Bharat ni nadio na udgam sthal : અહીં ભારતની નદીઓના ઉદગમ સ્થાન વિશે માહિતી આપેલ છે. પ્રથમ નદીઓનું નામ અને તેના સામે તેનું ઉદ્દગમ સ્થાન જણાવેલ છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતની નદીઓના ઉદગમ સ્થાન
1). સિંધુ : માનસરોવર પાસેના બોખરચુ હિમનદીમાંથી (તિબેટ)
2). ઝેલમ : જમ્મુ-કશ્મીરમાં વેરીનાગ પાસેના શેષનાગ સરોવરમાંથી
3). બ્રહ્મપુત્ર : માનસરોવર નજીક ચેમાયુંગડુંગ હિમ નદીમાંથી.
4). ગંગા નદી : ગંગોત્રિ ગ્લેસિયરમાંથી (ઉત્તરાખંડ)
5). ગોમતી : ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાંથી
6). બિયાસ નદી : સમુદ્ર સપાટીથી 4000 મીટર ઊંચાઈએ આવેલા રોહતાંગ ઘાટ નજીક વ્યાસકુંડમાંથી.
7). ચિનાબ : ચંદ્ર અને ભાગાનું ઉદગમસ્થાન હિમાચલ પ્રેદેશના લાહૌલ જિલ્લાના બડાલાચા લા ઘાટના બંને છેડા તરફથી
8). રાવી નદી : હિમાચલ પ્રદેશની કૂલુની પર્વતમાળામાં રોહતાંગ ઘાટ પાસેથી.
9). રામગંગા : ગૈરસેન નજીક ગઢવાલની ટેકરીમાંથી
10). કોસી નદી : ગોસાઇથાન ટેકરીમાંથી (નેપાળ)
11). મહાનંદા : દાર્જિલિંગ પર્વતમાળા માંથી
12). ગંડક નદી : નેપાળ હિમાલયના ઘૈલાગિરિ અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચેથી.
13). કેન નદી : મધ્યપ્રદેશના સતના જિલ્લાની કૈમૂર પર્વતમાળામાંથી
14). સોન નદી : અમરકંટકમાંથી (છત્તીસગઢ)
15). યમુના નદી : યમનોત્રી ગ્લેસિયરમાંથી (ઉત્તરાખંડ)
16). ચંબલ નદી : મહુ નજીક જના પાવ પહાડીમાંથી (મધ્યપ્રદેશ)
17). શારદા નદી : નેપાળ હિમાલયમાં આવેલ મિલાન હિમનદી માંથી
18). ઘાઘરા નદી : તિબ્બતના ઉચ્ચપ્રદેશમાં આવેલા માપચાચુંગો હિમનદી માંથી
19). બનાસ નદી : રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાંથી
20). બેતવા નદી : વિંધ્યાચળ પર્વતમાંથી. (મધ્યપ્રદેશ)
21). બનાસ નદી : રાજસ્થાનના શિહોરી જિલ્લાના ઉદેપુરની ટેકરીમાંથી
22). મહી નદી : વિંધ્ય પર્વતમાળાના મેહદ સરોવરમાંથી (મધ્યપ્રદેશ)
23). તાપી નદી : મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં મહાદેવ ટેકરીઓમાં આવેલા મૂલતાઇ નામના સ્થળેથી
24). નર્મદા : મૈકલ પર્વતમાળાના અમરકંટક ડુંગરમાંથી (છત્તીસગઢ)
25). ગોદાવરી : મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં ત્ર્યંબક ગામ પાસેથી
26). કૃષ્ણા નદી : સહ્યાદ્રીમાંથી મહાબલેશ્વર નજીક 1327મી ઊંચાઈએ આવેલા એક ઝરણામાંથી
27). કાવેરી નદી : બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી (કર્ણાટક)
28). મહાનદી : રાયપૂર જીલ્લામાં અમરકંટક પર્વતમાળાના સિંહાવા ગામ નજીક (છત્તીસગઢ)
29). પેન્નાર નદી : કર્ણાટક રાજયના મૈસુર ઉચ્ચપ્રદેશમાં આવેલા કોલાર જિલ્લામાંથી
30). સાબરમતી : અરવલ્લી પર્વતમાળાના ઢેબર સરોવરમાંથી (રાજસ્થાન)
31). દામોદર : છોટા નાગપૂરના ઉચ્ચપ્રદેશના પૂર્વી કિનારામાંથી
32). લૂણી નદી : અરવલ્લીના ડુંગરોમાંથી પુષ્કર પાસે નીકળતી બે ધારાઓ સરસ્વતી અને સાગરમટીના સંગમથી
33). બ્રાહ્મણી : છોટા નાગપૂરના ઉચ્ચ પ્રદેશમાં રાંચીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાંથી. .
34). તુંગભદ્રા નદી : તુંગ કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના ગંગામૂલ શિખરમાંથી
35). સ્વર્ણરેખા : ઝારખંડ રાજયમાં છોટા નાગપૂર ઉચ્ચપ્રદેશમાં રાચી પાસેથી.
Read more