Ramsar sites in India : અહીં રામસર સંમેલન અને ભારતમાં આવેલા રામસર સ્થળોની યાદી રાજય પ્રમાણે આપેલ છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભે તૈયાર કરવામાં આવી છે.
Ramsar sites in India
> આર્દ્રભૂમિઓના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ જેને આપણે રામસર સંમેલનથી જાણીએ છીએ.
> આ સંધિ પર 02 ફેબ્રુઆરી 1971માં ઈરાનના રામસર શહેરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
> ભારતે 1 ફેબ્રુઆરી, 1982ના રોજ રામસર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
> ભારતમાં 2022 સુધીમાં 75 રામસર સ્થળો આવેલા છે.
> દર વર્ષે 2 ફેબ્રુઆરી ના રોજ ‘વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetland Day) ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વર્ષ 1997માં મનાવવામાં આવ્યો હતો.
> વર્ષ 2012-13 થી ભારતે રાષ્ટ્રીય આર્દ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે.
> ઓડિશા રાજયમાં સ્થિત ચિલ્કા સરોવર અને રાજસ્થાનના કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનને તારીખ 01/10/1981ના રોજ રામસર સાઇટની યાદીમાં શામિલ થનાર ભારતના પ્રથમ સ્થળો છે.
ભારતમાં આવેલા રામસર સ્થળો
અહીં પ્રથમ કોલમમાં ભારતના રામસર સ્થળનું નામ બીજી કોલમમાં તે રામસર સાઇટ જાહેર થયા વર્ષ અને ત્રીજા કોલમમાં તે કયા રાજયમાં સ્થિત છે તેના સંબધિત માહિતી આપેલ છે.
સાઇટનું નામ | જાહેર થયા વર્ષ | સંબધિત રાજય |
---|---|---|
ચિલ્કા સરોવર | 1981 | ઓડિશા |
ભીતર કર્ણિકા મેન્ગ્રવ | 2002 | ઓડિશા |
ટંપારા તળાવ | 2022 | ઓડિશા |
હીરાકુંડ તળાવ | 2022 | ઓડિશા |
અન્સુપા તળાવ | 2022 | ઓડિશા |
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન | 1981 | રાજસ્થાન |
સાંભર સરોવર | 1990 | રાજસ્થાન |
લોકતક સરોવર | 1990 | મણિપૂર |
વુલર સરોવર | 1990 | જમ્મુ કશ્મીર |
હોકેરા આર્દ્રભૂમિ | 2005 | જમ્મુ કશ્મીર |
સુરીનસર-માનસર સરોવર | 2005 | જમ્મુ કશ્મીર |
હાયગમ આર્દ્રભૂમિ | 2022 | જમ્મુ કશ્મીર |
શેલબાધ આર્દ્રભૂમિ | 2022 | જમ્મુ કશ્મીર |
હરિકે સરોવર | 1990 | પંજાબ |
કંજલી સરોવર | 2002 | પંજાબ |
રોપડ સરોવર | 2002 | પંજાબ |
કેશવપર મિયાની સામુદાયિક સંરક્ષણ | 2019 | પંજાબ |
નાંગલ વન્યજીવ અભયારણ્ય | 2019 | પંજાબ |
બિયાસ અનામત સંરક્ષણ | 2019 | પંજાબ |
કોલેરું સરોવર | 2002 | આંધ્રપ્રદેશ |
દિપોરબીલ | 2002 | અસમ |
પોંગબંધ સરોવર | 2002 | હિમાચલ પ્રદેશ |
રેણુકા આર્દ્રભૂમિ | 2005 | હિમાચલ પ્રદેશ |
ચન્દ્રતાલ આર્દ્રભૂમિ | 2005 | હિમાચલ પ્રદેશ |
ત્સો મોરીરી સરોવર | 2002 | લદ્દાખ |
ત્સો કર આર્દ્રભૂમિ ક્ષેત્ર | 2002 | લદ્દાખ |
અષ્ટમૂડી આર્દ્રભૂમિ | 2002 | કેરળ |
સંસ્થમકોટ્ટા સરોવર | 2002 | કેરળ |
વેમ્બનાડ કોલ આર્દ્રભૂમિ | 2002 | કેરળ |
ભોજ આર્દ્રભૂમિ | 2002 | મધ્યપ્રદેશ |
