Join our WhatsApp group : click here

બારડોલી સત્યાગ્રહ | Bardoli satyagraha in Gujarati

Bardoli-satyagraha-in-Gujarati

Bardoli satyagraha in Gujarati

▶️ ઇ.સ 1927માં બારડોલી તાલુકામાં કલેક્ટર જયકર અને સેટલમેંટ કમિશ્નરે જમીન મહેસૂલની ફેર આકારણી કરીને તાલુકાનું ખોટી રીતે 30 % મહેસૂલ વધારી દીધું.

▶️ 7 વર્ષના ગણોતને એક વર્ષનું ગણવાની તેમણે મોટી ભૂલ કરી કતી, માત્ર 15% ને બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે, એમ તેમણે ધાર્યું હતું.

▶️ તેથી બારડોલી તાલુકાના ખેડૂતોમાં રોષ હતો. તાલુકામાં યોજાયેલી ખેડૂતોની પરિષદે મહેસૂલ વધારાનો વિરોધ કર્યો. અને મહેસૂલ ન ભરવાનો ઠરાવ પસાર કર્યો.

▶️ ખેડૂતોની લડત માટેની તૈયારી અને ઉત્સાહ જોઈને કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતાની વિનંતીથી “ના કર’ ની લડતની આગેવાની વલ્લભભાઈ પટેલે સંભાળી.

▶️ વલ્લભભાઈ પટેલે ખેડૂતોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી અને ગવર્નરને પત્ર લખી મહેસૂલ વધારો પાછો લેવા વિનંતી કરી. પણ ગવર્નરે પત્રનો જવાબ આપ્યો નહીં.

▶️ જુગતરામ દવેએ ના કરની લડતની ‘સત્યાગ્રહ પત્રિકા’ પ્રગટ કરવાની જવાબદારી સંભાળી, તેમણે આશરે 5000 જેટલી પત્રિકા વહેંચી હતી.

▶️ નવજીવન અને યંગ ઈન્ડિયા સમાચાર પત્રમાં ના કરની લડતના સમાચારો પ્રગટ થયા.

▶️ ખેડૂતોના સમર્થનમાં પૂરા ગુજરાતમાં “બારડોલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

▶️ સરકારે ખેડૂતોને મહેસૂલ ભરવા નોટિસ પાઠવી આમ છતાં ખેડૂતોએ મહેસૂલ નહીં ભરતા સરકારે તેમની માલ મિલકત અને ઢોર-ઢાંખર જપ્ત કર્યા.

▶️ આમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનથી ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને ખેડૂતો મક્કમ રહ્યા. છેવટે સરકારે ખેડૂત સાથે સમાધાન કરવું પડયું.

▶️ સર ચુનીલાલ મહેતાના પ્રયાસોથી સરકારે જપ્તી કરેલી જમીન પાછી આપી સત્યાગ્રહના કેદીની છૂટા કરાયા, છૂટા કરેલા સરકારી કર્મચારીઓને પાછા લઈ લીધા.

▶️ બારડોલી સત્યાગ્રહની બહેનોએ જ વલ્લભભાઈ પટેલને “સરદાર” નું બિરુદ આપ્યું હતું.   

Read more

👉 ખેડા સત્યાગ્રહ
👉 બોરસદ સત્યાગ્રહ

Bardoli satyagraha in Gujarati : : UPSC, GPSC, PI, PSI/ASI, Dy. so, Bin-sachivalay, Talati, Police constable, Clark and all exams…

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!