Join our WhatsApp group : click here

Bharat na sarovaro | ભારતના મુખ્ય સરોવરો

અહીં Bharat na sarovaro સરોવર સંબધિત જાણકારી આપવામાં આવી છે. જેમાં વિસ્તૃત અને સંક્ષિપ્ત બંને સ્વરૂપે આપવામાં આવી છે. આપેલ જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. વધારે જનરલ નોલેજ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Bharat na sarovaro

અહીં Bharat na sarovaro સરોવર સંબધિત વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. અહીં ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સરોવરની જ માહિતી આપવામાં આવી છે.

1). અષ્ટમૂડી સરોવર :

>> આ સરોવર કેરળ રાજયના કોલ્લમ જિલ્લામાં આવેલું છે.

>> અષ્ટમૂડી સરોવરો એક લગુર પ્રકારનું સરોવર છે.  

>> આ એક ભારતની રામસર સાઇટ છે.

>> અષ્ટમૂડીનો અર્થ ‘આઠ શાખાઓ’ એમ થાય છે.

2). વેમ્બનાડ સરોવર (વેમ્બનાડ કાયલ) :

>> પલ્લીપુરમ અને પેરુમ્બલમ દ્વીપોથી ઘેરાયેલું વેમ્બનાડ સરોવર ભારતનું સૌથી વધારે લંબાઇ ધરાવતું સરોવર છે.

>> આ સરોવર સમુદ્રની સપાટીને સમકક્ષ આવેલું છે અને સાંકડા બેરિયાર દ્વીપ દ્વારા અરબસાગરને જુદો પાડે છે.

>> પામ્બા અને પેરિયાર નદીઓ વેમ્બનાડ સરોવરને મળે છે.

>> બેમ્બનાડ સરોવરમાં વેલિંગટન નામનો દ્વીપ આવેલો છે.

>> આ વેલિંગટન દ્વીપ ઉપર દર વર્ષે નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

3). ચંદ્રતાલ સરોવર :

>> આ સરોવર હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલું છે.

>> ચંદ્રતાલ સરોવર ચિનાબ નદીની મુખ્ય શાખા નદી ચંદ્રાનું ઉદગમ સ્થાન છે.

4). ચિલ્કા સરોવર :

>> ભારતનું સૌથી મોટું લગૂન સરોવર છે.

>>સમુદ્ર દ્વારા લવાયેલ અવસાદ દ્વારા કાયરેક લગુન નું મુખ ઢાંકઈ જાય છે. છતાં પણ લગુન ખારા પાણીનું જ રહે છે.

>> ચિલ્કા સરોવરની આસપાસ 6 જેટલા ટાપુઓ આવેલા છે : પરિકુંડ, નાલબાના, ફૂલબની, તમપારા, બહારપૂરા, નુઆપારા

>> વર્ષ 1981માં આ સરોવરને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

5). વુલર સરોવર :

>> જમ્મુ કશ્મીરમાં સ્થિત આ સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે.

>> આ સરોવરને ઝેલમ નદીનું પાણી મળે છે.

>> તુલ બુલ નૌકાનયન પરિયોજના વુલર સરોવરના મુખ પર આવેલી છે.

6). હુસૈન સાગર સરોવર :

>> આંધ્રપ્રદેશ રાજયના હૈદ્રાબાદમાં સ્થિત આ એક કુત્રિમ સરોવર છે.

>> હુસૈન સાગરનું નિર્માણ વર્ષ 1562માં મુસી નદીની શાખા નદી પર હુસૈન શાહવાલીએ કર્યું હતું.

>> હુસૈન સાગરની વચ્ચે એક જ પથ્થરમાંથી બનેલી ભગવાન બુદ્ધની પ્રતિમા આવેલી છે.

7). કોલેરૂ સરોવર :

>> કોલેરું સરોવર આંધ્રપ્રદેશ રાજયમાં આવેલું છે.

>> આ સરોવર કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચે આવેલું છે.

>> આ સરોવર ગ્રે અથવા સ્પોટ-બિલ્ડ પેલિકન જેવા ઘણાં યાયાવર પક્ષીઓ માટે એક મહત્વનું નિવાસસ્થાન છે.

>> 1999માં તેને વન્યજીવન અભયારણ્ય તરીકે બદલી દેવામાં આવ્યું હતું અને તે એક રામસર સંમેલન હેઠળની આર્દ્રભૂમિ છે.

8). પુલિકટ સરોવર :

>> પુલિકટ સરોવર ભારતના બીજા નંબરનું સૌથી મોટું લગુન સરોવર છે.

>> આ સરોવર તામિલનાડુના 16% અને આંધ્ર પ્રદેશ 84 % વિસ્તારમાં આવેલું છે.

>>પુલિકટ સરોવર પક્ષી અભયારણ્યથી ઘેરાયેલું છે.

>> પુલિકટ સરોવર ઉપર ઇસરોનું શ્રી સતિષ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે.

9). લોકટક સરોવર :

>> ઉત્તર-પૂર્વ ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે.

>> આ વિશ્વનું એકમાત્ર તરતુ સરોવર છે.

10). લોનાર સરોવર :

>>મહારાષ્ટ્ર રાજયમાં આવેલું ભારતનું સૌથી મોટું ઉલ્કાપાત સરોવર છે.

11). પુષ્કર સરોવર :

>> રાજસ્થાન રાજયના અજમેર જિલ્લાના પુષ્કર શહેરમાં આવેલું છે. આ હિન્દુઓનું પવિત્ર સરોવર છે.

>> અહીં ભગવાન બ્રહ્માને સમર્પિત મંદિર આવેલું છે.

12). સાંભર સરોવર :

>> રાજસ્થાન રાજયમાં આવેલું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.

>> જે ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં 8.7% ભાગ ધરાવે છે.

13). ચોમાલું સરોવર :

>> સિક્કિમમાં સ્થિત ચોમાલું સરોવર ભારતનું સૌથી વધારે ઊંચાઈ પર સ્થિત સરોવર છે.

>> તીસ્તા નદીનું ઉદગમ સ્થાન અહીંથી થાય છે.

14). ગોવિંદ વલ્લભ પંત સાગર :

>> ઉત્તર પ્રદેશ રાજયમાં સ્થિત ગોવિંદ વલ્લભ પંત સાગર ભારતનું સૌથી મોટું કુત્રિમ સરોવર છે.

>> આ સરોવરનું નિર્માણ રિહન્દ નદી પર બંધ બાંધવાથી થયેલું છે.

યાદ રાખો :  રાષ્ટ્રીય સરોવર સંરક્ષણ પરિયોજના : ભારત સરકારના કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જૂન, 2001માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત ઇ.સ 2009સુધીમાં 14 રાજયોના કુલ 58 સરોવરને સંરક્ષણ હેતુથી મજૂરી આપવામાં આવી છે.

ભારતના સરોવરો સંક્ષિપ્તમાં

નીચે Bharat na sarovaro સંબધિત સંક્ષિપ્ત માં માહિતી આપવામાં આવી છે.

સરોવરરાજય
ડાલ :જમ્મુ-કશ્મીર
વુલર :જમ્મુ કશ્મીર
પોંગોગ ત્સો :લદ્દાખ
સુરજતાલ :હિમાચલ પ્રદેશ
ખજજર :હિમાચલ પ્રદેશ
ગોવિંદ સાગર :હિમાચલ પ્રદેશ
ચંદ્રાતાલ :હિમાચલ પ્રદેશ
નાકો :હિમાચલ પ્રદેશ
રેણુકા :હિમાચલ પ્રદેશ
રૂપકુંડ :ઉત્તરાખંડ
ભીમતાલ :ઉત્તરાખંડ
સાતતાલ :ઉત્તરાખંડ
ગોવિંદ વલ્લભ પંત સાગર :ઉત્તર પ્રદેશ
બ્રહ્મ સરોવર :હરિયાણા
સુરજ કુંડ :હરિયાણા
તવાવોઈર :મધ્યપ્રદેશ
ગાંધી સાગર :મધ્ય પ્રદેશ
હરિકે :પંજાબ
રોપડ :પંજાબ
ઢેબર :રાજસ્થાન
પુષ્કર :રાજસ્થાન
સાંભર :રાજસ્થાન
ડિડવાના :રાજસ્થાન
રાણાપ્રતાપ નગર :રાજસ્થાન
જવાહર સાગર :રાજસ્થાન
નળ સરોવર :ગુજરાત
નારાયણ સરોવર :ગુજરાત
ઉકાઈ :ગુજરાત
લોનાર :મહારાષ્ટ્ર
આષ્ટામૂડી :કેરળ
શસ્થામ કોટા :કેરળ
વેંબનાડ :કેરળ
વેમ્બાનટ્ટ :કેરળ
વિરનપુઝા :કેરળ
પેરિયાર :કેરળ
ચેમ્બરમબક્કમ :તામિલનાડુ
કાલીવેલી :તામિલનાડુ
વીરાનમ :તામિલનાડુ
સ્ટેનલે જલાશય :તામિલનાડુ
હિમાયત સાગર :આંધ્ર પ્રદેશ
હુસૈન સાગર :આંધ્રાપ્રદેશ
ઓસમાન સાગર :આંધ્ર પ્રદેશ
નાગાર્જુન સાગર :આંધ્રપ્રદેશ
નિઝમ સાગર :આંધ્રપ્રદેશ
કોલેરું :આંધ્રપ્રદેશ
પુલિકટ :આંધ્રપ્રદેશ
ચિલ્કા :ઉડિશા
લોકટક :મણિપૂર
ખેચીઓ પાલરી :સિક્કિમ
ત્સાંગમો :સિક્કિમ
Bharat na sarovaro

ભારતની ભૂગોળની ટેસ્ટ click here
ભારતની ભૂગોળની Pdf click here
ભારતના કુદરતી સરોવરોની યાદી click here
Bharat na sarovaro

Bharat na sarovaro : Bharat ni Bhugol : : UPSC, GPSC, Police, Sachivalay, Talati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!