યશવંત સાગર | 2022 | મધ્યપ્રદેશ |
પોઈન્ટ કૈલિમર વન્યજીવ અને પક્ષી અભયારણ્ય | 2002 | તામિલનાડુ |
પૂર્વ કોલકત્તા આર્દ્રભૂમિ | 2002 | પશ્ચિમ બંગાળ |
સુંદરવન વેટલેન્ડ | 2019 | પશ્ચિમ બંગાળ |
રુદ્રસાગર સરોવર | 2005 | ત્રિપુરા |
ઉપરી ગંગાનદી (વજ્રઘાટથી સરોવર) | 2005 | ઉત્તર પ્રદેશ |
નવાબગંજ પક્ષી અભયારણ્ય | 2012 | ઉત્તર પ્રદેશ |
સાંડી પક્ષી અભયારણ્ય | 2019 | ઉત્તર પ્રદેશ |
સમાસપૂર પક્ષી અભયારણ્ય | 2019 | ઉત્તર પ્રદેશ |
સામાન પક્ષી અભયારણ્ય | 2019 | ઉત્તર પ્રદેશ |
પાર્વતી અરંગા પક્ષી અભયારણ્ય | 2019 | ઉત્તર પ્રદેશ |
સરસાઈ નાવર સરોવર | 2019 | ઉત્તર પ્રદેશ |
સૂર સરોવર (કિથમ સરોવર) | 2020 | ઉત્તર પ્રદેશ |
હૈદરપૂર આર્દ્રભૂમિ | 2021 | ઉત્તર પ્રદેશ |
બખીરા વન્યજીવ અભયારણ્ય | 2022 | ઉત્તરપ્રદેશ |
નળસરોવર પક્ષી અભયારણ્ય | 2012 | ગુજરાત |
થોળ સરોવર | 2021 | ગુજરાત |
વઢવાણા તળાવ | 2021 | ગુજરાત |
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય | 2022 | ગુજરાત |
નંદુર મધામેશ્વર પક્ષી અભયારણ્ય | 2019 | મહારાષ્ટ્ર |
લોનાર સરોવર | 2020 | મહારાષ્ટ્ર |
થાણે ક્રિક | 2022 | મહારાષ્ટ્ર |
કંવર સરોવર/કાબાલ તળાવ | 2020 | બિહાર |
સુલ્તાનપૂર રાષ્ટ્રીય ઉદ્યાન | 2021 | હરિયાણા |
ભીંડાવાસ વન્યજીવ અભયારણ્ય | 2021 | હરિયાણા |
કૂથન કુલમ પક્ષી અભયારણ્ય | 2022 | તામિલનાડુ |
મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ | 2022 | તામિલનાડુ |
વેમ્બન્નુર વેટલૈંડ કોમ્પ્લેક્ષ | 2022 | તામિલનાડુ |
કારીકિલી પક્ષી અભયારણ્ય | 2022 | તામિલનાડુ |
પલ્લીકરાઇ માર્શ રિઝર્વ ફોરેસ્ટ | 2022 | તામિલનાડુ |
પિચાવરમ મેગ્રોઝ | 2022 | તામિલનાડુ |
ચિત્રાન્ગડી પક્ષી અભ્યારણ્ય | 2022 | તામિલનાડુ |
સૂચીન્દ્રમ થેરૂર આદ્રભૂમિ | 2022 | તામિલનાડુ |
વડુવુર પક્ષી અભયારણ્ય | 2022 | તામિલનાડુ |
કાંઝીરનકુલમ પક્ષી અભયારણ્ય | 2022 | તામિલનાડુ |
પાલા વેટલેન્ડ | 2022 | મિઝોરમ |
સાંખ્ય સાગર | 2022 | મધ્યપ્રદેશ |

1). ભારતમાં કેટલા રામસર સ્થળ છે ? : 75
2). ક્ષેત્રફળ દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે ? : સુંદરવન ડેલ્ટા (પશ્ચિમ બંગાળ)
3). ક્ષેત્રફળ દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે ? : રેણુકા આર્દ્રભૂમિ (હિમાચલ પ્રદેશ)
4). સૌથી વધુ રામસર સ્થળ કયા રાજયમાં આવેલા છે ? : તામિલનાડુ (14)
5). ગુજરાતમાં કેટલા રામસર સ્થળો આવેલા છે ? : 04
6). વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ કયા દેશમાં આવેલી છે ? : UK (175)
7). વિશ્વની પ્રથમ રામસર સાઇટ : કોબર્ગ પેનિન્સુલા (ઓસ્ટ્રેલીયા)
8). વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ : પેન્ટનાલ (દક્ષિણ અમેરિકા)
Read more
👉 ભારતના કુદરતી સરોવરો |
👉 ભારતની નદીઓના ઉદ્દગમ સ્થાન |
👉 ભારતના મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગ |