કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. ટૂકમાં, ‘માધુર્ય’ અને લય સર્જવા માટે દરેક લીટીમાં અક્ષરોની અમુક પ્રકારની ગોઠવણી એટલે છંદ.
છંદના મુખ્ય બે પ્રકાર છે.
1). અક્ષરમેળ છંદ 2). માત્રામેળ છંદ
1). અક્ષરમેળ છંદ
છંદનું નામ | અક્ષરની સંખ્યા | સૂત્ર | ઓળખ |
---|---|---|---|
મંદાક્રાંન્તા | 17 | મભનતતગાગા | પહેલા ત્રણ ગુરુ |
શિખરિણી | 17 | યમનસભલગા | બીજા ત્રણ ગુરુ |
હરિણી | 17 | નસમરસલગા | ત્રીજા ત્રણ ગુરુ |
પૃથ્વી | 17 | જસ જસ યમલગા | 1-લઘુ 2-ગુરુ 3-લઘુ |
શાર્દૂલવિક્રિડીત | 19 | મસ જસ તતગા | પહેલા ત્રણ ગુરુ |
સ્ત્રગ્ધરા | 21 | મરભનયયય | પહેલા ત્રણ ગુરુ |
વસંતતિલકા | 14 | તભજજગાગા | 1,2 ગુરુ |
ઇન્દ્રવજા | 11 | તત જ ગાગા | 1,2,4,5 ગુરુ |
ઉપેન્દ્રવજા | 11 | જતજ ગાગા | 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ |
ઉપજાતિ | 22 (11+11) | – | – |
વંશસ્થ | 12 | જતજર | 1-લઘુ, 2-ગુરુ, 3-લઘુ |
તોટક | 12 | સસસસ | 1,2,4,5 લઘુ |
ભુજંગી | 12 | યયયય | 2,3,5,6 ગુરુ |
માલિની | 15 | નનમયય | 1 થી 6 લઘુ |
મનહર | 31 | કુલ ચરણ-2 | 5મો અક્ષર ગુરુ |
અનુષ્ટુપ | 32 | કુલ ચરણ -4 | 1 અને 3 ચરણ (લઘુ,ગુરુ,ગુરુ) 2 અને 4 ચરણ (લઘુ-ગુરુ-લઘુ) |
2). માત્રા મેળ છંદ
છંદનું નામ | માત્રાની સંખ્યા | ઓળખ |
---|---|---|
ચોપાઈ | 15 | કુલ ચરણ -4 |
દોહરો | 24 | કુલ ચરણ -4 |
હરિગીત | 28 | |
જુલણા | 37 | કુલ ચરણ -4 |
સવૈયા | 31 કે 32 |
Chand in Gujarati : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.