Join our whatsapp group : click here

ગુજરાતની ખેતી- ગુજરાતમાં થતાં પાક, તેના રોગ અને સુધારેલી જાત

Gujarat ma kheti : ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળ જમીન બનાસકાંઠા જિલ્લા અને બીજા રાજકોટ જિલ્લામાં આવેલી છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછી પડતર જમીન આવેલી છે. ડાંગમાં 32.60% જમીન ખેતી હેઠળ છે. જ્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ પડતર જમીન આવેલી છે. કચ્છ જીલ્લામાં 14.65% જમીન ખેતી હેઠળ છે. ગુજરાતમાં મોટા કદના સૌથી વધારે ખેતરો મહીસાણા જિલ્લામાં અને મોટા કદના સૌથી ઓછા ખેતરો ડાંગ જિલ્લામાં આવેલા છે.

ધાન્ય પાકો

ઘઉં, ચોખા, બાજરી, મકાઇ અને જુવાર જેવા પાકોનો ધાન્યપાકોમાં સમાવેશ થાય છે. અહીં આપણે આપેલ તમામ પાક વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

ઘઉં

>> ગુજરાતમાં ઘઉં શિયાળુ પાક તરીકે લેવાય છે.

>> સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન ગુજરાતનાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થાય છે.

>> ભારતમાં ઘઉંના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત સાતમાં નંબરે આવે છે. (ભારતના કુલ ઉત્પાદનના 3.5%)

>> ભાલ વિસ્તાર (અમદાવાદ જિલ્લો) ના ‘ભાલિયા ઘઉં’ પ્રખ્યાત છે.

 • અનુકૂળ જમીન : મધ્યકાળી, ચીકળી અને કાંપની જમીન
ઘઉંના રોગતેના લક્ષણો
ગેરુ :પાન પર ચાઠા પડે છે.
ઉગસૂક :છોડ ચુકાઈ જાય છે.
સુકારો :પાન સુકાઈ અને પાન પર ટપકા
આનાવૃત અંગીરાયો :દાણાની જગ્યાએ કાળી ભૂકી

ઘઉંની સુધારેલી જાત :-

1). કલ્યાણ સોના

2). લોક-1

3). અરણેજ

4). અરણેજ -624

5). સોનાલિકા

6). ગુજરાત ઘઉં -1139

7). J-24

8). N.P -824

9). પિયત ઘઉં

ઘઉં સંશોધન કેન્દ્ર :-

1). બિનપિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : અરણેજ (અમદાવાદ)

2). પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : વિજાપુર (મહેસાણા)

ચોખા (ડાંગર)

>> ગુજરાતનો ઘઉં પછી બીજા નંબરનો ધાન્ય પાક.

>> ગુજરાતમાં સૌથી વધુ વાવેતર : આણંદ અને ખેડા જિલ્લામાં

>> ભારતમાં ગુજરાત ચોખા (ડાંગર) ના વાવેતર અને ઉત્પાદનમાં 14માં ક્રમે આવે છે.

>> ડાંગરની ફોતરી માંથી ‘ફરક્યુરલ’ નામનું રસાયણ મળે છે.

 • અનુકૂળ જમીન : કપાસની, કાળી અને ચીકળી જમીન
ચોખાના રોગ તેના લક્ષણ
ગલત અંજિયો : દાણા પર ફૂગ વળે
બ્લાસ્ટ :પાન ઉપર ગૂંચળાકાર પટ્ટા
પાનનો જાળ :ટોચથી પાન વળી જાય

ચોખા (ડાંગર)ની સુધારેલી જાતો :-

1). સાઠી

2). સારિયું

3). G. A. U. R

4). કમોદ

5). ફાર્મોસા

6). મસુરી

7). જયા

8). K-52

9). નવાગામ

10). જીરાસાળુ

11). વિજયા વગેરે…

 • ચોખા સંશોધન કેન્દ્ર : નવાગામ (ખેડા)

બાજરી

>> બાજરી ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન બીજું છે. (પ્રથમ : રાજસ્થાન)

>> ગુજરાતમાં બાજરીનું ઉત્પાદન અને વાવેતરની દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને આવે છે.

