Join our WhatsApp group : click here

Dahod District | Dahod Jillo | દાહોદ જિલ્લા પરિચય

અહીં દાહોદ જિલ્લાનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. જેમાં દાહોદ જિલ્લાની રચના અને સરહદ, દાહોદ જિલ્લા વિશેષ, તેના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી અને દાહોદ જિલ્લામાં આવેલી નદીઓ, સિંચાઇ યોજના, અભયારણ્ય અને મેળાઓ વિશેની માહિતી આપવામાં આવી છે.

દાહોદ જિલ્લા પરિચય

ક્ષેત્રફળ :3642 (ચો. કિ. મી)
જાતિ પ્રમાણ :990
શિશુ જાતિપ્રમાણ :948
કુલ સાક્ષરતા :58.82%
પુરુષ સાક્ષરતા :70.01%
સ્ત્રી સાક્ષરતા :47.65%

દાહોદ જિલ્લાની રચના

Dahod Districtની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી છે.

આ જિલ્લાની રચના શંકરસિંહ વાઘેલાના શાસનકાળમાં થઈ હતી.

મુખ્ય મથક : દાહોદ શહેર

Dahod District Taluka List

દાહોદ જીલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે.

1). દાહોદ

2). લીમખેડા

3). દેવગઢબારિયા

4). ગરબાડા

5). ઘાનપૂર

6). ઝાલોદ

7). ફતેપુર

8). સંજેલી

દાહોદ જિલ્લાની સરહદ

ઉત્તરેમહીસાગર જિલ્લો અને રાજસ્થાન રાજ્ય
પૂર્વમાંમધ્યપ્રદેશ રાજય
દક્ષિણમાંછોટા ઉદેપુર જિલ્લો
પશ્ચિમમાંપંચમહાલ જિલ્લો

દાહોદ જિલ્લા વિશેષ

1). ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે દાહોદ જિલ્લાને ઓળખવામાં આવે છે.

2). આ જિલ્લામાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ આદીવાસી વસતી ધરાવે છે.

3). દાહોદ જિલ્લો દૂધમતી નદીના કિનારે વસેલો છે.

4). ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદના ગરબાડામાં થાય છે.

5). દાહોદ સૌથી વધુ મકાઇનું ઉત્પાદન કરતો જિલ્લો છે.

6). ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો. (60.60%)

7). સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. (58.19%)

8). સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. (72.14%)

9). સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. (49.02%)

10). દાહોદ બે રાજ્યની સરહદ ધરાવતો જિલ્લો છે. (રાજસ્થાન અને મધ્યપ્રદેશ)

11). 1857ના વિપ્લવ સમયે તાત્યાટોપે દાહોદ જિલ્લાના ગઢીના કિલ્લામાં ત્રણ દિવસ છુપાયા હતા. ગઢીના કિલ્લાનું નિર્માણ ઔરંગઝેબે કરાવ્યુ હતું.

12). દશેરાના દિવસે ગ્રામીણ ક્ષેત્રે ઓલિમ્પિકનું આયોજન કરતો એકમાત્ર જિલ્લો છે.

13). 2015માં ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત દાહોદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દાહોદ

પ્રાચીન નામ : ‘દધીપત્ર’ ‘દધિપૂરાનગર’

>> આ જિલ્લાનું એકમાત્ર વિકસિત શહેર છે.

>> મુઘલ બાદશાહ ઓરંગઝેબનો જન્મસ્થળ છે.

>> બાદશાહ શાહજહાંએ ઓરંગઝેબના જન્મની ખુશીમાં અહી આલમગીર મસ્જિદ બંધાવી હતી.

>> ગુજરાત રાજયના પ્રથમ પ્લાસ્ટિક કેફેની શરૂઆત દાહોદ ખાતે કરવામાં આવી હતી.

>> દાહોદ તાલુકાના બાવકા ખાતે પ્રાચીન શિવ પંચાયતન મંદિરો આવેલા છે. જેને ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખવામાં આવે છે.

>> દાહોદ તાલુકામાં સિદ્ધરાજ જયસિંહે છાબ તળાવનું નિર્માળ કરાયું હતું.

લીમખેડા

>> લીમખેડા હડફ નદી નદીના કિનારે આવેલું છે.

>> લીમખેડા તાલુકામાં પ્રાચીન હસ્તેશ્વર મહાદેવનું મંદિર હડફ નદીના કિનારે આવેલું છે.

>> જ્યાં હસ્તેશ્વર તળાવ આવેલું છે.

દેવગઢ બારીયા

>> આ એક જૂનું રજવાડી નગર છે.

>> દેવગઢ બારિયા પાનમ નદી ના કિનારે આવેલું છે.

>> દેવગઢ બારિયાની સ્થાપના ચૌહાણ વંશના રાજા ડુંગરસિંહ (પતાઈરાવળના પૌત્ર) દ્વારા કરવામાં આવી હતી.

>> દેવગઢ બારિયાને ‘દાહોદના પેરિસ’ તરીકે ઓળખવામાં આવે છે. 

>> અહીના રજવાડી કુટુંબના રાજકુમારી હેમાંગીની સિંહે રાજસ્થાની શાસ્ત્રીયનુત્ય ‘ઘૂમ્મર’ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે.

>> દેવગઢ બારિયા તાલુકાના પિપલોદમાં ટિંમરુંના પાન અને ઇમારતી લાકડાનું મોટું બજાર આવેલુ છે.

>> દેવગઢ બારિયા તાલુકામાંથી ગ્રેફાઇટ મળે છે.

ઝાલોદ

>> ઇ.સ 1922-23માં ઝાલોદ તાલુકાના મિરાખેડી ગામે ઠક્કરબાપાએ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી.

>> અહી આવેલું પ્રાચીન પંચક્રુષ્ણ મંદિરમાં વનવાસ દરમ્યાન પાંડવોએ રાત્રિ રોકાણ કર્યાની માન્યતા છે.

ગરબાડા

>> ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ગરબાડા તાલુકામાં થાય છે.

>> ગરબાડાને ઊગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

>> ગરબાડામાં ભીમ કુંડ આવેલો છે.

ધાનપૂર

>> મધ, આંબળા, ચારોળી માટેનું કેન્દ્ર- કંજેટા ધાનપૂર તાલુકામાં આવેલું છે.

>> આ તાલુકામાં રતનમહાલનાઓ ડુંગર આવેલો છે.

>> નળધા, રોહત અને કઠીવાડા ધોધ ધાનપૂર તાલુકાના ભિલોડા ગામે આવેલા છે.

>> ધાનપૂર હડફ નદી ના કિનારે વસેલું છે.

સિંગવડ

>> વર્ષ 2017માં લીમખેડા તાલુકામાંથી સિંગવડ (રણધિકપૂર) તાલુકાની રચના કરવામાં આવી છે.

>> અહીં કબૂતરી નદીના કિનારે મહાભારત કાળનું ભમરેચી માતાનું મંદિર આવેલું છે.

દાહોદ જિલ્લાની મુખ્ય નદીઓ

1). હડફ

2). કાલી

3). માચણ

4). અનાસ

અભયારણ્ય

1). રતનમહાલ રીંછ અભ્યારણ્ય

આ અભયારણ્ય દાહોદ જિલ્લાના ધાનપૂરા તાલુકામાં આવેલું છે.

રતનમહાલ રીંછ અભયારણ્ય ઓરસંગ નદી વહે છે.

રતનમહાલ રીંછ અભયારણ્ય માંથી પાનમ નદીનું ઉદગમસ્થાન છે.

લોકમેળા

ચૂલનો મેળોગરબાડા અને ઝાલોદ તાલુકામાંધૂળેટીના દિવસે
ગાય ગૌહારીનો મેળોનઢેલાવ (તા.ગરબાડા)કારતક સુદ બીજ
આમલી અગિયારસનો મેળોલીમખેડાફાગણ સુદ અગિયારસ
ગોળ ગધેડાનો મેળોજેસ વાડા (તા. ગરબાડા)હોળી પછી પાંચમ, સાતમ કે બારસે
ડાંડા રોપણીનો મેળો
ગળદેવનો મેળો
Dahod District

સંશોધન કેન્દ્ર

હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન (દાહોદ)

સિંચાઇ યોજના

પાટાડુંગરી બંધખાન નદી પર
કબૂતરી બંધકબૂતરી નદી પર
કાળી બંધકાલી નદી પર

રાષ્ટ્રીય રાજમાર્ગ

1). રાષ્ટ્રીય રાજમાર્ગ – 59 (નવો નંબર-47)

2). રાષ્ટ્રીય રાજમાર્ગ – 113 (નવો નંબર -56)

દાહોદ જિલ્લા સબંધિત વન-લાઇનર પ્રશ્નો 👉click here
ગુજરાતનાં તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Dahod District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!