ભરુચ જિલ્લાની રચના
Bharuch Districtની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.
“ભૂગુતીર્થ” કે “ભૂગુંકચ્છ” તરીકે ઓળખાતું ભરુચ બંદર હતું.
દ્રવિડ સંકૃતિમાં ભૂગુ કચ્છ બંદર તરીકે જાણીતું હતું.
Bharuch District Taluka List
Bharuch District Taluka list
ભરુચ જીલ્લામાં 9 તાલુકા આવેલા છે.
1). ભરુચ
2). અંકલેશ્વર
3). હાંસોટ
4). ઝઘડિયા
5). વાગરા
6). જંબુસર
7). વાલિયા
8). આમોદ
9). નેત્રંગ
Bharuch District Border
ભરુચ જિલ્લાની સરહદ
ઉત્તરે | વડોદરા જિલ્લો |
પૂર્વમાં | નર્મદા જિલ્લો |
દક્ષિણમાં | સુરત જિલ્લો |
પશ્ચિમમાં | ખંભાતનો અખાત આવેલો છે. |
ભરુચ જિલ્લા વિશેષ
1). ગુજરાતનાં સૌથી મોટા તેલક્ષેત્રો ભરુચ જીલ્લામાં આવેલા છે.
2). એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ બંદર દહેજએ ભરુચ જીલ્લાનું બંદર છે.
3). “સૂજની” નામની રજાઈ માટે ભરુચ જિલ્લો જાણીતો છે.
4). ગુજરાતનો સૌથી લાંબો પુલ “ગોલ્ડન બ્રિજ” નર્મદા નદી પર ભરુચ જીલ્લામાં આવેલો છે. (બાંધકામ – 1881)
5). મહી નદીથી વિશ્વામિત્રી નદી વચ્ચેનો પ્રદેશ “કાનમ પ્રદેશ” કે “લાટ પ્રદેશ” કહેવાય છે. જ્યાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે.
6). ‘યુદ્ધ જહાજ’ માટેની ખાનગી સોફ્ટ શિપયાર્ડ કંપની ભરુચ ખાતે આવેલી છે.
7).ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી લિગ્નાઈટ – કોલસો અને ફ્લોરસ્પાર મળી આવે છે.
8). નર્મદા નદી અને મહી નદી આ જિલ્લાને અનુક્રમે વડોદરા અને આણંદ જિલ્લામાંથી અલગ પાડે છે.
9). કનૈયાલાલ મુનશી, બ.ક. ઠાકોર પંડિત ઓમકારનાથ ઠાકુર, ડો. ચંદુભાઈ દેસાઇ (છોટા સરદાર) ફિરોજ ગાંધી, અભેસિંહ રાઠોડ, આ મહાન હસ્તીઓ જગતને ભરુચ જિલ્લાએ આપેલ છે.
ભરુચ શહેર
- ‘ભૂર્ગુતીર્થ’, ‘ભૂગુ કચ્છ’, ભ્રૂગપૂર, ભંડોચ, બ્રોચ તેના પ્રાચીન નામ છે.
- નર્મદા કિનારે ભૂગુઋષિએ વસાવેલું શહેર એટલે ભરુચ.
- કનૈયાલાલ મુનશીના મતે પુરાણકાલીન નગરી “મહિષ્મતી” એ આ ભરુચ જ છે.
- ઇ.સ 1901માં રાણી વિકટોરિયાની યાદમાં બંધાવેલો વિકટોરિયા ટાવર 2001ના ભૂકંપમાં નાશ પામ્યો હતો.
- 1981માં ભરુચ ખાતે GNFCની સ્થાપના કરવામાં આવી છે. જેનો “યુરિયા પ્લાન્ટ” વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.
- પૂ, હંસદેવજીનો આશ્રમ ભરુચ ખાતે આવેલો છે.
- દૂધધારા ડેરીનું મુખ્ય મથક છે.
ભાડભૂત
- અહીં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. (છેલ્લે 2012માં ભરાયો હતો)
- અહીં નર્મદા માતા અને ભાંડભૂત મહાદેવનું મંદિર આવેલું છે.
દહેજ
- 25 જાન્યુઆરી 2001ના રોજ ખુલ્લુ મૂકાયેલું એશિયાનું સૌપ્રથમ અને ભારતનું એકમાત્ર “કેમિકલ પોર્ટ” છે.
શુક્લતીર્થ
- બ્રાહ્મણ લોકોનું આસ્થાનું કેન્દ્ર તથા મહાદેવનું મંદિર આવેલ છે. દર કાર્તિકી પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે.
અંકલેશ્વર
પ્રાચીનનામ – અંકુરેશ્વર
- એશિયાની સૌથી મોટી ઔધ્યોગિક વસાહત અહી આવેલી છે.
- ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર અંકલેશ્વર છે.
- અંકલેશ્વર તેલક્ષેત્ર ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સમયમાં શોધાયું હતું.
ગાંધાર
- અહી પણ તેલ અને કુદરતી ગેસ મળી આવેલ છે.
- ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ગાંધાર ખાતે ઇ.સ 760માં બંધવામાં આવી હતી.
કબીરવડ
- નર્મદા નદીના પટની મધ્યમાં કબીરવડ આવેલો છે.
- તે આશરે 600 વર્ષ જૂનો છે, જેનો ઘેરાવો 2.3 કિ.મી છે.
કાવી
- નર્મદા નદી ખંભાતના અખાતમાં ભરૂચના કાવી બંદરે સમુદ્ર સંગમ પામે છે.
- સાસુ અને વહુના ડેરા પણ કાવી ગામમાં આવેલા છે.
આલિયા બેટ
- ગુજરાતનો સૌથી મોટો નદીકૃત ટાપુ છે.
- નર્મદાનાં મુખપરદેશમાં આવેલો બેટ જ્યાં ભારતનું સૌપ્રથમ સામુદ્રીક ખનીજતેલ મળી આવ્યું છે.
ભરુચ જિલ્લાની નદીઓ
1). નર્મદા,
2). કીમ,
3). અમરાવતી,
4). કરજણ,
5). ઢાઢર,
6). ભાદર
ભરુચ જીલ્લામાં આવેલા બંદર
1). ભરુચ
2). કાવી
3). હાંસોટ
4). દહેજ (એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ છે.)
5). ટંકારી
ભરુચ જીલ્લાના સંશોધન કેન્દ્ર
1). ગુજરાત ઇન્સેક્ટિસાઇડસ લિમિટેડ, અંકલેશ્વર
2). કોટન રિસર્ચ સ્ટેશન(કપાસ સંશોધન કેન્દ્ર), હાંસોટ
લોકમેળા
1). શુક્લતીર્થનો મેળો : શુક્લતીર્થનો મેળો કાર્તિકી પુર્ણિમાને દિવસે ભરાય છે.
2). માઘ મેળો : શ્રાવણ વદ નોમના દિવસે ભરૂચમાં મેઘરાજાની છડી ઉત્સવ ઉજવવામાં આવે છે.
3). ભાડભૂતનો મેળો : ભાડભૂટેશ્વર મહાદેવ ભાડભૂત ખાતે
4). રીખવદેવ જૈન મેળો , ભરુચ
ભરુચ જીલ્લામાં આવેલા કુંડ
1). બડબડિયો કુંડ, અંકલેશ્વર
2). સૂર્યકૂંડ, ભરુચ
ભરુચ જીલ્લામાં ડેરી
દૂધધારા ડેરી – ભરુચ
રાષ્ટ્રીય રાજમાર્ગ
Bharuch District Highway
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8 (નવો નંબર -48) પસાર થાય છે.
ભરુચ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Important links
Gujarat na Jilla | CLICK HERE |
બહુ જ સરસ માહિતી આપી છે ચિરાગભાઈ…
ધન્યવાદ..,🇮🇳🙏👌
મોગલ સામ્રાજ્ય દરમિયાન કયાં રાજા દ્વારા ભરૂચને બે વખત લુંટવામાં આવ્યું હતું ?