GI tag in Gujarati : અહીં GI ટેગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં GI ટેગ મેળવનાર વસ્તુઓની યાદી પણ અહીં દર્શાવી છે.
GI ટેગનું પૂરુંનામ : Geographical Indication (ભૌગોલિક સંકેત)
GI ટેગ વિશે
> કોઈ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ચિન્હ છે. જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળ પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્વિત કરે છે.
> આંતરરાષ્ટ્રીય સ્તરે GI ટેગ ટેડ-રિલેટેડ એક્સપેક્ટ્સ ઓફ ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (TRIPS) પરના WTO એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે.
> ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અંતર્ગતની ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઇન્ડિયન પેટન્ટ્સ ઓફિસ દ્વારા GI ટેગ આપવામાં આવે છે.
> જિયોગ્રાફિકલ ઇન્ડીકેશન ઓફ ગુડ્સ એક્ટ, 1999 અંતર્ગત તેની નોધણી કરાય છે.
> જિયોગ્રાફિકલ ઇન્ડીકેશન ઓફ ગુડ્સ એક્ટ, 1999 – 15 સપ્ટેમ્બર 2003ના રોજ અસ્તિત્વમાં આવ્યું.
> ભારતની પહેલી GI ચિન્હવાળી વસ્તુ દાર્જીલિંગની ચા છે. જેને 2004-05માં GI ટેગ આપવામાં આવ્યો.
> હૈદ્રાબાદની હલીમ GI ચિન્હ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ વાનગી છે.
> ભારતની GI ટેગની કુલ સંખ્યા 432 છે.
GI ટેગ નીચેની વસ્તુઓ માટે આપવામાં આવે છે.
- કૃષિ ઉપજ
- પ્રાકૃતિક વસ્તુઓ
- હસ્તકળા
- ખાદ્ય સામગ્રી
- વસ્ત્ર અને કાપડ
- હસ્તનિર્મિત શેતરંજી
- મસાલા
- પીણાં
- ઔદ્યોગિક ઉત્પાદન
તાજેતરમાં GI ટેગ મેળવનાર ભારતની વસ્તુઓ
📌 આસામના પ્રખ્યાત ‘ગામોચા’ |
📌 તેલંગાણાના તંદૂર ‘રેડગ્રામ’ |
📌 લદ્દાખના રક્તસે ‘ખુબાની’ |
📌 મહારાષ્ટ્રના અલીબાગ ‘સફેદ ડુંગળી’ |
GI ટેગ મેળવનાર ભારતની અન્ય વસ્તુઓ
GI મેળવાનર વસ્તુ | સબંધિત રાજય |
---|---|
કેસર | જમ્મુ કશ્મીર |
ગુચી મશરૂમ | જમ્મુ કશ્મીર |
વિલો ક્રિકેટ બેટ | જમ્મુ કશ્મીર |
ચૂલીનું તેલ | હિમાચલ પ્રદેશ |
કાળું જીરું | હિમાચલ પ્રદેશ |
મહોબાનુ પાન | ઉત્તર પ્રદેશ |
ટેરાકોટા કાફ્ટ (માટીના રમકડાં) | ઉત્તર પ્રદેશ |
સોજત મહેંદી | રાજસ્થાન |
કડકનાથ મરઘી | મધ્ય પ્રદેશ |
ચીનોર ચોખા | મધ્ય પ્રદેશ |
આદિવાસી ઢીંગલી | મધ્ય પ્રદેશ |
શાહી લીચી | બિહાર |
સોરહાઇ અને કોહબાર ચિત્રકળા | ઝારખંડ |
હાફૂસ કેરી | મહારાષ્ટ્ર |
વાડા કોલમ ચોખા | મહારાષ્ટ્ર |
પાલઘાટના ચીકુ | મહારાષ્ટ્ર |
સાંગલી હળદર | મહારાષ્ટ્ર |
અલીબાગની સફેદ ડુંગળી | મહારાષ્ટ્ર |
મીનદોરી કેળું | ગોવા |
કાજુ ડ્રિન્ક (ફેની) | ગોવા |
હરમલ મરચું | ગોવા |
તેલિયા રૂમાલ | તેલંગાણા |
પલાની મંદિરના પંચામીરથમ પ્રસાદ | તામિલનાડુ |
કન્યાકુમારી લવિંગ | તામિલનાડુ |
લાકડાનું નક્શીકામ | તામિલનાડુ |
કાગડી સાડી | તામિલનાડુ |
વિલાચેરીના માટીના રમકડાં | તામિલનાડુ |
કાંટેદાર રીંગણ | વેલ્લોર (તામિલનાડુ) |
ડિંડીગુલ તાળાઓ | તામિલનાડુ |
ગુલબર્ગા તુવેરદાળ | કર્ણાટક |
કુર્ગ અરાબીકા કોફી | કર્ણાટક |
સિરસી સોપારી | કર્ણાટક |
ગ્રીન અને વાઇટ ચા | દાર્જીલિંગ (કર્ણાટક) |
એડિયુર મરચાં | કેરળ |
તિતુર પાન | કેરળ |
કૂટ્ટી અટતુર કેરી | કેરળ |
રોવસ્તા કોફી (વાયનાડ) | કેરળ |
ફાઝીલ કેરી | પશ્ચિમ બંગાળ |
સરભાજા અને સરપુરીયા મીઠાઇ | પશ્ચિમ બંગાળ |
સુંદરવનનું મધ | પશ્ચિમ બંગાળ |
કંધેમાલ હળદર | ઓડિશા |
ચાખ હાઓ (કાળા ચોખા) | મણિપુર |
તોમેંગલોન્ગ સંતરા | મણિપુર |
સિરારખોન્ગ મરચું | મણિપુર |
નાગા ખીરા | નાગાલેન્ડ |
ડલે ખુર્સીનું મરચું | સિક્કિમ |
તેજપુર લીચી | અસામ |
જુડીમાં રાઈસ વાઇન | અસામ |
ઇન્ડુ મિશમી ટેકસટાઇલ | અરુણાચલ પ્રદેશ |
GI tag of Gujarat

ગુજરાતમાં GI ટેગ મેળવનાર વસ્તુઓની યાદી
GI ટેગ | વસ્તુ |
---|---|
સંખેડાનું ફર્નિચર અને તેનો લોગો | હસ્તકળા |
ખંભાતના અકીક અને તેનો લોગો | હસ્તકળા |
કચ્છી એમ્બ્રોડરી અને તેનો લોગો | હસ્તકળા |
પેઠાપૂર વુડન પ્રિંટિંગ બ્લોક્સ | હસ્તકળા |
સુરતી જરી કામ | હસ્તકળા |
તંગાલિયા શાલ, સુરેન્દ્રનગર | હસ્તકળા |
ગીરની કેસર કેરી | કૃષિ |
ભાલિયા ઘઉં | કૃષિ |
કચ્છી શાલ | હસ્તકળા |
પાટણના પટોળા | હસ્તકળા |
જામનગરી બાંધણી | હસ્તકળા |
Read more
👉 ગુજરાતની સ્થળ સબંધીત માહિતી |
👉 ગુજરાતની વસ્તી |
👉 ગુજરાતના તાલુકા |
Saras
Saras.