Join our WhatsApp group : click here

Arvalli District | અરવલ્લી જિલ્લા પરિચય

Arvalli District : અહીં અરવલ્લી જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાની રચના, અરવલ્લી જિલ્લાની સરહદ, જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી, જિલ્લામાં આવેલી નદીઓ, સિંચાઇ યોજના, નેશનલ હાઇવે અને નદી કિનારે વસેલા શહેરોના નામ આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાની રચના

Arvalli Districtની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી.

અરવલ્લી જિલ્લાની રચના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના કાર્યકાળમાં થઈ હતી.

અરવલ્લી જિલ્લાની સ્થાપના સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી હતી.

મુખ્યમથક : મોડાસા

Arvalli District Taluka List

અરવલ્લી જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). ભિલોડા

2). મોડાસા

3). મેઘરાજ

4). ધનસુરા

5). માલપુર

6). બાયડ

અરવલ્લી જિલ્લાની સરહદ

ઉત્તરેરાજસ્થાન રાજય
પૂર્વમાંમહીસાગર જિલ્લો
દક્ષિણમાંગાંધીનગર અને ખેડા જિલ્લો
પશ્ચિમમાંસાબરકાંઠા જીલ્લો
Arvalli District

અરવલ્લી જિલ્લા વિશેષ

>> અરવલ્લી જિલ્લાનું નામ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીની પર્વતમાળા પરથી રાખવામા આવ્યું છે.

>> અરવલ્લી જિલ્લામાં પિંગલા અને મેશ્વો નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે.

>> અરવલ્લી જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે.

>> અરવલ્લી ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.  

મોડાસા

>> રાજા બતડ વખતનું “મહુડાસુ” એટલે આજનું મોડાસા. જેનો ઉલ્લેખ 15મી સદીમાં કવિ પદ્મનાભે કાન્હડદે પ્રબંધમાં કર્યો છે.

>> પ્રાચીનકાળમાં “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે.

>> મોડાસા તાલુકામાં બારરોલ ખાતે આવેલું મહાદેવ ગ્રામ ‘મીની રાજઘાટ’ તરીકે ઓળખાય છે. અહી શીતળાઈ ડુંગર પાસે ઝૂમર અને મેશ્વો નદીના સંગમ સ્થાને ગાંધીજીના અસ્થિ વિસર્જન કરીને ગાંધી સ્મારક બનાવામાં આવ્યું છે.

>> દેવાયત પંડિતનું સમાધિ સ્થળ ‘દેવરાજ ધામ’ મોડાસા તાલુકાનાં બાજકોટ ખાતે આવેલું છે.

>> મોડસા તાલુકામાં માઝમ નદીના કિનારે ગેબી નામના સ્થળે પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે.  

>> વણઝારી વાવ અને હિરવાવ મોડાસામાં આવેલ છે.

>> મોડાસા અને મેઘરજ વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે.

>> અહીં સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે.

>> મોડાસામાં માઝમ નદી પર માઝમ બંધ બાંધવામાં આવ્યો છે.

>> અહીં લાકડાના ફર્નિચરનો ઉધ્યોગ વિકસ્યો છે.

ભિલોડા

>> ભિલોડા તાલુકામાં મહારાજા ભોજનો ટિંબો આવેલો છે.

>> ગુજરાત સરકાર દ્વારા બુદ્ધ સર્કિટ તરીકે વિકસાવેલ ‘દેવની મોરી’ ભિલોડા તાલુકામાં આવેલું છે.

>> અહીંથી ભગવાન બુદ્ધના દાંતના અવશેષો અને ક્ષત્રપકાલીન બૌદ્ધ સ્તૂપ, ઇટેરી સ્તૂપ, ગૌતમ બુદ્ધની પ્રતિમા પ્રાપ્ત થઈ છે.

>> ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ ભિલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. (બામણા ગામ 2013 પહેલા સાબરકાંઠા જિલ્લામાં હતું)

>> ભિલોડા તાલુકામાં મઉ ગામે આવેલ પ્રાચીન ભવનાથ મંદિર ભૂગુકુંડને કારણે જાણીતું છે. આ કુંડમાં સ્નાન કરવાથી કોઢનો રોગ મટે તેવી માન્યતા છે.  

