવળ

Gir somnath District Taluka List

ગીર સોમનાથ જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). વેરાવળ

2). ઉના

3). તાલાલા

4). સુત્રાપાડા

5). તાલાલા

6). ગીર ગઢડા

ગીર સોમનાથ જિલ્લાની સરહદ

ઉત્તરેજુનાગઢ જિલ્લો
પૂર્વમાંઅમરેલી જિલ્લો
દક્ષિણમાંઅરબ અગર
પશ્ચિમમાંઅરબ સાગર
Gir Somnath District

ગીર સોમનાથ જિલ્લા વિશેષ

1). જુનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ લીલી નાઘેર તરીકે ઓળખાય છે. જેનો મોટો ભાગ ગીર સોમનાથ જીલ્લામાં આવે છે.

2). અમરેલી જિલ્લાના જાફરાંબાદમાં પણ લીલી નાઘેરનો થોડા પ્રમાણમાં હિસ્સો આવેલો છે.

3). ગીર સોમનાથ જિલ્લામાં શાણા અને તુલશીશ્યામ ડુંગર આવેલો છે.

4). ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ થી ઓખા (દેવભૂમિ દ્વારકા જિલ્લો) સુધીના દરિયાકિનારામાં વ્હેલ અને શાર્ક માછલી જોવા મળે છે.

5). ગુજરાતમાં મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર કમલેશ્વર ડેમ હિરણ નદી પર આવેલું છે.

6). કેસર કેરીનાં ઉત્પાદનમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

7). ગીરની કેસર કરીને 2011માં GI ટેક આપવામાં આવ્યો છે.

8). ગીર સોમનાથ જિલ્લામાંથી 51 (નવો) નંબરનો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે.

વેરાવળ

પ્રાચીન નામ : વેરાકુળ

>> ગુજરાતના સૌથી મોટા મત્સ્યકેન્દ્ર તરીકે વેરાવળને ઓળખવામાં આવે છે.

>> શાર્ક ઓઇલ પ્લાન્ટ અહી આવેલો છે.

>> વેરાવળમાં ફિશરીઝ કોલેજ આવેલી છે.

>> વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં સિંધુ સભ્યતાની વસાહતના બે સ્તર મળ્યા છે.

સોમનાથ મંદિર

>> વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલું છે.

>> ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.

>> અહીં ત્રિવેણી સંગમ થાય છે. (હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો)

>> સોમનાથ મંદિર સૌપ્રથમ ચંદ્રએ ચાંદીનું, શ્રીક્રુષ્ણએ સુખડનું અને ભીમદેવ પહેલા અને કુમારપાળે પથ્થરનું બંધાવ્યું હતું.

>> ભીમદેવ બીજાએ આ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો.

>> સોમનાથની યાત્રાનો જજીયાવેરો મીનળદેવીએ સિદ્ધરાજ જયસિંહ પાસે નાબૂદ કરાવ્યો હતો.

>> મહંમદ ગઝની, અલ્લાઉદ્દીન ખીલજી, અફઝલ ખાં, મુજફ્ફર શાહ બીજો, ઔરંગઝેબ જેવાએ મંદિરને લૂટયું અને તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

>> લાઠીના રાજવી હમીરજી ગોહિલ સોમનાથનું રક્ષણ કરતાં કરતાં વીરગતિ પામ્યા હતા.

>> સોમનાથ મંદિરના રક્ષણ અર્થે શહિદ થયેલા હમીરજી ગોહિલ, વેગડા ભીલ અને તેના મિત્રોની પ્રતિમાઓ સોમનાથ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલ છે.

>> વર્તમાન સોમનાથ મંદિરનો શિલાન્યાસ ઇ.સ 1951માં ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવ્યો હતો.

>> આ મંદિરનો મુખ્ય દરવાજો દિગ્વિજય દ્વાર (જામનગરના રાજવીના નામ પરથી) ઓળખાય છે.

>> સોમનાથ મંદિરના મુખ્ય સ્થપિત પ્રભાશંકર સોમપૂરા હતા.

>> સોમનાથ મંદિરનું નિર્માણ વેસર શૈલી (પશ્ચિમી ચાલુક્ય શૈલી) અને નાગર શૈલીમાં થયેલું છે. 

>> ભારતના જળશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2019માં ‘શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થસ્થળ’ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

>> સોમાનાથ ખાતે કારતક માસની પૂનમે મેળો ભરાય છે.

ભાલકા તીર્થ

>> ભાલકા તીર્થ વેરાવળમાં આવેલું છે.

>> આ તીર્થ સ્થળ કપિલા, સરસ્વતી અને હિરણ નદીનો સંગમ સ્થાન થાય છે.

>> ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીક્રુષ્ણ પીપળાના વૃક્ષ નીચે આરામ કરતાં હતા ત્યારે ‘જરા’ નામના પારધીના તીર વાગવાથી ભગવાન શ્રીક્રુષ્ણએ દેહનો ત્યાગ કર્યો.

