Join our WhatsApp group : click here

જુનાગઢ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

junagadh jilla na gk question : અહીં જુનાગઢ જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

junagadh jilla na gk question

1). જુનાગઢ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 ( જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, કેશોદ, માંગરોળ, માણાવદર, માળીયા)  

2). જુનાગઢના પ્રાચીન નામ આપો ? : ગિરિનગર, રેવંત, જીર્ણદુર્ગ, ચંદ્રકેતપૂર, કરણકુંજ

3). જુનાગઢનું ઉપનામ જણાવો ? : સાધુઓનું પિયર

4). જુનાગઢ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : રાજકોટ જિલ્લાની

5). અમરેલી જિલ્લાની સરહદ જુનાગઢ જિલ્લાને કઈ દેશામાં સ્પર્શે છે ? : પૂર્વમાં

6). જુનાગઢ જિલ્લાની દક્ષિણમાં કોણ સરહદ ધરાવે છે ? : ગીર-સોમનાથ જિલ્લો અને અરબ સાગર

7). જુનાગઢ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : પોરબંદર જિલ્લો

8). જુનાગઢ જિલ્લાનો ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલો ભાગ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ? : સોરઠ

9). ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર પર્વત કયા જિલ્લામાં સ્થિત છે ? : જુનાગઢમાં (1117 મીટર)

10). ગિરનાર પર્વત કયા ખડકોનો બનેલો છે ? : બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો

11). ગિરનાર પર્વત નજીક કયો કુંડ આવેલો છે ? : દામોદર કુંડ

12). ગિરનારની તળેટીમાં સ્વર્ણસિકતા નદી પર સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? : ચંદ્રગુપ્તના સુબા પુષ્પ ગુપ્તે  

13). ગીરનાર પાસે અશોકના શીલાલેખની શોધ કોણે કરી હતી ? : કર્નલ ટોડે

14). ગિરનાર પર્વતને કેટલી ટૂંક આવેલી છે ? : 7 (સાત)

15). ગિરનારની પહેલી ટૂંક પર કયા જૈન ધર્મના તીર્થકરનું મંદિર આવેલું છે ? : નેમિનાથજીનું મંદિર

16). ગિરનારની બીજી ટૂંક પર કયા માતાજીનું મંદિર આવેલું છે ? : અંબાજી માતાજીનું

17). ગિરનારની દાતારની ટૂંક પર કોની દરગાહ આવેલી છે ? : જમીયલ શાહની દરગાહ

18). ઉપરકોટમાં કયા દેવીનો મહેલ આવેલો છે ? : રાણકદેવીનો

19). સૌથી વધુ પાણીના કૂવા ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલા છે ? : જુનાગઢ જિલ્લામાં

20). વાડીઓના જિલ્લા તરીકે ઓળખાતો ગુજરાતનો જિલ્લો ? : જુનાગઢ

21). જુનાગઢ શેના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે ? : મગફળીના

22). મગફળીમાંથી તેલ કાઢવાની મિલો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે આવેલી છે ? : જુનાગઢ જીલ્લામાં 

23). નેશનલ રિસર્સ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ કયા જિલ્લામાં આવેલી છે ? : જુનાગઢ

24). જુનાગઢમાં આવેલા પ્રખ્યાત બંદરો ? : 1). ચોરવાડ 2). માંગરોળ

25). જુનાગઢમાંથી મળી આવતા કેલ્સાઇટને શું કહે છે ? : પનાલા ડિપોઝીટ

26). જુનાગઢમાં કયું મ્યુઝિયમ આવેલું છે ? : દરબાર હોલ મ્યુઝિયમ

27). જુનાગઢમાં કયું પ્રાણી સંગ્રહાલય આવેલું છે ? : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય  

28). જુનાગઢ જિલ્લામાં હવાઈ મથક કયા તાલુકામાં આવેલું છે ? : કેશોદમાં

29). દરવર્ષે ગિરનાર પાસે ભવનાથનો મેળો ક્યારે ભરાય છે ? : મહાશિવરાત્રિના દિવસે

30). સંત આપાગીગાની સમાધિ કયા આવેલી છે ? : સતાધાર  

31). જુનાગઢમાં ઝંડુનો મેળો કયા ભરાય છે ? : ચોરવાડમાં

32). જુનાગઢના નવાબ ઉનાળામાં કયા રહેતા હતા ? : ચોરવાડમાં તેના મહેલમાં

33). ‘રૂપાયતન’ સંસ્થા કયા જિલ્લામાં અને કઈ કલાના ઉદ્યોગ માટે જાણીતી છે ? : જુનાગઢ જિલ્લાના હસ્તકલાના ઉદ્યોગ માટે

34). જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત કુંડ ? : દામોદર કુંડ, રેવતી કુંડ, કમંડલ કુંડ

36). ભારત સરસ્વતી મંદિર સંસદ કયા જિલ્લામાં આવેલું છે ? : જુનાગઢ જિલ્લામાં

37). મહેમુદ બેગડાએ જુનાગઢને જીતી તેનું નામ શું રાખ્યું હતું ? : મુસ્તૂફાબાદ

38). ગિરનારની તળેટીમાં કયા-કયા રાજાના શીલાલેખો આવેલા છે ? : અશોક, રુદ્રદામા અને સમુદ્રગુપ્તના 

39). ગિરનારની લીલી પરિક્રમા કયારે શરૂ થાય છે ? : કારતક સુદ અગિયારસ થી શરૂ અને કારતક સુદ પુનમના રોજ પૂર્ણ

જુનાગઢ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!