સુરત જિલ્લાની રચના
Surat Districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
Surat District Taluka List
સુરત જીલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.
1). સુરત શહેર
2). ચોર્યાસી
3). ઓલપાડ
4). કામરેજ
5). માંગરોળ
6). માંડવી
7). ઉમરપાડા
8). બારડોલી
9). મહુવા
10). પલસાણા
સુરત જિલ્લાની સરહદ
surat district border
ઉત્તરે | ભરુચ અને નર્મદા જિલ્લો |
પૂર્વમાં | તાપી જિલ્લો |
દક્ષિણમાં | નવસારી જિલ્લો |
પશ્ચિમમાં | અરબ સાગર |
સુરત જિલ્લા વિશેષ
1). 2001 થી 2011 સુધી સતત સૌથી વધુ પુરુષ વૃદ્ધિદર અને સ્ત્રી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો છે.
2). સુરત જિલ્લો ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
3). ઇ.સ 1613માં અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી હતી.
4). ઇ.સ 1871માં સૌપ્રથમ “પ્રાથના સમાજ”ની સ્થાપના સુરતમાં થઈ હતી.
5). સ્ત્રી-પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરવતો જિલ્લો છે.
6). અમદાવાદ પછી સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.
7). સૌથી વધુ વસતિગીચતા ધરાવતો જિલ્લો છે.
8). સૌથી ઓછું લીંગપ્રમાણ ધરાવતો જિલ્લો છે.
9). સૌથી ઓછું શિશુ લીંગપ્રમાણ ધરાવતો જિલ્લો છે.
10). સુરત જિલ્લામાંથી જીપ્સન, ફાયરકલે અને ચિનાઈ માટી મળી આવે છે.
11). સુવાલીની ટેકરીઓ : સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તરનો કિનારો સુવાલીની ટેકરી કહેવાય છે.
સુરત શહેર
- સોનાની મૂરત, ડાયમંડ સિટી, મક્કાનું પ્રવેશદ્વાર, નર્મદ નગરી તરીકે ઓળખવામાં આવે છે.
- ભારતનું સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર.
- છત્રપતિ શિવાજીએ ઇ.સ 1664 અને ઇ.સ 1670માં એમ બે વાર સુરત લૂટયું હતું.
- “સુરત ટેક્સટાઇલ માર્કેટ” પૂરા એશિયામાં વિખ્યાત છે.
- 1 જુલાઇ 1850ના નિવૃત ન્યાયાધીશ એન્ડુઝે શરૂ કરાવેલ “એન્ડુઝ લાઈબ્રેરી” આજે પણ કાર્યરત છે.
- સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર છે.
- માનવસર્જિત યાર્નનું એશિયામાં સૌથી મોટું માર્કેટ સુરતમાં છે.
- એશિયામાં સૌપ્રથમ રીવોલ્વીંગ હોટલ સુરતમાં બની.
- આયુર્વેદાચાર્ય બાપાલાલ વૈર્ધએ સ્થાપેલ “આત્માનંદ ફાર્મસી” અહીં આવેલ છે.
- સુરતમાં ઉતરાયણના ઉત્સવમાં પતંગને “કનકવો” કહેવાય છે.
- સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે “ત્રિઅંકી નાટક” સ્પર્ધા યોજે છે.
- અહીં ચિંતામણી જૈન દેરાસર, પ્રેમચંદ લાઈબ્રેરી, સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુજીયમ) સરદાર પટેલ સ્મૂતી ભવન, નહેરુ બાગ, જોવાલાયક સ્થળ છે.
ઉધના
- રેયોન ઉધ્યોગનો વિકાસ થયો છે.
- અહીં સ્ટેમ્પ સેલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ આવેલી છે.
હજીરા
- ‘KRIBHCO (Krishak Bharati Co-operative)’ નું ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે.
બારડોલી
- “સત્યાગ્રહની ભૂમિ” તરીકે ઓળખાય છે.
- સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ઇ.સ 1928માં “ના-કર”ની લડત શરૂ થઈ. જેમાં સફળતા બાદ વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરુદ આપવામાં આવ્યું.
- અહીં સરદારના નિવાસસ્થાન “સરદાર સ્વરાજ આશ્રમ”માં ગાંધી વિચારને લગતી પ્રવુતી ચાલે છે.
- બરડોલીમાં “સરદાર સ્મારક” આવેલું છે.
- અહીં સરકારી ધોરણે ચાલતા ખાંડના કારખાના આવેલા છે.
ડૂમ્મસ
- અહીં તાપી નદી અને સમુદ્રનો સંગમ થાય છે.
કામરેજ
- અહીં નારદ બ્રહ્માની મુર્તિવાળું મંદિર આવેલું છે.
સુરત જિલ્લાની મુખ્યનદીઓ
1). તાપી (સૂર્ય પુત્રી)
2). કીમ
સંશોધન કેન્દ્ર
1). મેઇન કોટન રિસર્ચ સ્ટેશન,
2). સોરધામ રિસર્ચ સ્ટેશન
3). સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ
4). મેન મેઈડ રેક્સ્ટાઈલ રિસર્ચ એસોસિએશન
5). વ્હીટ રિસર્ચ સ્ટેશન (ઘઉં સંશોધન કેન્દ્ર), બારડોલી
6). સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ
યુનિવર્સિટી
1). વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – 1965
2). સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી – 1961
3). AURO યુનિવર્સિર્ટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ
ગ્રંથાલય
1). લેડી પ્રેમચંદ કીકાબાઈ લાઈબ્રેરી, સુરત
2). જૈન આનંદ પુસ્તકાલય, સુરત
3). ચૂનીલાલ ગાંધી વિધાભુવન, સુરત
4). સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુજીયમ), સુરત
બંદરો
1). ડૂમ્મસ
2). હજીરા
3).મગદલ્લા
4). ભગવા
સિંચાઇ યોજના
કાકરાપાર બંધ – તાપી નદી (તા. માંડવી)
ડેરી
સુમુલ ડેરી – સુરત
રાષ્ટ્રીય રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48)
સુરત જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Surat District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.