અહીં ગુજરાતમાં આવેલ જાણીતા સંગ્રહાલયો (museum) વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને UPSC, GPSC, Dy.so / નાયબ મામલતદાર, તલાટી, બિન-સચિવાલય અને પોલીસ વિભાગની તમામ પરીક્ષા માટે ઉપયોગી છે.
Table of Contents
ગુજરાતમાં આવેલા મ્યુઝિયમો
ભારતમાં મ્યુઝિયમો સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ બીજો આવે છે. મ્યુઝિયમ (museum) ને ગુજરાતીમાં સંગ્રહાલય કહેવામા આવે છે.
ગાંધી સ્મારક સંગ્રહાલય (અમદાવાદ)
>> આની સ્થાપના ઇ.સ 1963માં ચાર્લ્સ કોરિયન દ્વારા સાબરમતી આશ્રમ ખાતે કરવામાં આવી હતી.
>> જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું.
>> આ સંગ્રહાલય ગાંધીજીના નિવાસસ્થાન હદયકુંજ માં આવેલું છે.
પતંગ મ્યુઝિયમ
>>પતંગ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1954માં નાનુભાઈ શાહ દ્વારા કરાવવામાં આવી હતી. જે ના સ્થપિત લા કાબૂર્ઝિયર છે.
>> આ મ્યુઝિયમ અમદાવાદના પાલડી ખાતે સંસ્કાર કેન્દ્રમાં આવેલું છે.
>> જે ભરતનું પ્રથમ અને એશિયાનું બીજું પતંગ મ્યુઝિયમ છે.
અમદાવાદને ‘કાઇટ કેપિટલ ઓફ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.
કચ્છ મ્યુઝિયમ
>> કચ્છ મ્યુઝિયમ ભુજ તાલુકામાં આવેલું છે.
>> જેનું જૂનું નામ ફર્ગ્યુસન સંગ્રહાલય હતું.
>> ઇ.સ 1877માં ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.
>> આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.
વોટ્સન મ્યુઝિયમ
>> આ મ્યુઝિયમ રાજકોટના જયુબિલી ગાર્ડન ખાતે આવેલું છે. જેની સ્થાપના ઇ.સ 1888માં કરવામાં આવી હતી.
>> વોટ્સન મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ ગણાય છે.
>> આ મ્યુઝિયમમાં દરબાર હોલ રાણી વિકટોરિયાની પ્રતિમા, પરંપરાગત અને પૂરાતત્વીય વસ્તુઓ તથા સિક્કાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
>> વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પછીનું ગુજરાતમાં સૌથી મહત્વનું મ્યુઝિયમ રાજકોટનું આ વોટસન મ્યુઝિયમ છે.
ઢીંગલી (ડોલ્સ) મ્યુઝિયમ
>> રાજકોટમાં આવેલા આ મ્યુઝિયમની સ્થાપના દિપક અગ્રવાલે વર્ષ 2004માં પોતાની દીકરી માટે કરી હતી.
>> આ મ્યુઝિયમમાં દેશ-વિદેશની ઢીંગલીઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ
>> આ મ્યુઝિયમ રાજકોટ ખાતે આવેલું છે. જેને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 2018માં કરવાવામાં આવી હતી.
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
>> ગાંધી સ્મૃતિ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1973માં ભાવનગર ખાતે કરવામાં આવી હતી.
>> આ મ્યુઝિયમમાં ગાંધીજીની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવું છે.
>> જે પાર્સોનિયા પ્રકારનું મ્યુઝિયમ છે.
જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટઝ
>> જામનગરમાં સ્થિત આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1946માં કરવામાં આવી હતી
>> જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટઝ ની સ્થાપના લખોટા પેલેસમાં કરવામાં આવી છે.
ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય
>> અમરેલી ખાતે આવેલ આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1955માં પ્રતાપરાય મહેતા દ્વારા કરવામાં આવી હતી.
>> જેમાં ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી તસ્વીરો રાખવામા આવી છે.
વડનગર સંગ્રહાલય
>> વડનગર સંગ્રહાલયની સ્થાપના ઇ.સ 1996માં કરવામાં આવી હતી.
>> જેમાં ઉત્તર ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલા અવશેષોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
પાટણ સંગ્રહાલય
>> જેની સ્થાપના 2010માં પાટણ ખાતે થઈ હતી. જેમાં ઉત્તર ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
શ્રીસ્થળ સંગ્રહાલય
>> આ મ્યુઝિયમ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં બિંદુ સરોવરની નજીક આવેલું છે. જેમાં કલા વારસા ના નમૂનાનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
મહારાજા ફતેસિંહ રાવ મ્યુઝિયમ
>> આ મ્યઝિયમની સ્થાપના ઇ.સ 1961માં વડોદરા ખાતે કરવામાં આવી છે.
>> મહારાજા ફતેસિંહ રાવ મ્યુઝિયમ ગુજરાતનો સૌથી મોટો પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસનો જ એક હિસ્સો છે.
>> જેમાં ચિત્રકાર રાજા રવિ વર્માના મહાભારત અને રામાયણ પર આધારિત ચિત્રો જોવા મળે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ
>> આ સંગ્રહાલય વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે.
>> આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1949માં અમૃત વસંત પંડ્યાની પ્રેરણા અને ભાઈલાલ ભાઈ પટેલના સહયોગથી કરવામાં આવી હતી.
>> આ મ્યુઝિયમમાં ખેતી વિષયક બાબતો દર્શવવામાં આવી છે સાથે સાથે પુરાતત્વ વસ્તુઓનો પણ સંગ્રહ કરેલો છે.
ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક
>> મહીસાગર જિલ્લાના રૈયાલી ખાતે આવેલ ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક છે.
>> જેનું ઉદ્ઘાટન ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આદિવાસી લોકકલા સંગ્રહાલય
>> છોટા ઉદેપુરમાં આવેલ આદિવાસી લોકકલા સંગ્રહાલયની સ્થાપના 2003માં થઈ હતી.
>> આ સંગ્રહાલયમાં આદિવાસી લોકોનું જીવન પ્રદર્શિત કરવામાં આવે છે.
વિન્ચેસ્ટર મ્યુઝિયમ (સરદાર સંગ્રહાલય)
>> આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1890માં કરવામાં આવી હતી.
>> જે ચોક બજાર (સુરત)માં આવેલું છે.
લેડી વિલ્સન મ્યુઝિયમ
>> આ મ્યુઝિયમ ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ છે.
>> મુંબઈના તત્કાલીન ગવર્નર સર લેસ્લી વિલ્સનની વર્ષ 1921માં ધરમપુર (વલસાડ)ની મુલાકાત દરમિયાન તેમની યાદગીરી રૂપે રાજા રણજીતસિંહે જયુબિલી હોલ બંધાવ્યો હતો. જે વર્ષ 1928માં લેડી વિલ્સન મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો.
સાપુતારા મ્યુઝિયમ (આદિવાસી સંગ્રહાલય)
>> ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાપુતારા ખાતે આવેલ આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1970માં થઈ હતી.
>> આ મ્યુઝિયમ માનવશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસને લગતું મ્યુઝિયમ છે.
>> જે ઉપરાંત ડાંગની કલા-સંસ્કૃતિ, વારસો, લોકવાદ્યો વગેરે અહીં સચવાયેલા છે.
બી. જે મેડિકલ મેડિકલ કોલેજ મ્યુઝિયમ (અમદાવાદ)
>> આ મ્યુઝિયમ ચાર ભાગોમાં વહેચાયેલું છે.
1). એનાટોમી
2). હાઇજીન અને ફોરેન્સિક મેડિસિન
3). ફાર્મોકોલોજી
4). પેથોલોજી
આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યામંદિર (અમદાવાદ)
>> આ મ્યુઝિયમ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે. જેની સ્થાપના ઇ.સ 1961માં થઈ હતી.
>> આ મ્યુઝિયમ ગુજરાતનાં આદિવાસીઓને લગતું છે.
ગુજરાતનાં અન્ય જાણીતા સંગ્રહાલયો
1). પુરાતત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ : આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1950માં એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા) માં કરવામાં આવી હતી.
2). ગ્રામીણ લોકકલા સંગ્રહાલય : કચ્છ જિલ્લાના ભુજમાં આવેલું છે.
3). એ.એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય : ભુજ (કચ્છ) ખાતે આવેલ આ સંગ્રહાલય કચ્છી ભરતકામનું પ્રદર્શન કરતું મ્યુઝિયમ
4). ભારતીય સંસ્કૃતિ દર્શન : ભુજ ખાતે આવેલું છે.
5). મહાવીરસિંહ મદનસિંહજી મ્યુઝિયમ : ભુજ (કચ્છ) માં આવેલું છે.
6). વલભીપૂર મ્યુઝિયમ : ભાવનગર જિલ્લાના વલભીપૂરમાં આવેલું છે. જેને તામ્ર પત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે.
7). બાર્ટન મ્યુઝિયમ : ઇ.સ 1882 માં ભાવનગરમાં સ્થાપના થઈ હતી.
8). દરબાર હોલ મ્યુઝિયમ : જુનાગઢના દીવાન ચોક ખાતે આવેલું છે.
9). ગાંધી મેમેરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ : પોરબંદરમાં આવેલું છે.
10). પ્રભાસ પાટણ મ્યુઝિયમ : સોમનાથ માં આવેલું છે.
11). નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય : ગાંધીનગરમાં આવેલું છે.
12). મહાવીર જૈન આરાધના કેન્દ્ર : કોબા (ગાંધીનગર) માં આવેલું છે.
13). પોડિયમ સંગ્રહાલય : ગાંધીનગરમાં ગુજરાતનાં વિધાનસભા ભવનમાં આવેલું છે.
14). શામળાજી સંગ્રહાલય : ભીલોડા (અરવલ્લી) માં આવેલું છે જેની સ્થાપના ઇ.સ 1992માં થઈ હતી.
15). બરોડા મ્યુઝિયમ અને પીકચર ગેલેરી : વડોદરા (ઇ.સ 1894)
16). હેલ્થ મ્યુઝિયમ : વડોદરા
17). મેડિકલ કોલેજ મ્યુઝિયમ : વડોદરા
18). રજની પરિખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ : ખંભાત (આણંદ)માં આવેલું છે.
19). મ્યુનિસિપલ મ્યુઝિયમ : આ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલું છે. જે કર્ણાવતી નગરીની ઝાંખી કરાવે છે.
20). ભો. જે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ : અમદાવાદમાં આવેલું છે.
21). કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઇલ : અમદાવાદ ખાતે આવેલ આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1949માં ગૌતમ સારાભાઈએ કરી હતી.
22). શ્રેયસ ફોક મ્યુઝિયમ : આ મ્યુઝિયમની સ્થાપના ઇ.સ 1977માં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા થઈ હતી જે લોકકલા દર્શવાતું ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે.
Read more