Join our WhatsApp group : click here

ખેડૂત મોબાઈલ સહાય યોજના | khedut mobile sahay yojana 2023  

અહીં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ khedut mobile sahay yojana વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, તેના ફ્રોમ ક્યાં ભરવા, ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા સહિતની તમામ જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે ખેડૂત ખેતી કરવા સ્માર્ટફોનનો ઉપયોગ શાના માટે કરી શકે તેની પણ જાણકારી આપવામાં આવી છે.  

ખેડૂત મોબાઈલ સેવા યોજનાનો ઉદ્દેશ્ય

અત્યારના ડિજિટલ યુગમાં ગુજરાતનો ખેડૂત પણ પાછળ ન રહી જાય તેના માટે ગુજરાત સરકાર દ્વારા khedut mobile sahay yojana 2023  બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાયતા આપવામાં આવશે.

સ્માર્ટફોન ખેડૂતને કેવી રીતે ઉપયોગી થશે

1). આ સ્માર્ટફોનની મદદથી ખેડૂત વિવિધ આધુનિક ઓજારોથી પરિચિત થશે અને તેને ખરીદવા માટે સરકારી યોજના વિશે પણ ઇન્ટરનેટ (Google & Youtube) પરથી  જાણી શકશે.

2). ખેડૂત મોબાઈલ પરના ઇન્ટરનેટ પરથી હવામાન (weather) કે વરસાદ, વાવાઝોડાની આગાહી વિશે પણ જાણી શકશે જેનાથી ખેડૂતને ખેતી સંબધિત પૂર્વ તૈયારી કરી શકશે.

3). ખેડૂત Youtube પર DD Doordarshan સહિતની વિવિધ ચેનલના મદદથી કયું બિયારણ વાવવું કે કઈ દવાનો છડકાવ કરવો તેની માહિતી મેળવી શકશે.

4). આ ઉપરાંત ઇઝરાયલ વાળી આધુનિક ખેતીની માહિતી લઈ તેઓ પણ આધુનિક ખેડૂત બની શકે છે.

5). ઓર્ગેનિક ખેતી કરવા માગતા ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આ  khedut mobile sahay yojana દ્વારા ખરીદેલા સ્માર્ટફોનથી મેળવી શકશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના

યોજનાનું નામ : khedut mobile sahay yojana
યોજના વર્ષ : 2023
યોજનાનો ઉદ્દેશ્ય :રાજ્યના ખેડૂતને સ્માર્ટફોન લેવા માટે સહાય
લાભાર્થી : ગુજરાત રાજયનો ખેડૂત
અરજી કરવાનું શરૂઆત : 15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 06/06/2023
ઓફિશિયલ વેબસાઇટ: https://ikhedut.gujarat.gov.in/

મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટેની લાયકાતો

1). લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયના હોવા જોઈએ

2). ખેડૂત લાભાર્થી પાસે પોતાની જમીન હોવી જોઈએ

3). ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ એક વખત જ અરજી કરી શકશે.

4). સંયુક્ત ખાતેદારને ખેડૂતને iKhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળશે.

5). આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી પર મળશે તેની એસેસરીઝ પર નહિ.

મોબાઈલ સહાય યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય

ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર khedut mobile sahay yojana અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ. 15000/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા રૂ. 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહશે.

દા:ત

1). કોઈ ખેડૂત રૂ. 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% મુજબના રૂ. 3200/- અથવા રૂ. 6000/- બે માંથી જે ઓછું હોય તે એટલે કે રૂ. 3200/- સહાય મળવાપાત્ર થાય.

2). જો કોઈ ખેડૂત રૂ. 16000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% લેખે રૂ. 6400/- અથવા રૂ. 6000/- બે માંથી જે ઓછું હોય તે એટેલે કે રૂ.6000/- સહાય મળવા પાત્ર થાય.  

મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ ભરતી વખતે જરૂરી પુરાવા

  • ખેડૂત ખાતેદારનું આધારકાર્ડ
  • રદ કરેલી ચેક
  • બેન્ક ખાતાની પાસબુક
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતની જમીનના પુરાવા
  • 8-અ ની નકલ
નોંધ : ઉપર આપેલ પુરાવાની ઝેરોક્ષ કાઢવીને રાખવી

મોબાઈલ સહાય યોજનાનો નો હેઠળ ખરીદી ના નિયમો

1). આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut portal પર ફોર્મ ભરવાનું રહશે.

2). ઓનલાઈન અરજી કર્યા બાદ TDO (તાલુકા વિકાસ અધિકારી) દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

3). મંજૂર થયેલી અરજીની જાણ તમને SMS અથવા Email દ્વારા કરવામાં આવશે.

4). પસંદગી પામેલ લાભાર્થીએ 15 દિવસમાં મોબાઈલની ખરીદી કરવાની રહશે.

5). નક્કી કરેલ સમય દરમ્યાન Smartphone ખરીદી લાભાર્થીએ અરજી પત્રકમાં સહી કરવાની રહશે.

6). ત્યાર બાદ તે અરજી પત્રક અને ઉપર દર્શાવેલ તમામ પુરાવા (document) ની ઝેરોક્ષ ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા TDO (તાલુકા વિકાસ અધિકારી) ને ત્યાં જમા કરાવાની રહશે.   

7). યોજના અમલમાં આવ્યા બાદ નક્કી કરેલ સમય મર્યાદામાં લાભાર્થીએ ખરીદેલ સ્માર્ટફોનનું બિલ રજૂ કરવાનું રહશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરશો

ખેડૂત મોબાઈલ સહાય યોજના

ખેડૂત મોબાઈલ સહાય યોજના નો લાભ લેવા માટે Ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવાની રહેશે. (Ikhedut પોર્ટલની લિન્ક અહીં છેલ્લે આપવામાં આવી છે)

જો તમે I khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  તમે ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ફોર્મ ભરી શકશો.

Ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. (Ikhedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવાની લિન્ક નીચે આપેલ છે.)

khedut mobile sahay yojana 2023 registration

khedut mobile sahay yojana 2023 registration

જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે. (ફોટામાં દર્શાવ્યા મુજબ) (જેની લિન્ક પર છેલ્લે આપી દીધેલ છે.)

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની બાબત

1). આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ની ભરેલી માહિતી બે વખત ચેક કરી Application Confirm કરવું પછી પાછળથી કોઈ ફેરફાર થશે નહીં.

2). અરજી confirm કર્યા બાદ Application number માં કોઈ ફેરફાર થશે નથી.

3). ખેડૂત લાભાર્થીએ ફોર્મ ભર્યા બાદ તેની એક પ્રિન્ટ કઢાવી જરૂરી સહી સિક્કા કરી ગ્રામ સેવક કે સંબધિત ખેતી અધિકારીને આપવી.

મહત્વની લિન્ક

Ikhedut portal પર જવા માટે :Click here
મોબાઈલ સહાય માટે ફોર્મ ભરવા કે રજીસ્ટ્રેશન માટે : Click here

આ પણ જુઓ :

FAQ :

khedut mobile sahay yojana 2023 last date શું છે ?

ખેડૂત સહાય મોબાઈલ યોજના 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/06/2023 સુધી છે.

khedut mobile sahay yojana 2023 registration કેવી રીતે કરવું.

ખેડૂત સહાય યોજના માટેનું registration ikhedut પોર્ટલ પર જઇ કરવાનું રહશે. જેની લિન્ક ઉપર પોસ્ટમાં આપવામાં આવી છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ કોને મળશે ?

આ યોજનાનો લાભ ગુજરાતનાં તમામ ખેડૂત (જેની પાસે પોતાની જમીન છે તેવા) મિત્રોને મળશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!