>> ભગવાન શ્રીક્રુષ્ણના જ્યાં અગ્નિસંસ્કાર થયા તે સ્થળને ‘દેહોત્સર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

>> અહી ‘મોક્ષ પીપળો’ આવેલો છે.

ઉના

>> વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે.

>> ઉના તાલુકાના અહેમદપૂર ખાતે સમુદ્ર કિનારે અહમદપૂર માંડવી બીચ આવેલો છે.

>> ગુજરાત સરકાર દ્વારા અહમદપૂર માંડવી બીચને દીવ ટાપુ સમકક્ષ વિકસાવવામાં આવી રહ્યો છે.

>> ઉના તાલુકાના શાણા વાંકીયા ગામ પાસે રૂપણ નદીના કિનારે શાણાં વાંકીયા ડુંગર પર 62 ગુફાઓ આવેલી છે.

>> ઉના-તુલશીશ્યામ રોડ પર ‘ભીમચાસ’ આવેલું છે. લોકકથા મુજબ કુંત્તિ માતાની તરસ છિપાવવા માટે ભીમે અહીં પગ મારી પાણી કાઢ્યું હતું.     

>> અહમદપૂર માંડવી પાસે આવેલ પ્રાચીન તીર્થસ્થાન ગુપ્તપ્રયાગમાં રાજાજીનું મંદિર આવેલું છે.

>> ઉના તાલુકામાં કોચરીવાવ આવેલી છે.

કોડીનાર

>> કોડીનાર “શીંગવડુ” નદીના કિનારે આવેલું છે.

>> કાજ નાનવાડા નામની ઇકો ટુરિઝમ સાઇટ કોડીનારના દરિયાકિનારે આવેલ આદ્રભૂમિ છે.

>> આ આદ્રભૂમિને BNHS (Bombay Natural History Society) દ્વારા મહત્વનો પક્ષી સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

>> કોડીનારમાં ‘હાઇટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રિઝ’ માં પોર્ટલેન્ડ અને ઓઇલવેવ સિમેન્ટનું ઉત્પાદન થાય છે.

>> કોડીનાર તાલુકાના વડનગરમાં ‘અંબુજા સિમેન્ટ’ નું કારખાનું છે, જેથી વડનગરને ‘અંબુજાનગર’ તરીકે ઓળખવામાં આવે છે.

>> કોડીનારમાં ખાંડના કારખાના આવેલા છે. 

સુત્રાપાડા

>> સુત્રાપાડા તાલુકાના પ્રાચીન તીર્થ પ્રાચી આવેલું છે. તે પિતૃતર્પણની વિધિ માટે જાણીતું છે.

 >> અહી ચ્યવન ઋષિ અને ભૃગુ ઋષિનો આશ્રમ આવેલો છે.

>> પ્રાચી તીર્થ માટે “સો વાર કાશી અને એકવાર પ્રાચી” કહેવત પ્રચલિત છે.

>> સુત્રાપાડામાં ‘ગુજરાત આલ્કલીઝ એંડ કેમિકલ્સ લિમિટેડનું સોડા એશ અને કોસ્ટિક સોડા’ બનાવવાનું કારખાનું આવેલું છે.  

તાલાળા

>> તાલાળા તાલુકાના જાંબુર ગામ ખાતે આફ્રિકાથી આવેલી “સિદ્દી પ્રજા” વસેલી છે. જેથી આ ગામને “મિનિ આફ્રિકા” તરીકે ઓળખવામાં આવે છે.

>> સીધી લોકોનું ધમાલ નૃત્ય જાણીતું છે.

>> ગીર અભયારણ્યના વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે તાલાળા તાલુકામાં કુમલેશ્વર ગામ પાસે હિરણ નદી પર બંધ બંધવામાં આવ્યો છે.

ગીર ગઢડા

>> ગીર ગઢડા તાલુકામાં અમરેલી જિલ્લાની સરહદે તુલશીશ્યામ તીર્થસ્થળ આવેલું છે. અંહી ભગવાન તુલશીશ્યામનું મંદિર આવેલ છે.

>> ભગવાન તુલશીશ્યામનું આ મંદિર જુગલ રાયચંદે બંધાવ્યું હતું.

>> અહીં ગરમ પાણીના 7 કુંડ આવેલા છે. જેને સ્કંદપુરાણમાં ‘તત્પોદક’ તરીકે ઓળખાવ્યા છે.

>> ગીર ગઢડા તાલુકામાં શીંગવડો નદી પર ઝમઝીરનો ધોધ આવેલો છે.

>> ઝમઝીરના ધોધ પાસે ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ અને માતા રેણુકાનો આશ્રમ આવેલો છે.

