પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે (2024) 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈપણ દેશ કે સંસ્થાના પ્રમુખને આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હી ખાતે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરે છે. ત્યાર બાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે. કર્તવ્ય પથ (જૂનું નામ : રાજપથ) પરેડમાં ભારતીય સેનાના સૈનિકો રાષ્ટ્રપતિ સામેથી પસાર થાય છે એ રાષ્ટ્રપતિ વિશાળ પરેડની સલામી ઝીલે છે. પરેડમાં સેના દ્વારા નવા અને આધુનિક શસ્ત્રો તથા બળનું પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં ટેન્ક, મિસાઇલ અને રડાર સામેલ હોય છે.
સૈન્ય પરેડ પછી રંગારંગ સાંસ્ક્રુતિક પરેડનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રાજ્યો પોતાની સંસ્કૃતિ, તહેવારો, ઐતિહાસિક સ્થળો અને કલાઓને ઝાંખી રૂપે ભારતના સમૃદ્ધ વારસાને ટેબ્લા દ્વારા પ્રસ્તુત કરે છે. આ દિવસે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા થયેલ બાળકો હાથી પર બેસીને નીકળે છે. ત્યારે પરેડની એ ક્ષણ ખાસ બની જાય છે. દેશભરની તમામ શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીઓ વિવિધ લોકનૃત્યો અને દેશભક્તિના ગીત પ્રસ્તુત કરે છે.
તા. 15મી ઓગસ્ટમ, 1947ના રોજ ભારત દેશ બ્રિટિશ રાજથી સ્વતંત્ર થયો અને બંધારણ સભાની રચના કરી. તા. 26-11-1949ના રોજ નવા પ્રજાસત્તાક ભારતનું બંધારણ મંજૂર થયું. પરંતુ તેનો અમલ 26 જાન્યુઆરી 1950 થી કરવામાં આવ્યું.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશન ખાતે ડિસેમ્બર 1929માં પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરી 31-12-1929ના રોજ તિરંગો ધ્વજ લહેરાવી 26મી જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિવસ તરીકે દર વર્ષે ઉજવવાનું નક્કી કર્યું હતું. આમ ભારતની સ્વતંત્રતા પછી લડતની યાદગીરી રહે તે હેતુથી 26મી જાન્યુઆરી,1950ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
બીટિંગ ધ રિટ્રીટ સેરેમની
પ્રજાસત્તાક દિવસના ત્રણ દિવસ બાદ એટલે કે 29 જાન્યુઆરીના રોજ વિજય ચોક ખાતે આ સેરેમની યોજાય છે.
બિટિંગ ધ રીટ્રીટ સેરેમની વર્ષો જૂની સૈન્ય પરંપરાનું પ્રતિક છે. સૈનિકો લડાઈ દરમિયાન અંતે રિટ્રીટ વાગતાની સાથે જ તેમના શસ્ત્ર મૂકીને યુદ્ધના મેદાનથી તેમના કેમમાં પાછા ફરતા. આ બ્રિટિશની ઘણી જૂની પરંપરા છે અને તેને સુર્યાસ્ત સમયે મનાવવામાં આવે છે.
થળ સેના, વાયુ સેના અને નૌસેના ત્રણેયના બેન્ડ મળીને પારંપારિક ધૂનની સાથે માર્ચ કરે છે. સાંજે 6 વાગે રિટ્રીટની ધૂન વગાડવાંમાં આવે છે. અને રાષ્ટ્રધ્વજને સમ્માન સાથે ઉતારીને રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. આ રીતે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.
25 મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ વચ્ચે તફાવત
26મી જાન્યુઆરી | 15મી ઓગસ્ટ |
પ્રજા સત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ સ્તંભ ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને flag Unfurling કહેવામા આવે છે. | સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને નીચે દોરડા દ્વારા ખેંચીણને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારે તેને ખોલીને ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહેવામા આવે છે. બંધારણમાં તેને Flag Hosting લહેવામાં આવે છે. |
આ દિવસે બંધારણના રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. | સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે. |
પ્રજાસત્તાક દિવસે રાજપથ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. | સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે. |
પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકતો અને સાંસ્કૃતિક એકતાનું પ્રદર્શન કરે છે. | સ્વતંત્રતા દિવસે સૈન્ય તાકતો અને સાંસ્કૃતિક એકતાનું પ્રદર્શન કરવામાં આવતું નથી. |
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવે છે. | સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવતું નથી. |
26 જાન્યુઆરીને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસ કહેવામા આવે છે. | 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ કહેવામા આવે છે. |