Join our WhatsApp group : click here

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાની પ્રવેશ પરીક્ષાની જાહેરાત 2024 | UPSC અને GPSC ની તૈયારી ફ્રી માં કરો

અમદાવાદમાં આવેલ SPIPA (સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા) એ ગુજરાત સરકાર દ્વારા ચાલતી એક સંસ્થા છે. જેમાં IAS, IFS, IPS તેમજ અન્ય વર્ગ A ની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. આ સંસ્થા સંપૂર્ણ વિનામૂલ્યે ઉમેદવારોને તૈયારી કરાવે છે. સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થામાં કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ અથવા કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો વિધાર્થી આ પ્રવેશ પરીક્ષા માટે આવેદન કરી શકે છે. SPIPAની પ્રવેશ પ્રક્રિયા સંબધિત અન્ય માહિતી નીચે આપવામાં આવી છે.

અરજદારની વય મર્યાદા

01/08/2025ની સ્થિતિ એ અરજદારની ઓછામાં ઓછી 21 અર્શ અને વધુમાં વધુ 32 વર્ષ સુધીની વય મર્યાદા હોવી જોઈએ. બિનઅનામત અને EWS (આર્થિક રીતે નબળા વર્ગ) ની કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં કોઈપણ છૂટ-છાટ મળવા પાત્ર નથી. જ્યારે SEBC ને ત્રણ વર્ષ, SC-ST અને માજી સૈનિકને પાંચ વર્ષ તથા દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ-છાટ મળવાપાત્ર છે.

પ્રવેશ પરીક્ષા ફી

આ પરીક્ષા માટે તમામ કેટેગરીના ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા ફી ભરવી અનિવાર્ય છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને રૂ. 300 અને તે સિવાયની અન્ય કેટેગરીના ઉમેદવારોને રૂ. 100 પ્રવેશ ફ્રી ભરવાની રહશે. આ ફી non fefundable છે. જેની નોધ લેવી. તમે તા. 01/05/2024 થી 31/05/2024 સુધી પ્રવેશ પરીક્ષા ફી ભરી શકો છો. ઉમેદવારે પ્રવેશ [અરિક્ષા ફી ભર્યા અંગેની પહોંચ પરીક્ષા સમયે દર્શાવાની રહેશે. પરીક્ષા ફી ભરવા નાગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટોલફી નંબર 1800-233-5500 નો ઉપયોગ કરવો.

પ્રવેશ પરીક્ષા

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) ની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પરીક્ષા (Multiple Choice Question) હશે. જેના 200 ગુણ અને 100 ગુણ એમ બે પેપર હશે. બીજા તબક્કામાં નિબંધ કસોટી હશે. જે 100 માર્કસનું પેપર હશે. અંતિમ પરિણામ પ્રથમ તબક્કાના 300 ગુણ અને દ્વિતીય તબક્કાના 100 ગુણ એમ કુલ 400 ગુણ માંથી તૈયાર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાની પરીક્ષા 23/06/2024 ના રોજ યોજવામાં આવશે. 

હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત

તા. 23/06/2024 ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા માટે માટે 12/06/2024 (બપોરે 14:00 કલાકે) થી તા. 23/06/2024 (સવારના 10:30 કલાક) સુધીમાં ojas પરથી ડાઉનલોડ કરી શકશે.

અરજી કરવાની રીત

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાની પ્રવેશ પરીક્ષા આપવા માટે ઇચ્છુક ઉમેદવાર ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન આવેદન કરી શકે છે. જેના માટે તારીખ 01/05/2024 થી 31/05/2024 સુધી આવેદન કરી શકાશે. આવેદન કરવાની લિન્ક નીચે આપવામાં આવી છે.

આવેદન કરવા માટે : Click here
ઓફિશ્યલ નોટિફિકેશન માટે : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!