Gandhinagar district | ગાંધીનગર જિલ્લા પરિચય

અહીં ગાંધીનગર જિલ્લા સંબધિત માહિતી આપેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાની રચના, ગાંધીનગર જિલ્લાની સરહદ, તાલુકા ની વિસ્તૃત સમજ, જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થા અને રિસર્ચ સ્ટેશન, ઉજવાતા ઉત્સવ અને મેળા સાથે ગાંધીનગરમાંથી પસાર થતાં રાજમાર્ગ સંબધિત માહિત એપલ છે.

ગાંધીનગર જિલ્લા પરિચય

ક્ષેત્રફળ :2163 ચો. કી.મી
જાતિપ્રમાણ :923
શિશુ જાતિપ્રમાણ :847
કુલ સાક્ષરતા :84.16%
પુરુષ સાક્ષરતા :92.01%
સ્ત્રી સાક્ષરતા :75.76%
ગામડાની સંખ્યા :294

ગાંધીનગર જિલ્લાની રચના

મુખ્ય મથક : ગાંધીનગર 

Gandhinagar districtની રચના ડિસેમ્બર 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી છે.

ઇ.સ 1964માં ભુતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. બલવંતરાય મહેતાએ ગુજરાત રાજ્યમાં 18માં જિલ્લા તરીકે ગાંધીનગર જિલ્લાની રચના કરી હતી.

ઇ.સ 1971માં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું.

13મી સદીમાં શેરથા શહેરના રાજા પેથસિંહે આ સ્થળ પર પેથાપુર વસાવ્યું હતું.

ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ ગુજરતના પાટનગરનું નામ મહાત્માગાંધીના નામ પરથી રાખવાનું સૂચન કર્યું હતું.

Gandhinagar District Border

ઉત્તરેમહેસાણા અને સાબરકાંઠા જિલ્લો
પૂર્વમાંઅરવલ્લી અને ખેડા જિલ્લો
દક્ષિણમાંઅમદાવાદ
પશ્ચિમમાંમહેસાણા જિલ્લો
Gandhinagar district

Gandhinagar District Taluka List

There are 4 talukas in Gandhinagar district.

1). ગાંધીનગર

2). માણસા

3). કાલોલ

4). દહેગામ

ગાંધીનગર જિલ્લા વિશેષ

1). ગાંધીનગર ગુજરાતનો સૌપ્રથમ નવરચિત જિલ્લો બન્યો હતો.

2). ગાંધીનગર ‘ગ્રીન સિટી’ અને ‘ઉધાન નગરી’ તરીકે પ્રસિદ્ધ છે.

3). દેશનું સૌથી મોટું આઈ.ટી હબ ગાંધીનગર ઇન્ફોસિટિ પાસે છે.

4). સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર છે. (93.59%)

5). સૌથી ઓછું ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ ધારવતો જિલ્લો ગાંધીનગર છે. (859)

6). આ જિલ્લાની જમીન ગોરડુ અને કાંપની બનેલી છે.

7). ગાંધીનગર નજીક આવેલ પેથાપુર રંગાટી કામ માટે પ્રખ્યાત છે.

8). ગાંધીનગર જીલ્લામાં સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક નદીઓ આવેલી છે.

9). 55માં વન મહોત્સવ દરમ્યાન ગુજરાતના પ્રથમ સાંસ્ક્રુતિક વનની સ્થાપના વર્ષ 2004માં ગાંધીનગર ખાતે થઈ હતી. (પુનિત વન)

10). ઉજ્જવલા યોજના અંતર્ગત ગુજરાતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો ગાંધીનગર છે.

ગાંધીનગર શહેર

>> ફ્રેન્ચ આર્કિટેક લા- કાર્બુજિયર દ્વારા આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

>> ચંડીગઢ ને આદર્શ ગણીને એ મુજબ શહેરમાં 30 સેક્ટરોની રચના કરવામાં આવી હતી.

>> દેશનું બીજા નંબરનું આયોજન બંધ નગર.

>> ઇ.સ 1965માં હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશનના સર્કિટ હાઉસના મકાનની જગ્યાએ ગાંધીનગરની પ્રથમ ઈમારતની ઈંટ મૂકવામાં આવી હતી.

>> ગુજરાતનાં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઇના સમયમાં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું. (11 ફેબ્રુઆરી, 1971માં)

>> વર્ષ 2010માં ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો.

>> ગાંધીનગરમાં વિધાનસભા, સચિવાલય, ઉધોગભવન, ડો.જીવરાજ મહેતા ભવન, સરિતા ઉધાન, ઇન્દ્રોડા પકૃતિક ઉધાન આવેલા છે.

>> ભારતનું એકમાત્ર લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગાંધીનગરમાં સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આવેલું છે.

>> બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલ “અક્ષરધામ” મંદિર આવેલું છે.

>> ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર ગાંધીનગર છે.

>> ગાંધીનગર જિલ્લાનું રાયસણ ગામ ગુજરાતનું પ્રથમ ગોકુળીયુ ગામ છે.

>> ગાંધીનગર ગુજરાતનું 7મુ પાટનગર  છે.

1). આનર્તપૂર

2). દ્વારા

3). ગિરિનગર

4). વલભી

5). અણહિલપૂર પાટણ

6). અમદાવાદ

7). ગાંધીનગર

>> ગુજરાત સાહિત્ય અકાદમી સ્થાપના ઇ.સ 1981માં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.

>> ગુજરાતનાં સૌથી યુવાન વયે મુખ્યમંત્રી બનનાર પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સમાધિસ્થળ  નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલી છે.

દહેગામ

>> ખેતી માટે ઓજારો બનાવવાનો ઉધોગ અહી વિકસ્યો છે.

>> દહેગામના ધારિયા વખણાય છે.

મહુડી

પ્રાચીન નામ – મધુપુરી

>> મહુડી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું છે.

>> આ સ્થળ સાબરમતી નદીના કિનારે આવેલું છે. અહી કર્કવૃત પસાર થાય છે. તેમજ અહી ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય જૈન દેરાસર આવેલું છે.

>> મહુડીનું મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.

રૂપાલ

>> વરદાયીની માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે નવરાત્રી આઠમનાં દિવસે પલ્લીનો મેળો ભરાય છે. અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહી લાખો મણ શુદ્ધ ઘી ચડાવાય છે.

અડાલજ

પ્રાચીન નામ – ગઢપાટણ

>> મહમુદ બેગડાના સમયમાં વાઘેલા રાવસિંહની પત્ની રૂડાબાઈએ પતિની યાદમાં પાંચમાળની “અડાલજની વાવ” બાંધવી જે “રૂડાવાવ” તરીકે પ્રસિદ્ધ છે.

>> આ વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે.

>> અડાલજમાં આવેલ દાદા ભગવાનનું ત્રિ- મંદિર જે અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

કલોલ

>> ગાંધીનગરના કાલોલ તાલુકાના પાનસર ખાતે તેલક્ષેત્ર આવેલું છે.

>> ગુજરાતમાં આવેલા ઇફકોનાં બે કારખાના પૈકીનું એક અહિયાં આવેલું છે.

ગાંધીનગરમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ

1). ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, રાયસણ, કોબા – 2003

2). ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજી –2003

3). ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટી – 2007

4). પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, રાયસણ – 2007

5). ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી ગાંધીનગર – 2008

6). કડી સર્વ વિશ્વવિધાલય, ગાંધીનગર – 2007

7). ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર – 2009

8). કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર – 2009

9). સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત – ગાંધીનગર

10). ગ્રામસેવા મંદિર મહિલા વિધાપીઠ – નારદીપૂર

11). સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિર્ટિ, ગાંધીનગર –2013

રિસર્ચ સ્ટેશન

1). ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાજમાં રિસર્ચ – ભાટ

2). ફ્રૂટ રિસર્ચ સ્ટેશન – દહેગામ

3). રિજનલ સ્ટેશન ફોર પ્રોડકશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન – ગાંધીનગર

ડેરી ઉધોગ

1). મધર ડેરી

2). મધુર ડેરી

મેળા અને ઉત્સવ

1). પલ્લીનો મેળો

2). વસંતોત્સવ – ગાંધીનગર ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં

3). અંબોડનો અશ્વ મેળો (માણસા તાલુકાનાં અંબોડ ગામે ભરાય છે.)

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ 8-C (નવો નંબર 147) પસાર થાય છે.

ગાંધીનગરમાં આવેલા મ્યુઝિયમ

1). નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય

2). મહાવીર જૈન આરાધના કેન્દ્ર

3). પોડિયમ સંગ્રહાલય (ગુજરાત વિધાનસભા ભવનમાં)

ગાંધીનગરમાં આવેલી વાવ

1). અડાલજની વાવ

2). સાંપાની વાવ

3). માણસાની વાવ

4). અંબાપૂરની વાવ

તળાવ

થોળ તળાવ – ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાની વખાણતી વસ્તુ

1). શેરથાના મરચાં

2). રાંધેજાની ભેળ

3). દહેગામના ધારિયા

ગાંધીનગર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉Click here

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “Gandhinagar district | ગાંધીનગર જિલ્લા પરિચય”

Leave a Comment