Join our WhatsApp group : click here

Jamnagar District | jamnagar jillo | જામનગર જિલ્લા પરિચય

અહીં જામનગર જિલ્લા પરિચય આપેલ છે. જેમાં જામનગર જિલ્લાની રચના, જામનગર જિલ્લાના તાલુકા, જિલ્લા વિશેષ, જિલ્લાની સરહદ, જિલ્લાના બંદરો, અભયારણ્ય, નદીઓ, ડુંગર, સંશોધન કેન્દ્ર જેવી માહિતી આપેલ છે.

જામનગર જિલ્લાની સામાન્ય માહિતી

ક્ષેત્રફળ :6,026 ચો. કિમી
જાતિ પ્રમાણ :939
શિશુ જાતિ પ્રમાણ :904
કુલ સાક્ષરતા :73.65%
પુરુષ સાક્ષરતા :81.50%
સ્ત્રી સાક્ષરતા :65.33%
ગામડા :421

જામનગર જિલ્લાની રચના

Jamnagar Districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.

મુઘલ શાસન સમયે જામનગરનું નામ ઇસ્લામાબાદ હતું.

Jamnagar District Taluka

જામનગર જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). જામનગર

2). લાલપુર

3). કાલાવાડ

4). જામજોધપુર

5). ધ્રોળ

6). જોડિયા

જામનગર જિલ્લાની સરહદ

jamnagar district border

ઉત્તરેકચ્છનો અખાત
પૂર્વમાંરાજકોટ અને મોરબી જિલ્લો
દક્ષિણમાંપોરબંદર જિલ્લો
પશ્ચિમમાંદેવભૂમિ દ્વારિકા
Jamnagar District

જામનગર જિલ્લા વિશેષ

1). “સતિયા દેવ” પર્વત જામનગર જીલ્લામાં આવેલો છે.

2). સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરવતો જિલ્લો જામનગર છે.

3). ભારતની સૌથી મોટી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેલ સંશોધન રિફાઇનરી જામનગર જીલ્લામાં આવેલી છે.

4). ભારતનો એકમાત્ર જિલ્લો કે જ્યાં ત્રણેય સશસ્ત્ર દળના તાલીમ કેન્દ્ર આવેલા છે. 

5). બાલાસડી ખાતે ભૂમિદળની “સૈનિકશાળા” છે.

6). વાલસુરા ખાતે નોકાસેના તાલીમકેન્દ્ર.

7). બેડી ખાતે હવાઈદળનું તાલીમ કેન્દ્ર આવેલું છે.

8). જામનગરના સચાણા બંદરે જહાજ ભાંગવાનો ઉધ્યોગ વિકસ્યો છે. 

9). વર્તમાનમાં જામનગરના દરિયાકિનારે પરવાળાના તપીઓનો સમૂહ “પીરોટન ટાપુ” આવેલા છે.

10). જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં “નકલંક રણુજા” ખાતે રામદેવપિરનું મંદિર આવેલું છે.

11). જામનગર ખાતે રણજીત સાગર ડેમ આવેલો છે. જે નાગમતી નદી પર બાંધવામાં આવ્યો છે.

12). ગુજરાતમાં જામનગર જિલ્લો બીજા નંબરની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે. (પ્રથમ : કચ્છ)

13). જામનગર જિલ્લાના પ્રદેશને હાલાર તરીકે ઓળખવામાં આવે છે.

14). જામનગર જિલ્લાના જામજોધપૂર તાલુકામાં વર્તુ નદીના કિનારે ગોપનું સૂર્યમંદિર આવેલું છે. જે ગુજરાતનું પ્રાચીનતમ મંદિર છે.

15). ‘ખાપરા કોડિયાના ભોયરા’ તરીકે જાણીતી આલેચ પાટણની શૈલ ગુફાઓ જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં આવેલી છે.

16). ગુજરાતમાં સૌથી વધુ બોકસાઈટ જામનગર જિલ્લામાંથી મળે છે.

જામનગર

ઉપનામ – છૌટા કાશી, સૌરાષ્ટ્રનું પેરિસ, પિત્તળ નગરી, કાઠીયાવાડનું રત્ન અને ઓઇલ સિટી

>> જામનગર શહેર રંગમતી અને નાગમતી નદીના કિનારે આવેલું છે.

>> અનેક સંસ્કૃત પાઠશાળા અને મંદિરોને કારણે જામનગર ‘છોટે કાશી’ તરીકે ઓળખાય છે.

