Free Silai Machine Yojana 2024 : કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સિલાઈ મશીન યોજના અંતર્ગત ફી સિલાઈ મશીન આપવામાં આવે છે. અંદાજિત 50 હજાર મહિલાઓને આ યોજના અંતર્ગત બિલકુલ ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે. આ મશીન મેળવીને મહિલા તેના માટે આવકનું સાધન બનાવી શકે છે અને તેના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય વ્યક્તિએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવેદન કરવાની વિસ્તૃત જાણકારી નીચે આપવામાં આવી છે.
યોજનાનું નામ : | ફ્રી સિલાઈ મશીન યોજના |
વિભાગ : | મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ |
લાભાર્થી : | દેશની જરૂરિયાતમંદ મહિલાઓ |
અરજી પ્રક્રિયા : | ઓનલાઇન |
વેબસાઇટ : | https://pmvishwakarma.gov.in/ |
Free Silai Machine Yojana 2024
આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઇન આવેદન કરી શકે છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન અથવા સિલાઈ મશીન ખરીદવા માટે 15000 રુપિયાની સહાયતા મળશે છે. આ યોજનાનો લાભ મહિલાઓ માત્ર એક જ વાર લઈ શકે છે.
યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા
ફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana 2024) નો લાભ મેળવવા માટે જરૂરી ડોકયુમેંટમાં આધાર કાર્ડ, કોઈપણ ઓળખપત્ર, સરનામાનો પુરાવો (રેશન કાર્ડ, લાઇટબિલ, વેરા બિલ, ભાડા કરાર) ઉંમરનો પુરાવો (જન્મ તારીખનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર), આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, જો વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર, વિધવા હોયતો તેનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ સાથે લિન્ક હોય તે મોબાઈલ નંબરની જરૂર પડશે.
ફ્રી સિલાઈ મશીન મેળવવા માટે નીચેની યોગ્યતા હોવી જરૂરી છે
- અરજદાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.
- આ યોજના અંતર્ગત લાભ મેળવનાર મહિલાના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ
- આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળી મહિલાઓ, વિકલાંગ અને વિધવા મહિલાઓ લઈ શકે છે.
- અરજી કરતાં મહિલા ભારતની નાગરિક હોવું અનિવાર્ય છે.
- મજૂર મહિલાઓના પરિવારની વાર્ષિક આવક 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
ફ્રી સિલાઈ મશીન મેળવવા અરજી કેવી રીતે કરશો
આ યોજના નો લાભ લેવા માટે અરજદારને યોજનાની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં સૌપ્રથમ તમારો આધાર કાર્ડ સાથે લિન્ક હોય તે મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો. ત્યાર પછી માગેલી માહિતી કાળજી પૂર્વક ભરો. ત્યારે બાદ જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે પછી તમારી અરજી ફોર્મ વેરીફાયમાં જશે અને વેરિફાઇ થયા બાદ તમને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.