Join our WhatsApp group : click here

Anand district | Anand jillo | આણંદ જિલ્લાનો પરિચય

અહીં આણંદ જિલ્લાનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. જેમાં આણંદ જિલ્લની સામાન્ય માહિતી, તેના તમામ તાલુકાની વિસ્તૃત સમજ, આણંદ જીલ્લામાં આવેલા મ્યુઝિયમો, વિદ્યાલયો, નદીઓ સંબધિત વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

આણંદ જિલ્લાનો પરિચય

Anand district ની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી.

આનંદગિરી ગોસાઇ9મી સદીમાં આણંદ શહેર વસાવ્યું હતું.

ગુજરાતનાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના શાસનકાળમાં આ Anand districtની રચના થઈ.

Anand districtની સરહદ

ઉત્તરેખેડા જિલ્લો
પૂર્વામાંવડોદરા જિલ્લો
દક્ષિણમાંભરુચ જિલ્લો અને ખંભાતનો અખાત
પશ્ચિમમાંઅમદાવાદ જિલ્લો

Anand districtના તાલુકા

આણંદ જીલ્લામાં 8 તાલુકા આવેલા છે.

1). આણંદ,

2). તારાપુર,

3). આંકલાવ,

4). બોરસદ,

5). ખંભાત,

6). પેટલાદ,

7). ઉમરેઠ,

8). સોજીત્રા

આણંદ જિલ્લા વિશેષ

1). વસ્તીગીચતાની દૃષ્ટિએ આણંદ ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.

2). સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા આણંદ જિલ્લો ધરાવે છે. 

3). એશિયા ખંડમાં સૌથી મોટી દૂધ ડેરી ‘અમુલ ડેરી’ આણંદ જીલ્લામાં આવેલી છે.

4). ગુજરાતમાં પ્રથમ વખત ઇ.સ 1958માં આણંદ જિલ્લાના લૂણેજ પાસેથી અને ખંભાતના અખાતમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.

5). આણંદ જિલ્લાના વિસ્તારને ચરોતર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.

6). સમગ્ર ગુજરાતમાં 10 હજાર કે તેથી વધુ વસ્તીવાળા ગામડા માત્ર આણંદ જિલ્લામાં જ આવેલા છે.

7). ગુજરાતમાં તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઇ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે.

8). ગુજરાતમાં સૌથી ઓછી નદી આણંદ જિલ્લામાં આવેલી છે.

આણંદ શહેર

> આણંદને શ્વેત નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

> ઇ.સ 1942ના હિન્દ છોડો આંદોલનમાં અંગ્રેજોના ગોળીબાર થી આણંદ તાલુકાના અડાસ ગામ ખાતે પાંચ વિધાર્થી શહિદ થયા હતા, તેની યાદમાં અડાસમાં આજે પણ સ્મૃતિસ્તંભ છે.

> આણંદ તાલુકાના ખાંભોળજ ખાતે ખ્રિસ્તી ધર્મનું ‘નિરાધારોની માતા’ નું મંદિર આવેલું છે.

> આણંદમાં ચારુતર વિદ્યામંડળની સ્થાપના ઇ.સ. 1945માં શ્રી સરદાર પટેલની પ્રેરણાથી ભાઇલાલભાઈ પટેલ અને ભિખાલાલ પટેલે કરી હતી.

> મરઘાં ઉછેરની તાલીમ સંસ્થા આણંદ ખાતે આવેલી છે.

> આણંદ તાલુકાના વાંસદની તુવેરદાળ પ્રખ્યાત છે.

> ભારતનું પ્રથમ દૂધ માટેનું ATM આણંદમાં શરૂ કરવામાં આવ્યું હતું. (2014)

> 67માં વન મહોત્સવ દરમિયાન વર્ષ 2016માં આણંદ તાલુકામાં વહોરાની ખાડી પાસે ‘મહીસાગર વન’ બનાવવામાં આવ્યું છે.

> આણંદમાં લોટિયા તળાવ અને મોગરી તળાવ આવેલું છે.

> એશિયાની સૌથી મોટી ડેરી અમુલ ડેરી (AMUL- આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) અહી આવેલ છે.

અમુલ ડેરી- 14 ડિસેમ્બર, 1946ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનથી ત્રિભુવનદાસ પટેલના ચેરમેન પદ હેઠળ “ખેડા જિલ્લા ખેડૂત દૂધ ઉત્પાદન સંઘ” ની સ્થાપના થઈ. જે 1955માં યુનિસેફની સહાયથી અમુલ ડેરી કહેવાઈ.

  • IRMA (Institute of Rural Management)નું મુખ્ય મથક છે, જેની સ્થાપના શ્વેતક્રાંતિના પ્રણેતા “ડો વર્ગીસ કુરિયને” કરી હતી.   
  • NDDB (National Dairy Development Board) નું મુખ્ય મથક આણંદ ખાતે આવેલું છે. જેની સ્થાપના પણ “ડો વર્ગીસ કુરિયને” કરી હતી.   
આણંદ તાલુકામાં વહેરા ખાડીથી ખંભાત સુધીના મહી નદીના 80 કી.મી. ના પ્રવાહમાં ભરતીની અસર થવાથી મહી નદીનો પટ પહોળો બન્યો છે. આ નીચલો ખીણ પ્રદેશ વહેરાની ખાડી તરીકે ઓળખાય છે.

વલ્લભવિદ્યાનગર

> વિદ્યાનગરી તરીકે જાણીતું નગર.

> અહી સરદાર વલ્લભભાઈ પટેલની દૃષ્ટિ અને શ્રી ભાઇલાલભાઈ પટેલની વ્યવસ્થા શક્તિના સુભગ પરિણામ રૂપે ઊભું થયેલું વિદ્યાધામ છે.    

