Aravalli jilla na gk question : અહીં અરવલ્લી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપેલા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Aravalli jilla na gk question
1). અરવલ્લી જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ? : 15 ઓગસ્ટ 2013
2). કયા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો બનાવવામાં આવ્યો ? : સાબરકાંઠા
3). અરવલ્લી જિલ્લાની રચના કરનાર મુખ્યમંત્રી ? : નરેંદ્ર મોદી
4). અરવલ્લી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (મોડાસા, ભિલોડા, ધનસુરા, માલપૂર, મેઘરજ, બાયડ)
5). અરવલ્લી જિલ્લાની ઉત્તરે કયા રાજયની સીમા આવેલી છે ? : રાજસ્થાન
6). અરવલ્લી જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : મહીસાગર
7). અરવલ્લી જિલ્લાના દક્ષિણમાં કયા જિલ્લાઓ આવેલા છે ? : ગાંધીનગર અને ખેડા
8). અરવલ્લી જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : સાબરકાંઠા
9). અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : મોડાસા
10). મોડાસાનું પ્રાચીન નામ ? : મહુડાસુ
11). મોડાસામાં કયા કાળની દરગાહો અને હજીરા આવેલા છે ? : સલ્તનત કાળ
12). અરવલ્લી જિલ્લાનું પ્રસિદ્ધ તીર્થધામ શામળાજી કઈ નદીના કિનારે આવેલુ છે ? : મેશ્વો
13). શામળાજીના મંદિરમાં કઈ પ્રાચીન શૈલી જોવા મળે છે ? : ચૈલૂકય શૈલી
14). લાકડાના ફર્નિચરના ઉદ્યોગ માટે જાણીતું અરવલ્લી જિલ્લાનું સ્થળ ? : શામળાજી
15). શામળાજીમાં કયા દિવસે મેળો ભરાય છે ? : કાર્તિકી પુર્ણિમાના દિવસે
16). અરવલ્લી જિલ્લામાં કેટલી વાવ આવેલી છે ? : 2 (હીરુ અને વણઝારી વાવ)
17). કર્માબાઈ તળાવ કયા આવેલું છે ? : શામળાજી નજીક
18). અરવલ્લી જિલ્લામાં દિગંબર જૈનોનું મંદિર કયા આવેલું છે ? : ભિલોડા
19). દેવની મોરી પાસે બૌદ્ધસ્તૂપ આવેલો છે, તે કયા સમયનો છે ? : ક્ષત્રપ સમયનો
20). અરવલ્લી જિલ્લામાં કેટલા સ્તૂપ આવેલા છે ? : 2 (બૌદ્ધ સ્તૂપ, ઇટેરી સ્તૂપ)
અરવલ્લી જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |