Join our WhatsApp group : click here

જામનગર જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Jamnagar jilla na Gk question : અહીં જામનગર જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Jamnagar jilla na Gk question

1). સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી અને કાઠીયાવાડનું રત્ન કોના ઉપનામ છે ? : જામનગર શહેર

2). જામનગરને છોટે કાશી તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? : ત્યાં સંસ્કૃત પાઠશાળા અને અનેક મંદિરો હોવાથી

3). જામનગરને કયા રાજવીએ વસાવ્યું હતું ? : જામ રાવળે (કચ્છથી આવેલા)

4). જામ રાવળે કયા વર્ષમાં જામનગર વસાવ્યું હતું ? : ઇ.સ 1540માં

5). જામનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 ( જામનગર, કાલાવાડ, લાલપુર, જામજોધપૂર, જોડિયા, ધ્રોલ)

6). કચ્છનો અખાત જામનગર જિલ્લાની કઈ બાજુ આવેલો છે ? : ઉત્તરે

7). જામનગર જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદો આવેલી છે ? : રાજકોટ અને મોરબી જિલ્લો

8). જામનગર જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : પોરબંદર જિલ્લો

9). જામનગર જિલ્લાની પશ્ચિમ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : દેવભૂમિ દ્વારકા  

10). નવા નગર સ્ટેટ ગુજરાતનું કયું શહેર જાણીતું હતું ? : જામનગર

11). ગુજરાતના કયા શહેરની બાંધણી પ્રખ્યાત છે ? : જામનગર

12). જામનગર જિલ્લામાં કયો પર્વત આવેલો છે ? : સતીયાદેવ

13). ભારતની સૌથી મોટી ખાનગી માલિકીની તેલ રિફાઇનરી કયા આવેલી છે ? : મોટી ખાવડી (જામનગર જિલ્લો)  

14). જામનગર જિલ્લો પહેલા કયા પંથકના નામે ઓળખાતું ? : હાલાર

15). જામનગરમાં આવેલ ‘ઝંડુ ફાર્મસી’ કોણે સ્થાપી હતી ? : આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ   

16). જામનગર જિલ્લામાં આવેલ સચાણા બંદરે કયા ઉદ્યોગનો વિકાસ થયો છે ? : જહાજ ભાંગવાનો

17). જામનગર જિલ્લામાં નાગમતી નદી ઉપર કયો બંધ બંધવામાં આવ્યો છે ? : રણજીતસાગર બંધ

18). જામનગરમાં આવેલું પક્ષી અભયારણ્ય : ખીજડીયા પક્ષી અભિયારણ્ય

19). કયા હનુમાન મંદિરની નિરંતર ચાલતી રામધૂનના કારણે ‘ગીનેસ બુક’ માં નામ આવેલું છે ? : બાલાહનુમાન મંદિર

20). સામુદ્રીક જીવો માટે જામનગરમાં કયું અભયારણ્ય આવેલું છે ? : સામુદ્રીક રાષ્ટ્રીય ઉદ્યાન

21). જામનગરમાં ‘વાલસુરા’ માં ભારતનું કયું તાલીમ કેન્દ્ર આવેલું છે ? : નૌકા સૈન્ય તાલીમ કેન્દ્ર

22). જામનગરમાં ‘બાલાછડી’ માં ભારતનું કયું તાલીમ કેન્દ્ર આવેલું છે ? : સૈનિક શાળા

23). જામનગરમાં ‘બેડી’ ખાતે કયા દળનું તાલીમ કેન્દ્ર આવેલું છે ? : હવાઈ દળનું

24). બોકસાઈટ અને જીપ્સમ ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં મળી આવે છે ? : જામનગર જિલ્લામાં

25). જામનગર આવેલ પ્રસિદ્ધ સમશાન ગૃહ ? : માણેકબાઈ મુક્તિધામ

26). જામનગરમાં શેની બનાવટો માટે ભારતભરમાં વિખ્યાત છે ? : પિત્તળની હાથ કારીગરી માટે

27). જામ સાહેબે સૌર-ચીકીત્સા માટે કયું સ્થળ બનાવ્યું હતું ? : સેલેરિયમ શહેર  

28). રણમણ તળાવ ક્યાં આવેલું છે ? : જામનગર

29). રણમણ તળાવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? : લખોટા તળાવ

30). રણમણ તળાવ પાસે આવેલ મહેલનું નામ જણાવો ? : લખોટા મહેલ

31). ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે ? : જામનગર

32). મિલેટ રિસર્સ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર

33). કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના વિસ્તારમાં કયા ટાપુઓ આવેલા છે ? : પીરોટન ટાપુઓ

34). વિભા પેલેસ, ખંભાળિયા દરવાજો અને પ્રતાપ વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલા છે ? : જામનગર

 

જામનગર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!