> ગુજરાતની સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભવિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

> અહીં કાચ ઉધોગ સારો વિકસ્યો છે.

ખંભાત

> પ્રાચીનકાળમાં “સ્તંભતીર્થ” સ્તંભપૂર” તરીકે ઓળખાતું સમૃદ્ધ બંદર હતું.

> ખંભાતને દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.

> ખંભાતમાં પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથાલયો આવેલા છે.

> અહીની જુમ્મા મસ્જિદ તેની કલાત્મક કોતરણી કામ માટે જાણીતી છે.

> જહાંગીર દરિયો જોવા અમદાવાદથી ખંભાત બંદરે આવ્યો હતો.

> ખંભાતની થોડેક દૂર “કાકા ની કબર” નામનું વ્હોરા કોમનું પવિત્ર યાત્રાધામ આવેલું છે.

> ખંભાત અકીક કામ માટે જાણીતું છે.

> ખંભાતના અક્કી કામને વર્ષ 2018માં GI ટેગ આપવામાં આવ્યો છે.

> ખંભાત પાસે ‘નગરા’ નામનું જૂના ખંડેર ધરાવતું જર્જરિત નગર છે.

> ખંભાતમાં જ્ઞાનવાળી વાવ અને નારેશ્વર તળાવ આવેલું છે.

> ખંભાતના દીવાન નર્મદશંકરે ઇતિહાસકાર મણિશંકર જોટે પાસે ‘ખંભાતનો ઇતિહાસ’ નામનું પુસ્તક લખવ્યું હતું.

બોરસદ

> દાંડીકુચ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલની બોરસદ તાલુકાના રાસગામ થી ધરપકડ કરવામાં આવી હતી. 

> મૂકસેવક રવિશંકર મહારાજની કર્મભૂમિ બોરસદ હતી.

> ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે નીલકંઠવર્ણી તરીકે ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ઇ.સ 1799માં બોરસદ તાલુકાનાં બોચાસણમાં પ્રથમ વખત પધાર્યા હતા.  

> બોચાસણ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા) નું મુખ્ય મથક છે.

> આઝાદીની લડત સમયે ઇ.સ 1923માં બોરસદ સત્યાગ્રહ થયેલો.

ઉમરેઠ

> ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા બબલભાઈ મહેતાએ ઉમરેઠ તાલુકાના થામણા ખાતે શરૂ કરી હતી.

> ભદ્રકાલી માતાની વાવ ઉમરેઠ ખાતે આવેલી છે.

> ઉમરેઠના “અસ્ત્રા” જાણીતા છે.  

પેટલાદ

> તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ પેટલાદ તાલુકામાં આવેલું છે.

> ધર્મજને ચરોતરના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે.

> શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ પેટલાદ તાલુકામાં આવેલો છે. (શ્રીમદ રાજચંદ્રનો મૂળ આશ્રમ સાયલા તાલુકામાં (સુરેન્દ્રનગર) આવેલો છે.

> પેટલાદ ખાતે આરોગ્યમાતાનું મંદિર આવેલું છે.

> સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ પેટલાદ તાલુકાના દંતાલી ગામે આવો છે.

> પેટલાદમાં રામનાથ કુંડ આવેલો છે.

ધૂવારણ વિદ્યુત મથક

> ધૂવારણ થર્મલ પાવર સ્ટેશન ખંભાત તાલુકાના ધૂવારણ ગામે આવેલું છે.

> ધૂવારણ વિદ્યુત મથક તેલ અને ગેસ આધારિત પાવર સ્ટેશન છે.

> આ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે.

આણંદ જિલ્લાની સંબધિત અન્ય જાણકારી

સંશોધન કેન્દ્ર

1). ટોબેકો રિસર્ચ સ્ટેશન – ધર્મજ

2). નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન & એરોમેટિક પ્લાન – બોરિયાવી

3). બીડી, તમાકુ સંશોધન કેન્દ્ર – આણંદ

4). રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ – આણંદ

5). લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન – આણંદ

6). પોલ્ટ્રી કોમ્પ્લેક્સ – આણંદ

7). સરદાર પટેલ રિન્યૂએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ – વલ્લભવિધાનગર

સંગ્રહાલય

1). રજની પરિખ આર્ટ્સ કોલેજ, આર્કીયોલોજિકલ મ્યુજીયમ, ખંભાત

2). સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુજીયમ, વલ્લભવિધાનગર

આણંદ જીલ્લામાં આવેલી નદી

1). મહી

2). સાબરમતી

3). શેઢી

સાબરમતી નદી : આણંદ અને અમદાવાદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.

મહી નદી : વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.

આણંદ જીલ્લામાં આવેલી યુનિવર્સિટી

સરદાર પટેલ યુનિવર્સિટી (1954) :વલ્લભ વિદ્યાનગર
ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેંટ-IRMA (1979) :આણંદ
વોટર & લેન્ડ મેનેજમેંટ ઇન્સ્ટીટ્યુટ-WALMI (1980) :આણંદ  
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (2004) :આણંદ
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ & ટેકનોલોજી (2009) :ચાંગા (પેટલાદ)
આણંદ જિલ્લાના વન લાઇનર પ્રશ્નો વાંચવા 👉click here
Anand district

અન્ય જિલ્લા વિશે વાંચો

👉 અમદાવાદ જિલ્લાનો પરિચય
👉 મહીસાગર જિલ્લાનો પરિચય
👉 છોટા ઉદેપુર જિલ્લાનો પરિચય
👉 ભાવનગર જિલ્લાનો પરિચય

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!