>> કિર્તિસ્તંભ સાથેનું દિંગબર જૈનોનું જૈન મંદિર મહત્વનુ યાત્રાધામ છે.

શામળાજી

પ્રાચીન નામ : ગદાધરપૂરી

>> શામળાજી ભિલોડા તાલુકામાં આવેલું છે.

>> શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું છે.

>> હાથીઓના દરવાજાના પ્રવેશદ્વારવાળું મંદિર ગદાધર મંદિર તરીકે ઓળખાય છે. જેમાં ભગવાન વિષ્ણુની ગદાધારણ કરેલી મુર્તિ છે. આ મંદિરનું નિર્માણ ચાલુક્ય શૈલીમાં થયું છે.

>> અહીં શ્યામલવન આવેલું છે. વર્ષ 2009માં 60માં વન મહોત્સવ દરમિયાન શામળાજી ખાતે ‘શ્યામલ વન’ ની સ્થાપના થઈ હતી. (તે સમયે સાબરકાંઠા જિલ્લાનો ભાગ હતું. 2013થી અરવલ્લી જિલ્લાનો ભાગ બન્યું.)

>> અહીં કર્માબાઈનું તળાવ આવેલું છે.

>> શામળાજીના ડુંગરો અરવલ્લી ગિરિમાળાનો એક ભાગ છે. જેમાં બાંધકામ માટેના પથ્થર અને થોડા પ્રમાણમા ફાયરકલે મળી આવે છે. 

બાયડ

>> બાયડ તાલુકાના ડાભા ગામ પાસે વાત્રક નદી પર ‘ઝાંઝરી નો ધોધ’ આવેલો છે. જેને ઝાંઝરી ધરો અથવા ભગીયો ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> અહીં ગંગા માતાનું મંદિર આવેલું છે.

અરવલ્લી જિલ્લાની નદીઓ

1). વાત્રક

2). મેશ્વો

3). હાથમતી

4). માઝમ

5). સાકરી

6). ઇન્દ્રાસી

અરવલ્લી જિલ્લાના નદી કિનારે વસેલા શહેરો

શહેર નદીનુંનામ
ભિલોડા :હાથમતી (બીજુનામ :કિરાત કન્યા)
શામળાજી :મેશ્વો
મોડાસા :માઝમ
માલપૂર :વાત્રક

અરવલ્લી જિલ્લામાં ભરાતા લોકમેળાઓ

1). શામળાજીનો મેળો

  • કારતક સુદ અગિયારસથી શરૂ થઇ 21 દિવસ ચાલે છે.
  • આ મેળો શામળાજીમાં પિંગળા અને મેશ્વો નદીના કિનારે ભરાય છે.
  • ગુજરાતનાં આદિવાસી સમાજનો આ સૌથી મોટો મેળો છે.

2). ગાંધીઘેરનો મેળો

  • ફાગણ વદ પાંચમના દિવસે ભરાય છે.
  • આ મેળો સર્વોદય આશ્રમ ખાતે ભરાય છે.

વાવ

1). હીરૂ વાવ

2). વણઝારી વાવ

કુંડ અને તળાવ

1). કર્માબાઈ તળાવ – શામળાજી

2). દેસણનો ભૂગુ કુંડ – ભિલોડા

અરવલ્લી જિલ્લાની સિંચાઇ યોજના

1). માઝમ બંધ – માઝમ નદી પર, મોડાસા

2). શ્યામસરોવર બંધ – મેશ્વો નદી પર, શામળાજી

3). હાથમતી બંધ – હાથમતી નદી પર, ફતેપુર (તા. ભિલોડા)

4). વાત્રક બંધ – વાત્રક નદી પર, માલપુર

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)

અરવલ્લી જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

અન્ય જિલ્લા વિશે વાંચો

👉 ખેડા જિલ્લા પરિચય
👉 મહીસાગર જિલ્લા પરિચય
👉 દાહોદ જિલ્લા પરિચય
👉 જુનાગઢ જિલ્લા પરિચય

Arvalli District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!