Join our whatsapp group : click here

Dy. So / નાયબ મામલતદારની પરીક્ષામાં ઇતિહાસના પૂછયેલા પ્રશ્નો

વર્ષ 2011, 2012, 2015 અને 2016માં લેવાયેલ Dy. So / નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછાયેલ ઇતિહાસના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત અને ભારતનાં ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતનો ઇતિહાસ

Dy. So / નાયબ મામલતદાર વર્ષ 2011

1). ઇ.સ 1877માં અમદાવાદમાં ‘સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી’ ની સ્થાપના કોણે કરી હતી? : અંબાલાલ સાકરલાલ દેસાઇ

2). ધોળાવીરા માંથી પ્રાપ્ત થયેલા શીલ શેના બનેલા હતા? : પકવેલી માટી

3). ક્યા ગુજરાતી મહાનુભાવના આશીર્વાદપૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી : રવિશંકર મહારાજ

4). ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ પડે કયા મહાનુભાવ હતા? : શ્રી કલ્યાણજી મહેતા

5). ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા : મગનલાલ વખતચંદ શેઠ

6). ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા : હંસાબેન મહેતા

Dy. So / નાયબ મામલતદાર 2012

1). સોમનાથ જ્યોતલિંગ સંબધમાં કઈ માહિતી ખોટી છે?

A). 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોપાયેલી.

B). 1947 આઝાદી પછી સરદાર પટેલે સોમનાથની મુલાકાત લઈ નવું મંદિર બંધવાનાઓ સંકલ્પ કરેલો.

C). 1951માં રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિલિંગની પ્રતિષ્ઠા કરેલી.

D). 1950માં સોમનાથ મંદિરના નિર્માણ અર્થે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ શિલાન્યાસ કરેલો.   

2). ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ ક્યાં સ્થળે રચવામાં આવ્યું હતું?  : સાબરમતી આશ્રમ

3). ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? : સિવિલ હોસ્પિટલ અમદાવાદ

4). ઇ.સ 1956નું વર્ષ ગુજરાતનાં ક્યાં કારણોસર મહત્વનુ છે? :

A). પીલુ મોદીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી.

B). મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી.

C). છપ્પનિયો દુકાળ પડ્યો

D). ઉછંગરાય ઢેબર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા.  

5). મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા? : મોરારજી દેસાઇ

6). 2 ઓક્ટોબર -1956ના દિવસે ઇંદુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી? : જવાહરલાલ નહેરુ

Dy. So / નાયબ મામલતદાર 2015

1). મહી નદીનો ‘મહીન્દ્રી’ તરીકે ઉલ્લેખ કરનાર કોણ છે? : અલ બરુની

2). ગુજરાતમાં અણુશક્તિ આધારતી પાવર સ્ટેશન ……….માં આવેલું છે. : કાકરાપાર

Dy. So / નાયબ મામલતદાર 2016

1). પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? : સેનાપતિ ભટ્ટાર્ક

2). કઠિયાવાડમાં 1963માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો?

A). રાયસિંહ

B). રાઉ કરણસિંહ

C). ચંપત રાય

D). ચક્રધ્વજ    

ભારત નો ઇતિહાસ

Dy. So / નાયબ મામલતદાર 2012

1). ભારતીય સંસ્કૃતિ મંદિર ‘ઇન્ડોલોજી’ સંબધમાં કઈ બાબત સાચી છે?

A). 75,000થી વધુ હસ્તપ્રતો ધરાવતી આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે.

B). ગાંધીનગર અક્ષરધામ સંકૂલનો એક ભાગ છે.

C). વડોદરામાં આવેલા પુરાતત્વીય ખાતાના મ્યુજીયમ સાથે જોડાયેલ છે.

D). આમાંથી એકપણ નહીં  

Dy. So / નાયબ મામલતદાર 2016

1). નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂવાત કરી?

A). બેક્ટેરિયન ગ્રીક

B). કુષાણ

C). મૌર્ય

D). ગુપ્ત  

2). નીચેના પૈકી કોણે પોતાના રાજ્યોનો દક્ષિણ -પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?

રાજારાજ ચોલ -1

રાજેન્દ્ર ચોલ – 1

રાજાધીરાજ ચોલ

અધિરાજેન્દ્ર ચોલ  

3). શ્યામજી ક્રુષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા? : ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ

4). “ચોથ” અને “સરદેશમુખી” કઈ વ્યવસ્થાના ભાગરૂપે હતા? : મરાઠા અર્થતંત્ર

5). છત્રપતિ શિવાજીએ “ગઢ આયા પર સિંહ ગેલા” આ વિધાન ક્યાં સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? : તાનાજી

6). મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા હતા? : 7

7). “ગ્રામદાન” નો વિચાર કોણે આપેલો? : વિનોબા ભાવે  

 

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “Dy. So / નાયબ મામલતદારની પરીક્ષામાં ઇતિહાસના પૂછયેલા પ્રશ્નો”

Comments are closed.

error: Content is protected !!