અહીં અમરેલી જિલ્લા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાના તાલુકાઓ, અભયારણ્યો, બંદરો, નદીઓ, ડેરીઓ, કુંડ અને તળાવો, સિંચાઇ યોજના જેવી વગેરે માહિતી અંહી દર્શાવેલી છે.
Table of Contents
અમરેલી જિલ્લાની સામાન્ય માહિતી
Amreli Districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.
ક્ષેત્રફળ : | 7397 ચો. કિમી |
જાતિ પ્રમાણ : | 964 |
શિશુ જાતિ પ્રમાણ : | 886 |
વસ્તી ગીચતા : | 205 |
કુલ સાક્ષરતા : | 74.25% |
પુરુષ સાક્ષરતા : | 82.21% |
સ્ત્રી સાક્ષરતા : | 66.09% |
Amreli District Taluka
અમરેલી જીલ્લામાં 11 તાલુકા આવેલા છે.
1). અમરેલી
2). બગસરા
3). સાવરકુંડલા
4). જાફરાબાદ
5). બાબરા
6). લાઠી
7). રાજુલા
9). લીલીયા
10). ધારી
11). કુંકાવાવ (વડિયા)
અમરેલી જિલ્લાની સરહદ
Amreli District Border
ઉત્તરે | બોટાદ અને રાજકોટ જિલ્લો |
પૂર્વમાં | ભાવનગર જિલ્લો |
દક્ષિણમાં | અરબ સાગર |
પશ્ચિમમાં | જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો |
અમરેલી જિલ્લા વિશેષ
1). અમરેલીનું મૂળ સંસ્કૃત નામ “અમરાવલી” હતું.
2). ઇ.સ 1998માં ભારતનું સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું બંદર ‘પીપાવાવ’ અમરેલી જીલ્લામાં આવેલું છે.
3). અમરેલી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના તાબા હેઠળ હતું, તેમજ સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂવાત અમરેલીમાં શરૂ કરાવેલું હતું.
4). મા. મુખ્યમંત્રી નરેંદ્રભાઈ મોદી દ્વારા દત્તક લેવાયેલ એકમાત્ર જિલ્લો અમરેલી છે.
5). અમરેલી જીલ્લામાં ગીરની ટેકરીઓનું ઊંચું શિખર “સરકલા” (ઊંચાઈ 643 મીટર) આવેલું છે.
6). શિયાળ, સવાઈ અને ચાંચબેટ અમરેલી જિલ્લાના દરિયાકિનારે આવેલા છે.
7). અમરેલીની ‘જાફરાબાદી’ ભેંસ જાણીતી છે.
8). ઇ- ગ્રામ વિશ્વગામ યોજનાની શરૂવાત અમરેલી જીલ્લામાંથી થઈ હતી.
9). અમરેલી જિલ્લાનું ચાંવડ ગામ મણિશંકર રત્નજીભટ્ટ (કવિકાન્ત)ની જન્મ ભૂમિ છે.
10). અમરેલી જિલ્લાનું ફતેપુર ગામ ‘ભોજા ભગત’ સાથે સંકળાયેલું છે.
11). અમરેલી જીલ્લામાં કેલ્સાઇટ અને ચૂનાનો પથ્થર મળી આવે છે.
12). પશ્ચિમ ભારતમાં વિક્રમ સવંતનો સૌપ્રથમ વાર ઉપયોગ અમરેલીમાં થયો હોવાનું મનાય છે
અમરેલી શહેર
- અમરેલી શહેર ‘થેબી’ નદીના કિનારે વસેલું છે.
- અહીં મહાત્મા મૂળદાસની સમાધિ આવેલી છે.
- અમરેલીમાંથી ઇ.સ પૂર્વ 3000ના પુરતાત્ત્વિય અવશેષો મળી આવ્યા છે.
- અહી તેલની મિલો પણ આવેલી છે.
- અમરેલીમાં ગિરધરભાઈ પટેલ બાળ સંગ્રહાલય જોવાલાયક છે.
- શ્રી જીવરાજ મહેતાનું જન્મ સ્થળ અમરેલી છે. (ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી)
જાફરાબાદ
- જાફરાબાદ બંદરનો વિશેષ ઉપયોગ મત્સ્ય ઉધ્યોગ માટે થાય છે.
- અહીં 10 ટનની ક્ષમતા વાળો ફિશરીગ પ્લાન્ટ આવેલો છે.
- અહીં સિમેન્ટ ઉધ્યોગ વિકસ્યો છે.
- અહીં આફ્રિકાથી આવેલા સીડી કોમના લોકો વસે છે. જે “ધમાલ નુત્ય” માટે જાણીતા છે.
- હડપ્પા સભ્યતાનું સ્થળ બાબરકોટ જાફરાબાદ ખાતે આવેલું છે.
- જાફરાબાદ વિસ્તારની જાફરાબાદી ભેંસો જાણીતી છે.
- જાફરાબાદ ખાતે અરબ સાગરમાં શિયાળ બેટ, સવાઇ બેટ આવેલા છે.
લાઠી
- કવિ કલાપીની જન્મ અને કર્મભૂમિ છે. કવિ કલાપી લાઠીના રાજવી હતા.
- અહીં હનુમાનજી નું ભવ્ય મંદિર આવેલું છે.
પીપાવાવ
- જૂનું નામ “પોર્ટ આલબર્ટ વિકટર” સંત પીપાના નામ પરથી પીપાવાવ નામ પડયું.
- પીપાવાવ રાજુલા તાલુકામાં આવેલ છે. ઇ.સ 1998માં સમગ્ર ભારતનું સૌ પ્રથમ ખાનગી ધોરણે કામ કરતું બંદર બન્યું.
