Panchmahal District | Panchmahal Jillo | પંચમહાલ જિલ્લા પરિચય

અહીં પંચમહાલ જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાની રચના, તેના તાલુકા, જિલ્લાની સરહદ, પંચમહાલ જિલ્લાના તાલુકાની વિસ્તૃત માહિતી સાથે જિલ્લામાં આવેલી નદીઓ, કુંડ, તળાવો, અભયારણ્ય અને યુનિવર્સિટી વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

પંચમહાલ જિલ્લાનો પરિચય

ક્ષેત્રફળ :5,231 છો.કિમી
જાતિપ્રમાણ :949
શિશુ જાતિપ્રમાણ :932
કુલ સાક્ષરતા :70.99%
પુરુષ સાક્ષરતા :82.51%
સ્ત્રી સાક્ષરતા :58.89%
Panchmahal District

પંચમહાલ જિલ્લાની રચના

Panchmahal Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960નાં રોજ કરવામાં આવી હતી.

મુખ્યમથક: ગોધરા

Panchmahal District Taluka List

પંચમહાલ જીલ્લામાં 7 તાલુકા આવેલા છે.

1). ગોધરા

2). શહેરા

3). મોરવા

4). ઘોંઘબા

5). કાલોલ

6). હાલોલ

7). જાંબુઘોડા

પંચમહાલ જિલ્લાની સરહદ

ઉત્તરેમહીસાગર જિલ્લો
પૂર્વમાં દાહોદ જિલ્લો
દક્ષિણમાંછોટા ઉદેપુર અને વડોદરા જિલ્લો
પશ્ચિમમાંખેડા જિલ્લો
Panchmahal District

પંચમહાલ જિલ્લા વિશેષ

પંચમહાલ જિલ્લામાં પોયણી ધોધ અને હાથણીમાતા ધોધ ઘોંઘબા તાલુકામાં કાળી નદી પર આવેલા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ટુવા ખાતે ગરમ પાણીના ઝરાં આવેલા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ ખાતે કબૂતરી, હડફ અને પાનમ નદીનો ત્રિવેણી સંગમ થાય છે.

24 કલાક વીજળી આપતી જ્યોતીગ્રામ યોજના નો સૌપ્રથમ પ્રારંભ 2006માં પંચમહાલ જિલ્લાના પાવાગઢથી થયો. જેનું ઉદ્ઘાટન તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામે કર્યું હતું.

ગોધરા તાલુકો

>> મુઘલ અને મરાઠાકાળનું અગત્યનું મથક અને વેપારી ઉદ્યોગ કેન્દ્ર છે.

>> સરદાર પટેલે વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી.

>> પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા પહેલા ગોધરાના નાયબ કલેકટર હતા.

>> ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ ટુવા ગોધરા તાલુકામાં આવેલું છે.

>> ગોધરામાં સ્ટુઅર્ટ લાયબ્રેરી આવેલી છે.

>> પંચમહાલ જિલ્લાની મુખ્ય ડેરી પંચામૃત ડેરી ગોધરામાં આવેલી છે.

>> અહીં મકાઇ સંશોધન કેન્દ્ર તેમજ ડુંગળી અને લસણનું સંશોધન કેન્દ્ર આવેલ છે.

પાવાગઢ

>> પાવાગઢ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે.

>> ભારતમાં આવેલ 51 શક્તિપીઠમાનું એક શક્તિપીઠ જ્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે.

>> પાવાગઢ ડુંગર જ્વાળામુખી વિસ્ફોટથી બનેલો ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે. આ પર્વત શંકુ આકારનો છે.

>> પાવાગઢનાં ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે.

>> આ ડુંગર પર વિશ્વામિત્ર ઋષિની ગુફાઓ આવેલી છે.

>> પાવાગઢ ડુંગર પર રોપ-વેની સુવિધા ઉપલબ્ધ છે.

>> પાવાગઢ ડુંગરનાં મધ્ય ભાગે “માંચી” નામની જગ્યાએ તેલીયું, દૂધિયું, અને છાસિયા તળાવો આવેલા છે.

>> આ પર્વત પર સદનશાહની દરગાહ આવેલી છે.

>> વર્ષ 2011માં 62માં વન-મહોત્સવ દરમ્યાન વિરાસત વન પાવાગઢ ખાતે સ્થાપવામાં આવ્યું છે.

ચાંપાનેર

પ્રાચીન નામ : મુહમ્મદાબાદ

>> ચાંપાનેર વર્તમાનમાં હાલોલ તાલુકામાં આવેલું છે.

>> આ પાવાગઢ ડુંગરની તળેટીમાં વસેલું છે. વનરાજ ચાવડાએ ઇ.સ 747માં પોતાના મિત્ર અને સેનાપતિ ચાંપાની યાદમાં આ નાગર વસાવ્યું છે.

>> રાવળકુળનું “પતાઈ કુટુંબ” અહી શરૂવાતથી વહીવટ કરતો હતો. ઇ.સ 1484માં મહુમદ બેગડાએ છેલ્લા પતાઈ રાવળ જયસિંહને હરાવી જીતી લીધું તથા ચાંપાનેરને બેગડાએ પોતાની રાજધાની બનાવી.

>> મહુમદ બેગડો ચોમાસા દરમ્યાન અહીં રહેતો હતો.

