અહીં Narmada District સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લાની રચના, સરહદો. અભયરણ્યો, લોકમેળા, લોકનૃત્ય, મુખ્ય નદીઓ, નર્મદા જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી સાથે નર્મદા જિલ્લાની વિશેષ માહિતી આપેલ છે.
Table of Contents
નર્મદા જિલ્લાની રચના
Narmada Districtની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ ભરુચ જીલ્લામાંથી કરવામાં આવી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના શાસનકાળમાં આ જિલ્લાની રચના થઈ હતી.
મુખ્ય મથક – રાજપીપળા
Narmada District Taluka List
નર્મદા જિલ્લામાં 5 તાલુકા આવેલા છે.
1). રાજપીપળા (નાંદોદ)
2). ડેડીયાપાડા
3). તિલકવાડા
4). સાગબારા
5). ગરુડેશ્વર (ગરુડેશ્વર તાલુકાની રચના 18 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી.)
નર્મદા જિલ્લાની સરહદો
ઉત્તરે | વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લો |
પૂર્વમાં | મહારાષ્ટ્ર રાજ્ય |
દક્ષિણમાં | તાપી અને સુરત જિલ્લો |
પશ્ચિમમાં | ભરુચ જિલ્લો |
નર્મદા જિલ્લા વિશેષ
1). નર્મદા જિલ્લાનું નામ ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી પરથી રાખવામા આવ્યું છે.
2). 182 મીટર ઊંચાઈની “સ્ટેચ્યું ઓફ યુનિટી” નર્મદા જીલ્લામાં આવેલી છે.
3). ગુજરાતનો સૌથી મોટો અને ઊંચો “સરદાર સરોવર બંધ” નર્મદા જીલ્લામાં આવેલી છે.
4). નર્મદા નદી ભારતની એકમાત્ર એવિ નદી છે કે જેના પર સૌથી વધુ ડેમ આવેલા છે.
5). નર્મદા જીલ્લામાં સાગનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે.
6). નર્મદા જિલ્લો ‘મીની કાશ્મિર’ તરીકે ઓળખાય છે.
7). ગુજરાતમાં સૌથી વધુ વ્યાયામ શાળાઓ નર્મદા જીલ્લામાં છે જેની સ્થાપનાઓ અંબુભાઇ પુરાણી અને છોટાભાઇ પુરાણી નામના પુરાણી બંધુઓએ કરેલ છે.
8). Narmada District નું માલસામોટ હવા ખાવાનું સ્થળ છે.
9). નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજયના નંદુબાર જિલ્લાની સરહદને સ્પર્શે છે.
10). નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરીઓ આવેલી છે. જેનું સૌથી ઊંચું શિખર માથાસર છે.
11). સાતપુડાની પર્વતમાળાની શરૂઆત રાજપીપળાથી થાય છે.
12). ગુજરાતમાં શૌચમુકત જાહેર થનાર પ્રથમ જિલ્લો નર્મદા છે.
13). નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઈચા ગમે નર્મદા નદીના કાંઠે નીલકંઠ ધામ વિહાર સ્થળ આવેલું છે. આજથી સવા બસો વરસ પહેલા ભગવાન સ્વામિનારાયણે (નીલકંઠવર્ણી) અહીં વિચરતા હતા ત્યારે તેમણે આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. જેને ‘દક્ષિણનું પ્રયાગ’ કહેવામા આવે છે.
14). નર્મદા અને કરજણ નદી નર્મદા જિલ્લાની મુખ્ય નદીઓ છે.
રાજપીપળા
>> રાજપીપળાની સ્થાપના ઇ.સ 1470માં મધ્યપ્રદેશના પરમાર વંશે કરી હતી.
>> અહીં સૌથી વધુ પીપળાના વૃક્ષ હોવાથી આ નગરનું નામ રાજપીપળા પડ્યું છે.
>> અહીં એક હજાર બારીવાળો જૂનો રજવાડી મહેલ આવેલો છે.
>> કુદરતી સૌંદર્યને કારણે અહીં ફિલ્મોનું શુટિગ થાય છે.
>> રાજપીપળા ઇમારતી લાકડાના વેપાર માટેનું અગત્યનું કેન્દ્ર છે.
>> અહીં દિવાસળી બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.
>> નીનેઇ ધોધ રાજપીપળા ખાતે આવેલ છે.
>> રાજપીપળાની ટેકરીઓ અકીકના પથ્થર માટે જાણીતી છે.
>> અહીં સુરપાનેશ્વર મંદિર, ડુમખલ અભયારણ્ય, પાંડોરી માતાનું મંદિર જોવાલાયક છે.
ગરુડેશ્વર
>> ગુજરાતમાં સૌપ્રથમ રિવર રાફ્ટિંગ સેવાની શરૂઆત વર્ષ 2019માં ગરુડેશ્વર તાલુકામાંથી થયો હતો. (ખલવાણી થી સૂર્યકુંડ સુધી)
>> અહીં પ્રસિદ્ધ દત્ત મંદિર આવેલું છે.