- પીપાવાવ બંદર મુખ્યત્વે કેમિકલ ની હેરાફેરી માટે વિકસવામાં આવ્યું છે.
બગસરા
- સ્વ. જાદુગર કે.લાલ (કાંતિલાલ વોરા) ની જન્મભૂમિ છે.
- બગસરા ઇમિટેશન જવેલરી માટે પ્રખ્યાત છે.
ધારી
>> BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત યોગીજી મહારાજનું જન્મ સ્થળ ધારી છે.
>> અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પર ખોડિયાર ડેમ ધારી ખાતે આવેલો છે.
>> ધારી તાલુકાના દલખાણીયા ગામમાં ગુજરાતની કોયલ તરીકે જાણીતા દિવાળીબેન ભીલનો જન્મ થયો હતો.
>> ગીર સિંહ અભયારણ્ય અંતર્ગત ‘સફારી પાર્ક’ ધારી તાલુકામાં આંબરડી ગામ ખાતે બનાવવામાં આવ્યો છે.
રાજુલા
>> રાજુલા તાલુકાનું મજાદર ગામ દુલાભાયા કાગની કર્મભૂમિ છે. વર્ષ 2014માં ગુજરાત સરકારે મજાદર ગામનું નામ બદલી ‘કાગધામ’ રાખ્યું છે.
>> રાજુલામાં ભારતનું સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું પીપાવાવ બંદર આવેલું છે.
>> અમરેલી જિલ્લાનું ચાંચ બંદર રાજુલા તાલુકામાં આવેલી છે.
>> અહીં મહારાજા ક્રુષ્ણકુમાર સિંહે ચાંચ બંગલો બંધાવ્યો છે.
સંશોધન કેન્દ્ર
- ગ્રસલેન્ડ રિસર્ચ સ્ટેશન, ધારી
અભ્યારણ્ય
1). ગીર અભ્યારણ્ય ( સાવરકુંડલા. ધારી, ખાંભા તાલુકામાં)
2). પાનીયા અભ્યારણ્ય, (તા.ધારી)
3). મિતિયાલા અભ્યારણ્ય, (અમરેલી)
અમરેલી સિંચાઇ યોજના
ડેમનું નામ | નદી | સ્થળ |
---|---|---|
ઠેબી ડેમ | ઠેબી નદી | અમરેલી |
ધાતરવાડી ડેમ | ધાતરવાડી નદી | તા. રાજુલા |
રાયડી ડેમ | રાયડી નદી | તા. ખાંભા |
ખોડિયાર ડેમ | શેત્રુંજી નદી | તા. ધારી |
હાથસણી ડેમ | સેલ-દેદૂમલ નદી | તા. બગસરા |
મૂંજીયાસર ડેમ | સાતલી નદી | તા. બગસરા |
બંદરો
1). પીપાવાવ
2). ધારા
3). કોટડા
4). જાફરાબાદ
5). ચાંચ
અમરેલી જિલ્લાની નદીઓ
1). શેત્રુંજી
2). માલણ
3). વાડી
4). ઠેબી (અમરેલી જિલ્લાની જીવાદોરી)
5). કાળુભાર
6). ધાતરવાડી
7). વદી
8). ઝોલાપુર
9). નાવલી
10). સાતલી
નદી કિનારે વસેલ અમરેલી જિલ્લાના શહેરો
નદીનું નામ | કિનારે વસેલ શહેર |
---|---|
ઠેબી | અમરેલી |
શેત્રુંજી | ધારી |
નાવલી | સાવરકુંડલા |
સાતલી | બગસરા |
ધાતરવડી | ખાંભા |
ઝોલાપુર | પીપાવાવ |
અમરેલી જિલ્લાના ડુંગર/ટેકરીઓ
1). ગીરની ટેકરીઓ (સૌથી ઊંચુ શિખર સરકલાં છે.)
2). મોરધારના ડુંગરો (સૌથી ઊંચું શિખર લોન્ચ)
- મોરધારના ડુંગરોને નાની ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે.
3). ગીરની ઢૂંઢી ટેકરીઓ (શેત્રુંજી નદીનું ઉદગમ સ્થાન)
4). રાયપૂરની ટેકરીઓ
ડેરી
1). ચલાલા ડેરી
2). અમર ડેરી
મ્યુઝયમ
ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય (અમરેલી)
કુંડ અને તળાવ
1). શાહગૌરાં (લાઠી તાલુકો)
2). બ્રહ્મકુંડ (બાબરા તાલુકો)
3). થાન વાવ (જાફરાંબાદ તાલુકો)
4). પંચકુંડ (બાબરા તાલુકો)
5). ગોપી તળાવ (અમરેલી)
અમરેલી જિલ્લાના બેટ
1). શિયાળ બેટ
2). સવાઇ બેટ
3). ભેંસલો બેટ
લોકકલા
1). મોતી ભરત –
અમરેલી જીલ્લામાં કાઠી કોમની બહેનો મોતીના તોરણ ભરે છે.
2). કોઠી ભરત –
લાલરંગના કાપડ પર ક્રુષ્ણલીલા અને રામાયણના પ્રસંગોનું ભરતકામ થાય છે.જે અમરેલી જીલ્લામાં કાઠી કોમની મહિલાઓ ભરે છે.
Important links
અમરેલી જિલ્લાના વનલાઇનર પ્રશ્નો 👉 | Click here |
Gujarat na jilla 👉 | Click here |
Amreli District : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk And Competitive Examinations.