>> ગીર ગઢડા તાલુકાનું બાણેજ ગામ ગુજરાતનું એકમાત્ર મતદાતા ધરાવતું મતદાન મથક હતું. પણ ત્યાં રહેતા ભરતદાસ બાપુના અવસાન તથા તે સમાપ્ત થયું.

>> પ્રાચીન લોકકથા મુજબ માતા કુંત્તિને તરસ લાગતાં અર્જુને જમીન પર બાણ મારી ગંગાને પ્રગટ કરી હતી. તેથી બાણેજને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે.

અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર અભયારણ્ય

સ્થાપના : ઇ.સ 1963

ગીર અભયારણ્ય ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં વિસ્તરેલું છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

સ્થાપના : ઇ.સ 1975

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં અને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણગીર સુધી વિસ્તરેલું છે.

સાસણગીર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે.

એશિયાઇ સિંહોનું વૈજ્ઞાનિક નામ : પેંથેરા લિઓ

સંશોધન કેન્દ્ર

1). ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાયરન્મેંટ રિસર્ચ ફાઉન્ડેશન, સાસણગીર

2). રિજનલ સ્યૂગરકેન રિસર્ચ સ્ટેશન, કોડીનાર

જિલ્લાની મુખ્ય નદીઓ

1). મછુંદ્રી

2). શિગવડો

3). ધાતરવાડી

4). દેવકા

5). રાવળ

6). સોમનાથ

7). હિરણ

8). કપિલા

9). સરસ્વતી

નદી કિનારે વસેલા શહેરો

નદીનું નામ કિનારે વસેલું શહેર
શિંગવાડો નદીકોડીનાર
દેવકાવેરાવળ
મછુંદ્રીઉના
હિરણતાલાળા
Gir Somnath District

સિંચાઇ યોજના

ડેમનું નામનદીતાલુકો
હિરણ-1 (કમલેશ્વર)હિરણતાલાળા
હિરણ -2હિરણતાલાળા
શિંગવડો ડેમશીંગવડોગીરગઢડા
મછુંદ્રી ડેમમછુંદ્રીગીરગઢડા
રાવળ ડેમરાવળગીરગઢડા

કુંડ અને તળાવ

1). તુલસીશ્યામ કુંડ

2). બ્રહ્મકુંડ (કોડીનાર તાલુકો)

3). ત્રિવેણી કુંડ (ઉના તાલુકો)

4). ગુપ્તપ્રયાગ કુંડ (ઉના તાલુકો)

5). પ્રાચી કુંડ (સુત્રાપાડા તાલુકો)

6). ચ્યવન કુંડ (સુત્રાપાડા તાલુકો)

4). સોમ્ય સરોવર (સોમનાથ)

બંદરો

Gir somnath District Port

1). વેરાવળ

2). નવાબંદર

3). રાજપરા

4). મઢવડ        

5). રાજપરા (સૈયદ), ઉના

યુનિવર્સિટી અને સંગ્રહાલય

1). શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ (2005)

2). પ્રભાસ પાટણ મ્યુજીયમ, સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાનું લોકનૃત્ય

1). ધમાલ નૃત્ય

>> ધમાલ નૃત્યને મશીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> ધમાલ નૃત્ય સિદ્દી કોમનું નૃત્ય છે.

>> સિદ્દી પ્રજા મૂળ આફ્રિકાની છે. જે 16મી સદીમાં પોર્ટુગિઝોની સાથે આફ્રિકાથી આવીને વસ્યા છે.

>> આફ્રિકાની આદિ સંસ્કૃતિનું જો કોઈ વિશેષ તત્વ જળવાયુ હોય તો તે સિદ્દીઓનું ધમાલ નૃત્ય છે.

>> આ નૃત્યમાં નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટાળીને તેને તાલબદ્ધ રીતે ખખડાવે છે. તેને ‘મશીરા’ કહે છે.     

>> સામાન્ય રીતે સિદ્દીઓ પીર સાહેબના વાર તહેવારે, ગુરુવારના દિવસે અને દર મહિનાની અગિયારસને સુદ બીજના દિવસે ધમાલ નૃત્ય કરે છે.

>> આ પ્રસંગે વગાડવામાં આવતો મોટો ઢોલ ‘મૂશિરા’ નાની ઢોલકીને ‘ધમાલ’ અને સ્ત્રીઓના વાજિંત્રોને ‘સેલાની (માયમિસરા)’ કહેવામા આવે છે.

અન્ય જિલ્લા વિશે વાંચો

👉 ખેડા જિલ્લાની વિસ્તૃત માહિતી
👉 પોરબંદર જિલ્લાની વિસ્તૃત માહિતી
👉 પંચમહાલ જિલ્લાની વિસ્તૃત માહિતી
👉 અરવલ્લી જિલ્લાની વિસ્તૃત માહિતી
Gir Somnath District

Gir Somnath District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarat na jillao

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!