Bhavnagar District | Bhavnagar jillo | ભાવનગર જિલ્લા પરિચય

ભાવનગર જિલ્લાની રચના

Bhavnagar Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960માં કરવામાં આવી હતી.

ભાવનગરની સ્થાપના ઇ.સ 1723 માં મહારાજા ભાવસિંહજીએ કરી હતી.

Bhavnagar District Taluka List

ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે.

1). ભાવનગર

2). ઘોઘા

3). શિહોર

4). પાલિતાણા

5). વલભીપુર

6). ગરીયાધાર

7). તળાજા

8). જેસર

9). મહુવા

10). ઉમરાળા

ભાવનગર જિલ્લાની સરહદ

ઉત્તરેબોટાદ અને અમદાવાદ જિલ્લો
પૂર્વમાંખંભાતનો અખાત
દક્ષિણમાંઅરબસાગર
પશ્ચિમમાંઅમરેલી જિલ્લો
Bhavnagar District

ભાવનગર જિલ્લા વિશેષ

1). ભાવનગર જિલ્લા ને “યુકેલિપ્ટસ જિલ્લો” કહેવાય છે.  

2). ભાવનગર જિલ્લાના હાથબ ખાતે દરિયાકિનારે “હાથબ કાચબા ઉછેર કેન્દ્ર” આવેલું છે. 

3). દર્શક ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલી એ સ્થાપેલી “લોકભારતી વિધાપીઠ” ભાવનગર જિલ્લાના સણોસરા ગામે આવેલી છે.

4). નાનાભાઇએ સ્થાપેલ “દક્ષિણમૂર્તિ સંસ્થા” અંબાલા ખાતે આવેલ છે.

5). ભાવનગર શહેર નજીક કોળીયાક ખાતે પાંડવોએ નિષ્કલંક મહાદેવની સ્થાપના કરેલી. જ્યાં ભાદરવી અમાસે મેળો ભરાય છે.

6). ગોપનાથના દરિયાકિનારે શિવાલય આવેલું છે. જ્યાં ભગવાન શિવે નરસિંહ મહેતાને ક્રુષ્ણલીલા ના દર્શન કરાવ્યા હતા. અહી શ્રાવણી અમાસે મેળો ભરાય છે.

7). ભાવનગર જિલ્લા ના રાજપરા ખાતે ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ત્યાં આવેલા  “તતણિયો ધરા” માં ક્યારેય પાણી સુકાતું નથી.

8). બગદાણામાં પૂજય સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે.

9). પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારીબાપુનું જન્મ સ્થળ ભાવનગર જિલ્લા ના તલગાજરડા છે. ત્યાં તેમનો આશ્રમ છે.

10). ભાવનગરના દરિયાકિનારે “જિંગા” નામની માછલી મળી આવે છે.  

11). પ્લાસ્ટિક કલે ના ઉત્પાદનમાં ભાવનગર ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

12). ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે.

13). ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગરમાં થાય છે.

14). જામફળ ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. 

15). ગોહિલવાડ પ્રદેશ : ઘેલો અને શેંત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ

ભાવનગર શહેર

 • ભાવનગર શહેરને “સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી” કહેવાય છે.
 • ભાવનગરની જૂની રાજધાની સિહોર હતી.
 • મહારાજા તખતસિંહજીના સમયે ભાવનગરનો ખરો વિકાસ થયેલો.
 • અખંડ ભારત માટે દેશી રજવાડામાં સૌપ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર ભાવનગરના રાજવી ક્રુષ્ણકુમારસિંહજી હતા.
 • મહાત્મા ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેસમાં અભ્યાસ કર્યો હતો.  
 • “લોકગેટ” ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર ભાવનગર છે.

પાલિતાણા

પ્રાચીન નામ – પાદલીપ્તપૂર

 • પાલિતાણા જૈન સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થળ છે. તેમાં મૂળનાયકશ્રી આદીશ્વરજી છે.
 • આ સ્થળ જૈનોના પાંચ પવિત્ર તીર્થસ્થળોમાનું એક છે.    
 • પાલિતાણાને ગુજરાતનું મંદિરોનું શહેર કહેવામા આવે છે.
 • 603 મીટરની ઊંચાઈએ શેત્રુંજય પર્વત પર 863 જૈન દેરાસર આવે છે.
 • ક્ષેત્રુંજય જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું મૂળસ્થાન માનવમાં આવે છે.   
 • આ મંદિરોનો વહીવટ “આનંદજી કલ્યાણજી” ની પેઢી દ્વારા થાય કરવામાં આવે છે.

મહુવા

પ્રાચીન નામ – મધુપુરી

 • મહુવા માલણ નદીને કિનારે આવેલું છે.
 • ભાવનગરનું જાણીતું બંદર છે.
 • મહુવા ને “સૌરાષ્ટ્ર નું કાશ્મીર” કહેવામા આવે છે.
 • મહુવા હાથીદાંતની બનાવટો અને લાકડાના રમકડાનો ઉધોગ માટે જાણીતું છે.

વલ્લભીપૂર

પ્રાચીન નામ – વળા

 • વલ્લભીપૂર ઘેલો નદીની કિનારે આવેલું છે.
 • અહી મૈત્રક કાળમાં “વલભી વિધાપીઠ” આવેલી હતી. જે નાલંદા અને તક્ષશિલા વિધાલયની સમકક્ષ હતી.
 • મૈત્રક રાજવી ધ્રુવસેન બીજાના સમયમાં ચીની યાત્રાળુ ‘હ્યુ-એન-ત્સાંગે’ વલ્લભીપૂર આવેલ.
 • અહીથી ઘણા પ્રાચીન સિક્કા અને તામ્રપત્ર મળી આવેલ છે.

ભાવનગર જીલ્લામાં મુખ્ય નદીઓ

1). શેત્રુંજી,

2). ઘેલો,

3). કાળુભાર,

4). માલણ

મ્યુજીયમ

1). બાર્ટન મ્યુજીયમ,

2). ગાંધીસ્મુતિ મ્યુજીયમ

કુંડ અને તળાવ

1). બોર તળાવ,

2). ગૌરીશંકર તળાવ,

3). બ્રહ્મકુંડ, શિહોર

મુખ્ય ડેમ

1). રાજસ્થળી ડેમ (પાલિતાણા)

2). કાળુભાર ડેમ (ગઢડા તાલુકો)

બંદરો

1). ભાવનગર,

2). ઘોઘા,

3). તળાજા,

4). મહુવા

સંશોધન કેન્દ્ર

મીઠા સંશોધન કેન્દ્ર (CSMCRI – સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ )

નેશનલ પાર્ક

1). બ્લેકબક નેશનલ પાર્ક

કાળિયાર માટેનો વિશ્વનો સૌથી મોટો નેશનલ છે.  (18 કિમી માં ફેલાયેલ છે)  

લોકકલા

કણબીભરત ( ગરીયાધાર તાલુકામાં ભરવામાં આવે છે)

યુનિવર્સિટી

મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી (1978)

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8 (E)  (નવો નંબર – 51)

ભાવનગર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Bhavnagar District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarat na jillao

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “Bhavnagar District | Bhavnagar jillo | ભાવનગર જિલ્લા પરિચય”

Leave a Comment