>> ચાંપાનેરમાં મહુમદ બેગડાએ જુમ્મા મસ્જીદ, કેવડા મસ્જીદ, ખજુરી મસ્જીદ, નગીના મસ્જીદ, ચાંપાનેરનો કિલ્લો જેવા વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા.

>> ઇ. સ 1803માં અંગ્રેજ સેનાપતિ વુંડીગ્ટને તેના પર કબ્જો કર્યો.

>> ચાંપાનેરને  ઇ.સ 2004માં UNESCO દ્વારા ગુજરાતની સૌપ્રથમ અને ભારતની 26મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઇ.

>> અકબરના દરબારમાં નવરત્નો પૈકીનો એક મહાન સંગીતકાર બૈજુબાવરા ચાંપાનેરનો હતો.

હાલોલ તાલુકો

>> લકી ફિલ્મ સ્ટુડિયો અહીં આવેલો છે.

>> જનરલ મોટર્સ ગાડી બનાવવાનો મેન્યૂફેક્ચર પ્લાન્ટ હાલોલ ખાતે છે.

>> સન ફાર્મા દવા ઉદ્યોગનો એક્મ અહિયાં સ્થાપેલ છે.

>> ટર્બાઇન બનવાવનું કારખાનું ‘ગુજરાત પ્રાઇમ મુવર્સ’ હાલોલ તાલુકામાં આવેલું છે.

>> અહીં હરીવલ્લભ પરીખનો રંગપુર આશ્રમ છે, જે આદિવાસીઓની વિકાસની પ્રવૃતિઓથી જાણીતું છે.   

>> હાલોલ તાલુકાના દેસર ખાતે પ્રાચીન રુદ્ર મહાલય મંદિર આવેલું છે.

>> હાલોલ તાલુકાના બાપોટિયાથી પાની સુધીનો લાંબો પટ્ટો મેંગેનિઝ ધાતુ ધરાવતો વિસ્તાર છે.

જાંબુઘોડા તાલુકો

>> અહીં રીંછ અભ્યારણ્ય આવેલું છે.

>> જાંબુઘોડા તાલુકામાં થી ગ્રેફાઇટ મળી આવે છે.

>> જાંબુઘોડામાં 200 વર્ષ જૂનું ઝંડ હનુમાનજીનું મંદિર આવેલું છે.

>> ઝંડ હનુમાનજીનું મંદિરે ફાગણ સુદ અગિયારથી જાતરનો મેળો ભરાય છે.  

>> જાંબુઘોડા તાલુકામાં ધનીમાતા ડુંગર આવેલો છે.

શહેરા તાલુકો

>> શહેરા તાલુકાના શિવપૂરમાં વસતા બ્રાહ્મણો અને પંડિતો શ્રીગૌંડ તરીકે ઓળખાય છે. જે ચારેય વેદોના જાણકાર હતા.

>> શહેરા તાલુકામાં ગુજરાતનું એકમાત્ર અર્ધનારીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. જે ભગવાન શંકરનું એક રૂપ છે.

પંચમહાલ જિલ્લાની નદીઓ

1). પાનમ

2). મહી

3). ભાદર

4). સુખી

5). વિશ્વામિત્રી

6). હડફ

7). ગોમા

8). કારોડ

9). દેવ

10). કણ

11). સુકલા

12). મેસરી

અભયારણ્ય

જાંબુઘોડા રીંછ અભયારણ્ય (તા. જાંબુઘોડા)

સ્થાપના : 1990

લોક મેળો

1). પાવાગઢનો મેળો (ચૈત્ર માસની સુદ આઠમે)

2). ખખોહલોનો મેળો

3). રંગપંચમી નો મેળો (કારતક સુદ એકમે બેસતાવર્ષે)

4). ઝાલાનો મેળો

5). ચડિયાનો મેળો (મોરવા હડપ)

6). જાતરનો મેળો (ફાગણ સુદ અગિયારથી) 

સંશોધન કેન્દ્ર

1). એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, ગોધરા

2). નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક, ગોધરા

3). મેઇન મેઝ રિસર્ચ સ્ટેશન, ગોધરા

પંચમહાલ જિલ્લામાં આવેલી વાવ

1). વણઝારી વાવ (ગોધરા તાલુકો)

2). સુરજકલા વાવ (હાલોલ તાલુકો)

3). ચાંપાનેરની વાવ (હાલોલ તાલુકો)

4). સિંધમાતાની વાવ (હાલોલ તાલુકો)

5). મલિક સંદલની વાવ (હાલોલ તાલુકો)

તળાવ અને કુંડ

1). વડા તળાવ (ચાંપાનેર)

2). મેડા તળાવ (પંચમહાલ)

3). ત્રિવેણી કુંડ (ચાંપાનેર)

4). અષ્ટકોણી કુંડ (ચાંપાનેર)

5). રામસાગર તળાવ (ગોધરા તાલુકો)

6). કનેવાલ તળાવ (ગોધરા તાલુકો)

7). ટુવા ગરમ પાણીના કુંડ (ગોધરા તાલુકો)

પંચમહાલ જિલ્લામાં આવેલી યુનિવર્સિટી

1). ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (તાલુકો : ગોધરા)

2). ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી (તાલુકો : હાલોલ)

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8 (A) અને 59 (નવો નંબર – 47)     

પંચમહાલ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here
ગુજરાતનાં તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 click here
Panchmahal District

Panchmahal District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment