Tapi District : અહીં તાપી જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. તાપી જિલ્લાની રચના, બોર્ડર,લોકનૃત્ય, નદીઓ, તાપી જિલ્લાના તાલુકાની વિસ્તૃત ચર્ચા અને જિલ્લા વિશેષ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
તાપી જિલ્લાનો પરિચય
ક્ષેત્રફળ : | 3139 ચો. કી.મી |
જાતિ પ્રમાણ : | 1007 |
શિશુ જાતિપ્રમાણ : | 953 |
કુલ સાક્ષરતા : | 61.16% |
પુરુષ સાક્ષરતા : | 75.44% |
સ્ત્રી સાક્ષરતા : | 61.16% |
કુલ ગામડા : | 523 |
તાપી જિલ્લાની રચના
Tapi Districtની રચના 2 ઓક્ટોબર, 2007ના રોજ સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે.
નરેંદ્રમોદી ના શાસનકાળમાં તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી.
Tapi District Border
ઉત્તરે | નર્મદા જિલ્લો |
પૂર્વમાં | મહારાષ્ટ્ર |
દક્ષિણમાં | નવસારી અને ડાંગ જિલ્લો |
પશ્ચિમમાં | સુરત જિલ્લો |
Tapi District Taluka List
તાપી જીલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે.
1). વ્યારા
2). સોનગઢ
3). નિજર
4). વાલોડ
5). ઉચ્છલ
6). ડોલવણ
7). કુકુરમુંડા
તાપી જિલ્લા વિશેષ
સ્થાપના : 2 ઓક્ટોબર, 2007
1). લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા ક્રમે આવે છે.
2). તાપી જિલ્લાનું તાપી નદી પરથી રાખવામા આવ્યું છે.
3). તાપી જીલ્લામાં ‘હરણફાળ’ નામના સ્થળે તાપી નદી પ્રવેશ કરે છે.
4). તાપી નદી પર ઉકાઈ પાસે બંધ આવેલો છે.
5). રાજય સરકારે તાપી જિલ્લાના ઉમરગામથી બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધારવતા 43 તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે.
6). ગુજરાતમાં ખ્રિસ્તીઓની સૌથી વધુ વસતી તાપી જિલ્લામાં છે.
7). તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અને મહારાષ્ટ્ર રાજયના નવાપૂરા તાલુકાના સહિયારા રેલવે સ્ટેશન નવાપૂરાની હદ ગુજરાત અને અડધી મહારાષ્ટ્ર રાજયમાં આવેલી છે.
8). સૌથી વધુ લિંગ પ્રમાણ તાપી જિલ્લામાં છે. (1007)
9). ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મ સ્થળ તાપી જિલ્લાનું ડોલવણ છે.
વ્યારા
પ્રાચીન નામ : વિઆરા, વિહારપૂર, વિહારા
>> વ્યારા તાપી જિલ્લાનું મુખ્ય મથક છે.
>> વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ અહી આવેલો છે.
>> અહી ખેરના વૃક્ષો વધુ પ્રમાણમાં છે જેનો ઉપયોગ કાથો બનાવવામાં થાય છે.
>> ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલય વ્યારા ખાતે શરૂ થઈ હતી.
નિઝર તાલુકો
>> તાપી નદી ગુજરાતમાં જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે.
>> નિઝર તાલુકો ત્રણ બાજુ મહારાષ્ટ્ર રાજયની સરહદથી ઘેરાયેલો છે.
સોનગઢ
>> અહી પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો અને કિલ્લા પર દરગાહ અને મહાકાળી માનું મંદિર આવેલું છે.
>> કાગળ, પુંઠા બનાવવાની “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે.
>> શિવાજી મહારાજ સુરત લૂટવા માટે ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા.
>> સયાજીરાવ ગાયકવાડ દ્વારા સોનગઢ તાલુકાના ડોસવાડાના તળાવમાંથી નહેરો ખોદાવીને સિંચાઇની સુવિધા ઊભી કરવામાં આવી હતી.
>> સોનગઢ તાલુકામાં ‘ચીમર ધોધ’ આવેલો છે.
>> સોનગઢ તાલુકામાં પ્રાચીન ગૌમુખ મંદિર આવેલું છે. જ્યાં ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલ ગાયના મુખમાંથી બારેમાસ પાણી નીકળ્યા કરે છે.
વાલોડ
પ્રાચીન નામ- વડવલ્લી
>> સાહિત્યકાર- સુરેશ જોષીનું જન્મસ્થળ
>> વાલોડ “સરદાર સહકારી મંડળી” ની પ્રવુતી માટે જાણીતું છે.
>> વાલોડ ખાતે લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું આવેલું છે.
>> ભવાઈના નાટકો લખનાર અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો આશ્રમ “વેડછી આશ્રમ” વાલોડ તાલુકાના વેછડી ખાતે આવેલો છે.
>> જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણભાઈ દેસાઇનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય વાલોડ ખાતે આવેલી છે.
ઉકાઈ બંધ
>> તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં તાપી નદી પર ઊંકાઈ બંધ બાંધવામાં આવ્યો છે.
>> આ બંધથી ‘વલ્લભસાગર સરોવર’ નું નિર્માણ થયું છે.
>> અહી જળ વિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું છે.
>> આ ઉપરાંત અહી 1350 મેગાવોટની ક્ષમતા ધરાવતું તાપ વિદ્યુતમથક આવેલું છે.
તાપી જીલ્લામાં આવેલી નદીઓ
1). તાપી
2). મિઢોળા
3). ગીરા
નદી કિનારે વસેલા તાપી જિલ્લાના શહેરો
શહેરનું નામ | નદીનું નામ |
---|---|
વ્યારા : | મીંઢોળા નદી |
નિઝર : | તાપી નદી |
કુકરમુંડા : | તાપી નદી |
વાલોડ : | વાલ્મીકિ નદી |
જિલ્લામાં ભરાતા મેળા
1). પાટી મેળો
2). ખતાલશા પીરનો મેળો (ઘોડ જાત્રા)
લોકનૃત્ય
1). હાલીનૃત્ય
>> સુરત અને તાપી જિલ્લાના આદિવાસીઓ કરે છે.
>> આ નૃત્યમાં ઢોલ, પુંગીઓ અને થાળી સાથે સૂર કાઢી ગીતો ગાવામાં આવે છે.
2). ડિંડુળ નૃત્ય
>> આ નૃત્ય તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં હોળી સમયે કરવામાં આવે છે.
>> આ નૃત્ય મહારાષ્ટ્ર રાજયનું છે.
તાપી જિલ્લા સંબધિત વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
બીજા જિલ્લા વિષે વાંચો
👉 ખેડા જિલ્લાનો પરિચય |
👉 સુરત જિલ્લાનો પરિચય |
👉 ડાંગ જિલ્લાનો પરિચય |
👉 નર્મદા જિલ્લાનો પરિચય |
👉 વડોદરા જિલ્લાનો પરિચય |
Good