Join our whatsapp group : click here

Banaskantha District | Banaskantha Jillo | બનાસકાંઠા જિલ્લા પરિચય

બનાસકાંઠા જિલ્લાની રચના

Banaskantha Districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે.

Banaskantha District Taluka List

બનાસકાંઠા જીલ્લામાં 14 તાલુકા આવેલા છે.

1). પાલનપુર

2). ડીસા

3). સૂઈગામ

4). લાખણી

5). પાનેરા

6). વાવ

7). દિયોદર

8). થરાદ

9). દાંતા

10). વડગામ

11). અમીરગઢ

12). દાંતીવાડા

13). ભાભર

14). કાંકરેજ

બનાસકાંઠા જિલ્લાની સરહદ

Banaskantha District Border

ઉત્તરેરાજસ્થાન રાજય
પૂર્વમાંમહેસાણા અને સાબરકાંઠા જિલ્લો
દક્ષિણમાંપાટણ જિલ્લો
પશ્ચિમમાંકચ્છ જિલ્લો
Banaskantha District

બનાસકાંઠા જિલ્લા વિશેષ

1). ગુજરાતનાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે. (14 તાલુકા)

2). અર્ધરણ વિસ્તારમાં આવેલા ઊપસેલા ટેકરા જેવા ભાગોને ગોઢાનું મેદાન કહે છે, બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ ભાગમાં આવેલ છે.

3). ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે.

4). ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન પણ બનાસકાંઠા જીલ્લામાં થાય છે.

5). ગુજરાતમાં ડીસા (બનાસકાંઠા જિલ્લો) ખાતે સૌથી વધુ ગરમી પડે છે.

6). ગુજરાતમાં તાંબુ, જસત અને સીંસુ માત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી જ મળી આવે છે.

 

પાલનપુર

પ્રાચીન નામ – પ્રહલાદપૂર

 • આઝાદી સમયે પલનપુરનો નવાબ રસુલખાન હતો. જેણે પાલનપુરનું ભારત સાથે જોડાણ કર્યું હતું.
 • પાલનપુર અત્તરના ઉધ્યોગ માટે જાણીતું છે. આથી તેને “સુંગધીઓનું શહેર” પણ કહેવાય છે.
 • સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

દાંતીવાડા

 • સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી અહીં આવેલી છે. જેની સ્થાપના ઇ.સ 1972માં થઈ હતી.
 • જે ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી છે.

અંબાજી

 • 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ જ્યાં અંબાજી માં નું ભવ્ય મંદિર આવેલું છે.
 • મંદિરમાં માતાની મુર્તિ નથી પરંતુ વિશોયંત્રને મુર્તિ રૂપે ગોઠવી તેની પુજા કરવામાં આવે છે.

મગરવાડા

 • મણિભદ્રવીર જૈની તીર્થ આવેલું છે.

કુંભારિયા

 • સોલંકીકાળના જૈનમંદિરો આવેલા છે. (વિમલમંત્રીએ બંધાવેલ)

બાલારામ

 • અહીં વૃક્ષના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દ્રશ્ય જોવાલાયક છે.
 • કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
 • બાલારામ પેલેસ આવેલો છે.
 • બાલારામ વન્યજીવ અભ્યારણ્ય આવેલું છે.

નડા બેટ

 • અહીં રણમાં નટેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જે પાકિસ્તાનની સરહદેથી એકદમ નજીક છે.
 • આ નડેશ્વરી માતા એટલે ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારામાં ઉલ્લેખ કરેલ ચારણ કન્યા.

લોકનુત્ય

 • આ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનાં ઠાકોરોનું લોક્નુત્ય છે.
 • આમાં સરખડ નામના ઘાસમાંથી તોરણ જેવા જુમખા ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળાના સ્થાને પહોચે છે. પછી ખુલ્લી તલવારો પટાબાજુ ખેલતા મોટીયારો દ્વંદ્ર યુદ્ધ માટે એકબીજાને પડકારે છે. આ દૃશ્ય જોનારાઓનું હદય થંભી જતું હોય તેમ લાગે છે. ત્યાં અચાનક બંને લડવૈયા સામ સામે ભેટી પડે છે.
 • આ વખતે ‘હુડીલા(શૌર્યગાન)’ ગવાય છે. 

મુખ્ય નદીઓ

1). બનાસ (બનાસ નદીનું પ્રાચીન નામ ‘પર્ણાશા’ હતું.)

2). સીપૂ

3). સરસ્વતી

4). સાબરમતી

5). અર્જુન 

અભ્યારણ્ય

1). જેસોર રીંછ અભ્યારણ્ય,  તા. અમીરગઢ

2). બાલારામ રીંછ અભ્યારણ્ય, તા. પાલનપુર

સંશોધન કેન્દ્ર

1). કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા

2). પોટેટા રિસર્ચ કેન્દ્ર, ડીસા

3). રિજનલ રિસર્ચ સ્ટેશન , સરદાર કૃષિનગર

4). કઠોળ સંશોધન કેન્દ્રઆ (પલ્સ રિસર્ચ સ્ટેશન), સરદાર કૃષિનગર, દાંતીવાડા

5). એગ્રીકલ્ચર યુનિવર્સિટી  

લોકમેળા

1). અંબાજી માતાનો ભાદરવી પુનમનો મેળો

2). ભાદરવા માસની આગિયારસે મજદારનો મેળો

ગોબરગેસ પ્લાન્ટ

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે    

ડેરી

બનાસ ડેરી, પાલનપુર

એશિયાની સૌથી વધુ દુધ ઉત્પાદન કરતી ડેરી.

બનાસકાંઠા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Banaskantha District : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. ,

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

2 thoughts on “Banaskantha District | Banaskantha Jillo | બનાસકાંઠા જિલ્લા પરિચય”

 1. Nice sir thank u sooo much je tame banavyu che ana thi manw ghani labh thai che koi vastu baki nathi hu atyare gujarat na jilla karti hti ama tme ghani badhi babat lakhi che je amne bau ochi janva madti hoi che mane Aana thi ghalo labh thayo che

  Reply

Leave a Comment

error: Content is protected !!