અહીં ડાંગ જિલ્લાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લા વિશેષ તેના તમામ તાલુકા અને ડાંગ જિલ્લામાં આવેલા અભયારણ્ય, લોકનૃત્ય, નદીઓ. લોક મેળા, ગિરિમથક અને સરહદ વિશે માહિતી આપેલ છે.
Table of Contents
ડાંગજિલ્લાની સામાન્ય માહિતી
ક્ષેત્રફળ : | 1,766 ચો.કી.મી |
જાતિ પ્રમાણ : | 1006 |
શિશુ જાતિ પ્રમાણ : | 954 |
વસ્તીગીચતા : | 129 |
પુરુષ સાક્ષરતા : | 83.06% |
સ્ત્રી સાક્ષરતા : | 67.38% |
કુલ સાક્ષરતા : | 75.16 |
ડાંગ જિલ્લાની રચના
ડાંગ જિલ્લાની રચના ગુજરાતની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાનું મુખ્યમથક આહવા છે.
ડાંગ જિલ્લાના ની સરહદ
ઉત્તરે | તાપી જિલ્લો |
પૂર્વમાં | મહારાષ્ટ્ર |
દક્ષિણમાં | મહારાષ્ટ્ર |
પશ્ચિમમાં | નવસારી જિલ્લો |
ડાંગ જિલ્લાના તાલુકા
1). આહવા
2). વધઇ
3). સુબીર
ડાંગ જિલ્લા વિશેષ
1). રામાયણના સમયે ડાંગ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતું હતું.
2). ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે.
3). ગુજરાતનો સૌથી વધુ જંગલ ધરાવતો જિલ્લો છે.
4). સૌથી ઓછી વસ્તી તેમજ વિધાનસભાની સીટ ધરાવતો જિલ્લો છે.
5). ગુજરાતમાં શહેરી સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો છે.
6). સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે.
7). ‘રાગી’ નામનો પાક માત્ર ડાંગમાં થાય છે.
8). સૌથી વધુ લિંગ પ્રમાણમાં ડાંગ બીજા નંબરે (1006) છે. (પ્રથમ નંબરે તાપી જિલ્લો 1007)
8). 1994માં આહવા ખાતે “ આદિવાસી રેડિયો કેન્દ્ર” ની શરુવાત થઈ હતી.
9). ડાંગ સૌથી ઓછા તાલુકા ધરાવવામાં પોરબંદર સાથે સંયુક્ત ક્રમે પ્રથમ છે.
10). ગુજરાતમાં સૌથી વધુ ખ્રિસ્તી લોકો ડાંગ જીલ્લામાં વસે છે.
11). ડાંગના આદિવાસીઓ હોળી તથા દિવાળીના તહેવારો સર્પગંગા નદીના કિનારે ભેગા થઈ સાપની પુજા કરે છે.
12). “ડાંગ દરબાર” જિલ્લાનો સૌથી મોટો ઉત્સવ છે, જે આઝાદીના સત્યાગ્રહો સાથે જોડાયેલો છે.
13). ડાંગ જિલ્લામાં 311 ગામડા આવેલા છે.
14). ઘેલુ ભાઈ નાયકને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે.
15). ડાંગ જિલ્લામાં પંચાયતી રાજનો અમલ 1 જૂન, 1972ના રોજ થયો હતો.
16). ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે.
17). ડાંગ એક્સપ્રેસના ઉપનામથી જાણીતા સરિતા ગાયકવાડનું જન્મ સ્થળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનું કરાડીઆંબા ગામ છે.
18). ડાંગ જિલ્લામાં તેરા ઉત્સવ ઉજવવામાં આવે છે.
વધઈ
- વધઈએ ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે.
- વધઈ નજીકમાં ગુજરાતનો સૌથી મોટો “બોટનિકલ ગાર્ડન” આવેલ છે. જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન થાય છે.
- વધઈ તાલુકામાં અંબાજી નદી પર ગીરા ધોધ આવેલો છે.
- વધઈએ “ડાંગ દરબાર” તરીકે જાણીતું છે.
- હીલ મિલેટ રિસર્ચ સ્ટેશન વધઈમાં આવેલું છે.
- ડાંગ જિલ્લાની સૌથી જૂની નેરોગ્રેજ ટ્રેન બિલીમોરા થી વધઈ છે. જે આશરે 107 વર્ષ જૂની છે. જેની શરૂવાત મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1913માં કરી હતી.
અસ્તંબા
અસ્તંબાએ ગુજરાતનું સૌથી ઊંચું સ્થળ છે. જે અંદાજે 1350 મીટરની ઊંચાઈ પર આવેલું છે.
સાપુતારા
- સાપુતારાનો અર્થ “સાપનો નિવાસ” એવો થાય છે.
- આયોજન પૂર્વક વિકાસ પામેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે. જે સહ્યાદ્રીની પર્વતમાળા પર 1100 મીટરની ઊંચાઈ પર આવેલું છે.
- “ડાંગ ના દીદી” એવ પુર્ણિમાબહેન પકવાસાએ સ્થાપેલ “ઋતંભરા વિશ્વવિધાલય, બરડીપાડા અભરાયણ્ય, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, મધમાખી ઉછેર કેન્દ્ર, વાઘબારી, ત્રિફળાવન, ઇકો પોઈન્ટ, દીપકલા ઉધાન જેવા જોવાલાયક સ્થળ આવેલા છે.
- અહી આદિવાસી પ્રજનો જાણીતો ઉત્સવ એટલે “ડાંગ દરબાર” અહી ભરાય છે.
ડાંગ જિલ્લાની નદીઓ
1). પુર્ણા (ડાંગ જિલ્લાની સૌથી લાંબી નદી)
2). અંબિકા (આ નદી પર ગીરાધોધ આવેલો છે.)
3). ખાપરી (ડાંગ જિલ્લાની વચ્ચેથી પસાર થાય છે.)
4). સર્પગંગા
5). ગીરા
ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક
1). સાપુતારા
2). ડોન
ડાંગ જિલ્લાના મેળા
1). ડાંગ દરબાર
આ આદિવાસી મહોત્સવ જે હોળી ધૂળેટી દરમ્યાન માર્ચ માહિનામાં યોજાય છે.
ડાંગ જિલ્લાના અભયારણ્ય
1). બરડીપાડા અભયારણ્ય
- તેને પુર્ણા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે.
- આ અભયારણ્યમાં વર્ષ 1997માં છેલ્લી વખત વાઘ જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લા નુત્ય
1). ડાંગી નૃત્ય
જેમાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ ચકલી, મોર, કાબર, જેવા 27 પશુ પક્ષીની નકલ કરતું નુત્ય કરે છે. જેને “ચાળો નુત્ય” કહેવાય છે.
2). ડેરા નૃત્ય
3). ઠાકરિયા નૃત્ય
4). ડુંગરદેવ નૃત્ય
5). રામલી નૃત્ય
કુંડ અને સરોવર
1). પંપા સરોવર (આહવા)
2). અંજન કુંડ (સુબીર)
ડાંગ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |