Join our WhatsApp group : click here

મહત્વના વ્યક્તિઓના ઉક્તિ અને સૂત્રો

અહીં મહત્વના વ્યક્તિઓએ આપેલ ઉક્તિ અને સૂત્રો સંબધિત જાણકારી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત જનરલ નોલેજ 4gujarat.com પર વાંચી શકો છો.

મહત્વના વ્યક્તિઓના ઉક્તિ અને સૂત્રો

1). મારે મન ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. : મહાત્માગાંધી
2). ક્ષમાએ સિપાહીનું ઘરેણું છે. : મહાત્માગાંધી
3). કરેંગે યા મરેંગે : મહાત્માગાંધી
4). મને લાગે છે સત્યાગ્રહ જ આંતકવાદને રોકવાનો એકમાત્ર ઉપાય છે. : મહાત્માગાંધી
5). સત્ય અને અહિંસા મારા ભગવાન છે. : મહાત્માગાંધી
6). હું ફક્ત મારા અંતરઆત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. : મહાત્માગાંધી
7). અન્ય દેશો માટે સ્વતંત્રતા પ્રાપ્તિના બીજા ઉપાય ભલે હોય, પરતું ભારતવર્ષ માટે અહિંસાત્મક આંદોલન સિવાય બીજો રસ્તો નથી. : મહાત્માગાંધી
8). જીવન દરમ્યાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે. : મહાત્માગાંધી
9). અમે ઘૂંટણ ટેકવીને રોટી માંગી પરંતુ, અમને ઉત્તરમાં પથ્થર મળ્યા. : મહાત્માગાંધી
10). માણસના વિકાસ માટે જીવન જેટલુ જ જરૂરી મૃત્યુ છે. : મહાત્માગાંધી
11). જ્યાં ડર નથી ત્યાં ધર્મ નથી. : મહાત્માગાંધી
12). અંગેજો ભારત છોડો : મહાત્માગાંધી
13). પૂર્ણ સ્વરાજ : પંડિત જવાહરલાલ નેહરુ
14). આરામ હરામ હૈ : પંડિત જવાહરલાલ નેહરુ
15). લોકશાહી પ્રત્યે મને આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. : પંડિત જવાહરલાલ નેહરુ
16). જાહેર જીવન સાથે સંકળાયેલ લોકોની ટકા એ સમાજની જાગૃતિની નિશાની છે. : પંડિત જવાહરલાલ નેહરુ
17). જો શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય, તો તેને ફેંકી દેવું જ ઠીક છે, જેથી શરીરના અન્ય ભાગોમાં ઝેર ના ફેલાય. : સરદાર વલ્લભભાઈ પટેલ
18).
કર મત દો : સરદાર વલ્લભભાઈ પટેલ
19). જય જવાન જય કિસાન : લાલ બહાદુર શાસ્ત્રી
20). જન-ગણ મન અધિનાયક જય હૈ.. : રવીન્દ્રનાથ ટાગોર
30). દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. : રવીન્દ્રનાથ ટાગોર
31). કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. : ઇન્દિરા ગાંધી
32). ગરીબી હટાવો : ઇન્દિરા ગાંધી
33). મારા શરીર ઉપર પડેલી એક એક લાઠી બ્રિટિશ સામ્રાજ્યના કોફિન પર કિલ (ખિલ્લી) સાબિત થશે. : લાલા લજપતરાય
34). દેશ માટે સ્વરાજ પરમ આવશ્યક છે, સુધાર અને ઉત્તર રાજય તેનો વિકલ્પ ન હોઈ શકે. : લાલા લજપતરાય
35). જય હિન્દ : સુભાષચંદ્ર બોઝ
36). ચલો દિલ્હી : સુભાષચંદ્ર બોઝ
37). તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા : સુભાષચંદ્ર બોઝ
38). જે રીતે બધી ધારાઓ પોતાના જળને લઈ જઈને સાગરમાં ઠાલવે છે, તે રીતે મનુષ્યના બધા ધર્મ ઈશ્વરની તરફ લઈ જાય છે. : સ્વામી વિવેકાનંદ
39). જે ધર્મ વિધવાના આસું ન લૂસી શકે તે ધર્મ નથી. : સ્વામી વિવેકાનંદ
40). ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડયા રહો. : સ્વામી વિવેકાનંદ
41). સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને પ્રાપ્ત કરીને જ રહીશ. : બાળગંગાધર તિલક
42). જો ઈશ્વર અસ્પૃશ્યતાને પોષે, તો હું એવા ઈશ્વરને પણ માન્યતા નહિ આપું. : બાળગંગાધર તિલક
43). જો આપણે વર્ષમાં એક વખત દેડકાંની જેમ ડ્રાંઉ….. ડ્રાંઉ…… કરશું તો આપણા પ્રયાસોમાં કોઈ સફળતા નહીં મળે. : બાળગંગાધર તિલક
44). વેદો તરફ પાછા વળો : સ્વામી દયાનંદ સરસ્વતી
45). વંદે માતરમ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
46). દેશભક્તિ જ ધર્મ છે તથા ધર્મ જ ભારત માટે પ્રેમ છે. : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
47). જય જગત : વિનોબા ભાવે
48). ભારતના દૂ:ખો અને ખરાબીનો એકમાત્ર ઉપાય સ્વશાસન (સ્વતંત્રતા) જ છે. : દાદાભાઈ નવરોજી
49). ઇન્કલાબ ઝિંદાબાદ : ભગતસિંહ
50). સામ્રાજ્યવાદ કા નાશ હો ; ભગતસિંહ
51). આપણે ખેડૂતોને માત્ર વિદેશી ગુલામીમાંથી જ નહીં પણ જમીન માલિકો અને મૂડીપતિઓની ગુલામીમાંથી પણ મુકત કરવા પડશે. : ભગતસિંહ
52). મિત્રો ! જો મારા લગ્ન ગુલામ ભારતમાં થવાના હોય તો મારી પત્ની માત્ર મોત હશે, જાન સરઘસના રૂપમાં હશે અને બધા જાનૈયાઓ દેશ માટે પોતાનું બલિદાન આપી દેનારા હશે. : ભગતસિંહ
53). દિલ સે નીકલેગી ન મર કર ભી વતક કી ઉલ્ફત મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ-વફા આયેગી : ભગતસિંહ
54). જ્યારે તમે અનુભવો છો કે કંઇ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. : મધર ટેરેસા
55). દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. : મધર ટેરેસા
56). બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે. : ટીપું સુલતાન
57). સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાઝુ-એ-કાતિલ મૈ હૈ. : રામપ્રસાદ બિસ્મિલ
58). જો સરકાર મને હકી દે કે સ્વતંત્રતા લઈ લો તો હું જવાબ આપીશ કે તમારો ભેટ આપવા બદલ આભાર પરંતુ મને એવું કાઇ સ્વીકાર્ય નથી. જે મે મારા બાહુબળથી મેળવ્યું ન હોય. : બિપિનચંદ્ર પાલ
59). મારો ફિરંગી કો : મંગળ પાંડે
60). યુદ્ધે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો હતો, આપણે ફક્ત વાયદા પર નિર્ભર રહીને તેને ખોવાનો નથી. : મૌલાના અબુલ કલામ આઝાદ
61). આઝાદી મનુષ્યનો જન્મજાત હક્ક છે, ગુલામી ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે, ભારત આઝાદ થશે અને તેને દુનિયાની કોઈ તાકાત નહિ રોકી શકે. : મૌલાના અબુલ કલામ આઝાદ
62). ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. : બાજીરાવ પ્રથમ
63). મેરા ભારત મહાન : રાજીવ ગાંધી
64). ઇ.સ. 1935ના કહેવાતા સમવાયતંત્રી ધારામાં ખરેખરું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરો મળ્યું હતું. : ડો. રાજેન્દ્રપ્રસાદ
65). જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે. : અરવિંદ ઘોષ
66). સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા : મુહમ્મદ ઇકબાલ
67). મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. : ડો. સર્વપલ્લી રાધાક્રુષ્ણન
68). રાષ્ટ્રોનું ઘડતર આબોહવાથી નહીં પણ પ્રજાના આદર્શો અને આવેગોથી થાય છે. : ડો. સર્વપલ્લી રાધાક્રુષ્ણન
69). જે કામ 50 હજાર હથિયારધારી સિપાહી ના કરી શકે, તેને મહાત્માજીએ કરી દીધું. તેમણે શાંતિ કાયમ કરી દીધી. : લોર્ડ માઉન્ટ બેટન
70). અમારો એવો મત નથી કે સત્ય બધા ધર્મોમાં રહેલું હોય છે, પરંતુ બધા સ્થાપિત ધર્મો સત્ય છે. : કેશવચંદ્ર સેન
71). મૃત્યુ વિના જીવન સંભવ નથી. : ક્રુષ્ણચંદ્ર
72). હિન્દી, હિન્દુ, હિન્દોસ્તાન : ભારતેન્દુ હરિચંદ્ર
73). વિજયી વિશ્વ તિરંગા પ્યારા : શ્યામલાલ ગુપ્તા
74). સંપૂર્ણ ક્રાંતિ : જયપ્રકાશ નારાયણ
75). આપણા દેશમાં આપણું રાજય : મદનમોહન મલાવીય
76). જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન : અટલ બિહારી વાજપેયી

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!