Join our WhatsApp group : click here

Junagadh district | junagadh jillo | જુનાગઢ જિલ્લાનો પરિચય

જૂનાગઢ જિલ્લાની રચના

Junagadh districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.

“સોરઠ” તરીકે ઓળખાતો પ્રદેશ. ગિરનારનો દક્ષિણ દરિયાકિનારા સુધીનો ભાગ સોરઠ કહેવાય છે.

junagadh district taluka

જુનાગઢ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે.

1). જુનાગઢ શહેર

2). જુનાગઢ ગ્રામ્ય

3). કેશોદ

4). માંગરોળ

5). માણાવદર

6). માળીયા

7). વંથલી

8). ભેંસાણ

9). વિસાવદર

10). મેંદરડા

junagadh district border

ઉત્તરેરાજકોટ જિલ્લો
પૂર્વમાંઅમરેલી જિલ્લો
દક્ષિણમાંગીર સોમનાથ જિલ્લો અને અરબ સાગર,
પશ્ચિમમાંપોરબંદર જિલ્લો
junagadh district border

જુનાગઢ જિલ્લા વિશેષ

1). મગફળીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

2). જૂનાગઢને “વાડીઓનો જિલ્લો” કહેવાય છે.

3). ગુજરાતનાં સૌથી વધુ કૂવા જૂનાગઢમાં આવેલા છે.

4). ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર જૂનાગઢમાં આવેલો છે. (ગિરનાર પર્વત બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે.)

5). મહંમદ બેગડાએ બે ગઢ જીત્યા તે પૈકી એક જુનાગઢ હતું. (એક પાવાગઢ)

6). જુનાગઢ જિલ્લાનું એક માત્ર એરપોર્ટ કેશોદમાં આવેલું છે.

જુનાગઢ શહેર

પ્રાચીન નામ : ગિરિનગર, રેવંત, જીર્ણદુર્ગ, કારણકુંજ, ચંદ્રકેતપૂર

  • જુનાગઢ શહેર ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું છે.
  • અશોકના શિલાલેખ મુજબ અહી ઇ.પૂ 322 થી 298 ના ચન્દ્ર્ગુપ્ત મૌર્યના સુબા પુષ્પમિત્ર એ સ્વર્ણસિકતા નદી પર સુદર્શન તળાવ બંધાવ્યું હતું.
  • કર્નલ ટોડે અશોકના શિલાલેખની શોધ કરી હતી.
  • અહી અશોકનો શિલાલેખ, મહાક્ષત્રપ, રુદ્રદામા, સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે.
  • મહેમુદ બેગડાએ જુનાગઢ જીતીને તેનું નામ “મુસ્તુફાબાદ” નામ રાખ્યું હતું?
  • પ્રદેશિક મરઘા સંવર્ધન કેન્દ્ર જુનાગઢમાં આવેલું છે.
  • હસ્તકલા ઉધોગની સંસ્થા “રૂપાયતન” જુનાગઢમાં આવેલી છે.
  • ઉપરકોટમાં રાણકદેવીનું મંદિર આવેલું છે.
  • જુનાગઢ “સાધુઓના પિયર” તરીકે ઓળખાઈ છે.
  • નરસિંહ મેહતા જુનાગઢમાં રહ્યા હતા. આથી અહીં નરસિંહચોરો આવેલો છે. 
  • આ ઉપરાંત અડીકડી વાવ, નવઘણ કૂવો, સકકરબાગ પ્રાણી સંગ્રાલહય, હીરા માણેકની તોપ, દરબાર હૉલ મ્યુજીયમ, બૌદ્ધગુફા જેવા ઐતિહાસિક સ્થળો અંહી આવેલા છે.

ગિરનાર પર્વત

પ્રાચીન નામરૈવતક

ઊંચાઈ – 1117 મીટર (3383 ફૂટ)

ગિરનાર પર્વત ને પાંચ શિખર આવેલા છે.

1).  ગોરખનાથ (સૌથી ઊંચું શિખર)

2).  દાતાત્રેય શિખર

3).  અંબાજી માતાનું શિખર

4).  મહાકાળીનું શિખર

5).  પીરની ટૂંક   

ગિરનારમાં 3 શિલાલેખ આવેલા છે.

1). અશોકનો શિલાલેખ (ખરોષ્ઠિ ભાષામાં)

2). સ્કંદગુપ્તનો શીલાલેખ

3). રુદ્રદામનનો શિલાલેખ   

  • ગિરનારની તળેટીમાં દામોદર કુંડ અને રેવતીકુંડ આવેલા છે. ( દામોદર કુંડમાં નરસિંહ મેહતા સ્નાન કરવા જતાં હતા)
  • આ તળેટીમાં વેલિંગટન ડેમ આવેલો છે.
  • ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ આવેલું છે.

ભવનાથ

ગીરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભાવનાથનું મંદિર આવેલું છે. જ્યાં મહાશિવરાત્રીનો મેળો ભરાય છે. અહીં જ અર્જુને સાધુ વેશે શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનું અપહરણ કર્યું હતું.

ચોરવાડ

  • સુંદર દરિયાકિનારો હોવાથી પર્યટન સ્થળ છે.
  • જુનાગઢ નવાબનો મહેલ અહીં આવેલો છે.
  • ચોરવાડ થી વેરાવળ સુધીનો પ્રદેશ “લીલી નાઘેર” તરીકે ઓળખાય છે.
  • પ્રસિદ્ધ ઉધોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણીનું જન્મ સ્થળ છે.

બાણેજ

  • એક મતદાતા ધારવતું ગામ હતું.

બિલખા

  • અહી ધર્મવીર શેઠ શગાળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તુપ્ત કર્યા હતા.
  • નથ્થુરામ શર્માનો આશ્રમ આવેલો છે.

સતાધાર

  • સંત આપા ગીગાની સમાધિ સ્થળ અહી આવેલી છે.

સંશોધન કેન્દ્ર

1). ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, માંગરોળ

2). નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ, જુનાગઢ

સંગ્રાલય

1). જુનાગઢ મ્યુજીયમ, સક્કર બાગ

2). દરબાર હૉલ મ્યુજીયમ, દીવાન ચોક

વાવ અને કૂવા

1). અડિકડી ની વાવ, જુનાગઢ

2). ઉપરકોટની વાવ, ગિરનાર (જુનાગઢ)

3). નવઘણ કૂવો, જુનાગઢ

યુનિવર્સિટી

1). જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી , જુનાગઢ (સ્થાપના – 2004)

2). ભારત સરસ્વતી મંદિર સંસદ, ગ્રામ વિધાપીઠ, શારદાગ્રામ

કુંડ

1). દામોદર કુંડ

2). રેવતીકુંડ

3). મુર્ગીકુંડ

4). કમંડલકુંડ

જૂનાગઢમાં વહેતી નદીઓ

ઓઝત, શિંગવડો, ઉબેણ, અને મધુવતી જેવી નાની નાની નદીઓ આવેલી છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ

  • રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (D) (નવો નંબર-52)
  • રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (E) (નવો નંબર-51)

જુનાગઢ જિલ્લાનું નુત્ય

ટિપ્પણી નુત્ય – ચોરવાડ અને વેરાવળની ખરવાણ બહેનો આ નુત્ય કરે છે.

મેળા

ભાવનાથનો મેળો, ગિરનાર (મહાવદ તેરસ, મહાશિવરાત્રીના દિવસે)

બંદરો

  • માંગરોળ બંદર
જુનાગઢ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Important links

Gujarat Gk Click here
Gujarat na Jilla Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!