Borsad satyagraha
▶️ બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. પરિણામે તેમણે પકડવા સરકારે વધારાની પોલીસ રાખવાનું નક્કી કર્યું.
▶️ તે પોલીસ પાછળ થતા ખર્ચના બહાને સરકારે “હૈડિયાવેરો” લેવાનું શરૂ કર્યું.
▶️ હૈડિયાવેરો (Per head tax) વ્યક્તિદીઠ લેવાતો હતો. સરકારના ઠરાવ પ્રમાણે દરેક ઉંમર લાયક વ્યક્તિ પર બે રૂપિયા અને સાત આના વેરો લેવાતો હતો.
▶️ એક બાજુ બહારવટિયાનો ત્રાસ અને બીજી બાજુ સરકારનો વેરા સ્વરૂપે ત્રાસ વધતો જતો હતો. જે પ્રજાની દૃષ્ટિએ ખૂબ અન્યાયી હતો.
▶️ આ વધારાના કર સામે લડવા દરબાર ગોપાળદાસના પ્રમુખ પદે સંગ્રામ સમિતિની રચના થઈ હતી.
▶️ ગુજરાત પ્રાંતિક સમિતિ વતી સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડયા આ હૈડિયાવેરા અંગે તપાસ કરી.
▶️ જેના અનુસંધાને ગુજરાત પ્રાંતિક સમિતિએ આ વેરો ન ભરવાની લોકોને સલાહ આપી. અને ગામે ગામ સભાઓ કરી નગારા દ્વારા લોકોને ચેતવી દેવાયા કે વેરો કોઈ ના ભારે. આના પરિણામ સ્વરૂપે લોકોમાં એટલી જાગૃતિ આવી કે કોઈએ દંડ ભર્યો નહીં.
▶️ સરદાર પટેલે જાહેરમાં સરકારની ખૂબ ટીકા કરી. અને સરદારે નવા ગવર્નર વેસ્લિ વિલ્સનને ખાસ અમલદાર મોકલી તપાસ કરવા મજબૂર કર્યા.
▶️ તાપસ બાદ 8 જાન્યુઆરી 1924ના રોજ હૈડિયાવેરો નાબૂદ કરવામાં આવ્યો અને બોરસદની પ્રજાનો વિજય થયો.
Read more
Borsad satyagraha in gujarati : : UPSC, GPSC, PI, PSI/ASI, Bin-sachivalay, Talati, Police constable, Clark and all exams..