>> ભારતમાં સૌપ્રથમ સી-પ્લેનનો આરંભ ગરુડેશ્વર તાલુકાના કેવડીયાથી સાબરમતી રિવર ફ્રંટ સુધી કરવામાં આવ્યો હતો.
સાગબારા
>> સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ ખાતે પ્રસિદ્ધ પાંડોરીમાતાનું મંદિર આવેલું છે. જ્યાં દરવર્ષે શિવરાત્રિએ મેળો ભરાય છે.
>> પાંડોરીમાતા સોલંકી કાળમાં થયા હોવાની માન્યતા છે.
>> સાગબારા તાલુકાના લોકોના રીત-રિવાજ મહારાષ્ટ્રના આદિવાસીઓના રીત રિવાજને મળતા આવે છે.
ડેડીયાપાડા
>> Narmada District નું રમણીય સ્થળ માલસામોટ ડેડીયાપાડા તાલુકામાં આવેલું છે.
>> ડેડીયાપાડા તાલુકાના કોકટી ગામ નજીક નીનોઈ ધોધ આવેલો છે.
>> ડેડીયાપાડા તાલુકામાં શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર અને શૂલપાણેશ્વરનો ધોધ આવેલો છે.
તિલકવાડા
>> ભાથીજી મહારાજનું મંદિર, ભીમનું ગાડું તિલકવાડા તાલુકામાં આવેલી છે.
>> તિલકવાડા તાલુકામાં વણઝારી વાવ આવેલી છે.
સરદાર સરોવર
>> નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવાગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.
>> સરદાર સરોવર બંધનો શિલાન્યાસ 5 એપ્રિલ 1961ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે થયો હતો.
>> સરદાર સરોવર બંધની કુલ ઊંચાઈ 138.68 મીટર (455 ફૂટ) છે.
>> સરદાર સરોવરના પાણીનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ત્રણ રાજયને મળે છે.
>> અહીં 1450 મેગાવોટનું જળ વિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું છે.
સ્ટેચ્યું ઓફ યુનિટી
>> Narmada District માં સરદાર સરોવર ડેમ પાસે સાધુ બેટ પર નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને “સ્ટેચ્યું ઓફ યુનિટી” તરીકે ઓળખવામાં આવે છે.
>> જેની ઊંચાઈ 182 મીટર (597.113) છે.
>> ગુજરાત વિધાનસભાની 182 બેઠકો હોવાથી આ પ્રતિમાંની ઊંચાઈ 182 મીટર રાખવામા આવી છે.
>> જેનો શિલાન્યાસ 31 ઓક્ટોબર, 2013ને 138મી સરદાર સાહેબની જયંતિના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.
>> આ પ્રતિમાના નિર્માણ માટે વર્ષ 2013માં ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ’ (SVPRET)ની રચના કરવામાં આવી હતી.
>> સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ લાર્સન એન્ડ ટુર્બો (L & T) કંપનીએ કર્યું છે.
>> સ્ટેચ્યું ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર શ્રી રામ વાનજી સુથાર હતા.
>> આ પ્રતિમાના નિર્માણમાં 46 મહિનાનો સમય લાગ્યો હતો.
નદી કિનારે વસેલા શહેરો
1). રાજપીપળા : કરજણ નદી
2). ગરુડેશ્વર : નર્મદા નદી
નર્મદા નદી વિશે
>> નર્મદા નદીની કુલ લંબાઇ : 1312 km
>> નર્મદા નદીની ગુજરાતમાં કુલ લંબાઇ : 158 km
>> અન્ય નામ : રેવા, સોમદ્દભવા, ચીરકુંવરી, મૈકલ કન્યા, શિવસૂતા
>> નર્મદા નદી ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાંફેશ્વર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.
>>બ. ક ઠાકોર દ્વારા રચિત પ્રથમ પુસ્તક ‘ભણકાર’ નર્મદા નદી પર આધારિત છે.
અભ્યારણ્ય
01). શૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય
સ્થાપના : ઇ.સ 1982
તાલુકો : ડેડીયાપાડા
ડુખમલ અભયાણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુખ્ય મેળાઓ
01). દેવમોગરાનો મેળો
>> આ મેળો Narmada District ના સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે ભરાય છે.
>> આ મેળો ધૂળેટીના દિવસે ભરાય છે.
>> દેવમોગરાનો મેળો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે.
લોકનૃત્ય
1). માંડવા નૃત્ય
>> આ નૃત્ય નર્મદા જિલ્લાના રાઠવા, તડવી અને ભીલ આદિવાસી લોકો કરે છે.
યુનિવર્સિટી
બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી : રાજપીપળા (સ્થાપના 2017)
નર્મદા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો >> | click here |
અન્ય જિલ્લાનો પરિચય
👉 રાજકોટ જિલ્લાનો પરિચય |
👉 મહેસાણા જિલ્લાનો પરિચય |
👉 વલસાડ જિલ્લાનો પરિચય |
👉 સુરેન્દ્રનગર જિલ્લાનો પરિચય |
Narmada District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.