>> જામ રાવળે ઇ.સ 1540માં વસાવ્યું ત્યારે “નવાનગર સ્ટેટ” તરીકે ઓળખાતું. નવા રાજયનું આયોજન ઇ.સ 1914માં જામરણજીતસિંહ દ્વારાકરવામાં આવ્યું હતું.

>> જામરણજીતસિંહની યાદમાં જ આજે ભારતમાં ક્રિકેટની રમતમાં “રણજીતટ્રોફી” રમાય છે.

>> જામનગર શહેરમાં આવેલા રણમલ તળાવની વચ્ચે “લખોટા મહેલ” આવેલો છે. જે વીરતા અને પ્રેમનું પ્રતિક છે.

>> ઝંડુ ફાર્મસી જામનગર ખાતે આવેલી છે. (ઝંડુ ભટ્ટજીએ સ્થાપિત)

>> જામનગરની કંકુ બાંધણી અને મેશ જાણીતી છે.

>> જામનગરની બાંધણીને વર્ષ 2014-15માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

>> અહીના બાલા હનુમાનજી મંદિરનુ નામ 1 ઓગસ્ટ 1964 થી નિરંતર ચાલતી રમધુનના કારણે “ગ્રીનીઝ બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન આપેલ છે.

>> જામનગરનું “માણેકબાઈ મુક્તિધામ” તેમાં આવેલી દેવી-દેવતાની પ્રતિમાઓના કારણે દેશભરમાં જાણીતું છે, જે રાજ્યનું પ્રથમ વીજળી સંચાલિત સ્મશાનગૃહ છે.

>> અહીં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે. જેની સ્થાપના ઇ.સ 1967માં થઈ હતી. જે ભારતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી છે.

>> રણજીત સાગર તળાવ જામનગર માં આવેલું છે. જમસાહેબે સૌરચિકિત્ચા માટે વર્ષો પહેલા બંધાવેલું સોલોરિયમ ઉપરાંત ખંભાળીયો દરવાજો, વિભાપેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ જામનગરની ભવ્યતાનો જગતને પરિચય કરાવે છે.

ધ્રોલ તાલુકો

>> જામ સતાજી અને મિરઝા અઝીઝ કોકા વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભૂચર મોરી ગામ ખાતે ભીષણ યુદ્ધ થયું હતું. તે યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપત પણ કહેવાય છે.

>> ભૂચર મોરીના યુદ્ધમાં જામ સતાજી અને તેની સાથે શહિદ થયેલ વીરોની યાદમાં વર્ષ 2016માં 67માં વન મહોત્સવ દરમિયાન ‘શહિદ વન’ બનાવવામાં આવ્યું છે. 

>> ધ્રોલ તાલુકાનું નામ જામરાવળના પુત્ર જામ ધ્રોલ પરથી પાડવામાં આવ્યું છે.

>> ગુજરાત સરકારની સૌની યોજનાનો આરંભ પણ ધ્રોલથી કરવામાં આવ્યો હતો.

>> ધ્રોલ ઊડ નદીના કિનારે આવેલું છે.  

જામનગર જિલ્લાની નદીઓ

1). નાગમતી

2). ફૂલઝર

3). કંકાવટી

4). રંગમતી

5). આજી

6). રૂપારેલ

જામનગર જિલ્લાના બંદરો

1). સિક્કા

2). બેડી (બેડી બંદરેથી મીઠાનો સૌથી વધુ નિકાસ થાય છે.)

3). સચાણા

4). જોડિયા

જામનગર જિલ્લાના ડુંગર

સતિયાદેવ ડુંગર – આ ડુંગર બરડા ડુંગરનો એક ભાગ છે. જે જામનગર નો સૌથી ઊંચો ડુંગર છે.

અભયારણ્ય

1). સામુદ્રીક રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્ય

2). ખીજડીયા પક્ષી અભયારણ્ય (તા. જામનગર)

સંશોધન કેન્દ્ર

મિલેટ રિસર્ચ સ્ટેશન, જામનગર

સંગ્રહાલય

જામનગર મ્યુજીયમ ઓફ એન્ટીક્વિટીઝ, જામનગર

જામનગરમાં આવેલા મહેલો

1). પ્રતાપ વિલાસ પેલેસ

2). લખોટા પેલેસ

3). વિભા વિલાસ પેલેસ

4). દરબાર ગઢ

5). જામ સાહેબનો પેલેસ

યુનિવર્સિટી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર (સ્થાપના: 1967)  

ડેરી

જામનગર ડેરી

તળાવ

રણમલ (લખોટા) તળાવ, જામનગર

જામનગર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Jamnagar District : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!