અનુકૂળ જમીન

 • તદ્દન ઓછા વરસાદવાળા અને છીંછરી તથા ઓછી ફળદ્રુપ જમીનવાળા પ્રદેશો
 • બાજરીનો પાક રેતાળૂ કે ગોરાડું જમીન તથા સૂકી કે અર્ધસૂકી આબોહવા વાળા પ્રદેશમાં લેવામાં આવે છે.
બાજરીના રોગતેના લક્ષણ
અરગટ : દાણાની જગ્યાએ કાળા પટ્ટા
કુતુલ : પાન સફેદ થઈ જાય છે. (ફૂગઠી થતો રોગ)

બાજરીની સુધારેલી જાત :-

1). બાજરી HB- 1/2/3/4

2). M.H. 179

 • બાજરી સંશોધન કેન્દ્ર : જામનગર

મકાઇ  

>> ગુજરાતનો ચોથા નંબરનો ધાન્ય પાક છે.

>> ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન પંચમહાલ જિલ્લામાં થાય છે.

મકાઈનાં રોગ તેના લક્ષણ
પાનનો સુકારો : પાનની કિનારીએથી સુકાય
નળછારો : પીળી નસો દેખાય છે, જે બદામી દેખાય છે.

મકાઇની સુધારેલી જાત :-

1). ગુજરાત મકાઇ 1/2/4

2). પ્રભાસ નવજાત

3). ગંગા ડેક્કન

4). ગંગા સફેદ

5). માધુરી

6). અંબર

 • મકાઇ સંશોધન કેન્દ્ર : ગોધરા

જુવાર

>> ગુજરાતનો પાંચમા નંબરનો ધાન્ય પાક.

>> જુવાર શિયાળુ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે.

>> ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર : ભાવનગર જિલ્લો  

>> ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન : સુરત જિલ્લો

>> ગુજરાતમાં જુવારનું વાવેતર ઢોરચારા માટે પણ થાય છે.

અનુકૂળ જમીન :-

 • 60 થી 100 સેમી વરસાદ વાળા પ્રદેશો, ઊંડી અને દળદાર જમીન વધુ માફક આવે છે.
 • બેસન જમીનમાં પણ જુવારનો પાક લેવામાં આવે છે.

રોકડિયા પાક

રોકડિયા પાકમાં કપાસ, મગફળી, તમાકુ, એરંડા, શેરડી, ડુંગળી, ઇસબગુલ, વરિયાળી અને જીરું જેવા પાકોનો સમાવેશ થાય છે. જેની આપણે ગુજરાતનાં સંદર્ભમાં માહિતી મેળવીશું.

કપાસ

>> ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. (વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ)

>> ગુજરાતમાં સૌથી વધુ વાવેતર વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.

>> ગુજરાત દેશનો કુલ 31.99% અને વિશ્વનો 3.5% કપાસનું ઉત્પાદન કરે છે.

>> ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ (ઢાઢર અને નર્મદા વચ્ચેનો) જાણીતો છે.

કપાસ માટે અનુકૂળ જમીન :-

 • સામાન્ય રીતે કપાસને 60 થી 100 સેમી વરસાદ અને કાળી ફળદ્રુપ જમીન વધારે માફક આવે છે.
કપાસના રોગ તેના લક્ષણ
સુકારો :ડાળીઓનાં પાન ચીમળાય
ખુણિયા :પાનનો રોગ
બળિયા :બદામી રંગનાં ટપકા પાન ઉપર
મૂળખાઈ :મૂળની છાલ કોહવાઈ જાય
Gujarat ma kheti

કપાસની સુધારેલી જાત :-

1). બી.ટી. કપાસ

2). ગુજરાત-67

3). દેવીરાજ

4). દેવીતેજ

5). સંકર-4 (સંકર જાતીની શોધ કરનાર પ્રથમ દેશ ભારત છે)

6). ગુજરાત કપાસ -8 (વાગડ-દિગ્વિજય)  

કપાસ સંશોધન કેન્દ્ર :-

1). મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર : સુરત

2). પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર : ભરુચ

મગફળી

>> ભારતમાં મગફળીનાં ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે.

>> ગુજરાતમાં વાવેતરમાં પ્રથમ ક્રમે : રાજકોટ જિલ્લો  

>> ગુજરાતમાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે : જુનાગઢ જિલ્લો  

મગફળીને અનુકૂળ જમીન :-

 • આ પાકને મધ્યમ કાળી, રેતી મિશ્રિત જમીન અને પ્રમાણસરનો વરસાદ વધારે માફક આવે છે.
મગફળીના રોગ તેના લક્ષણો
ગેરુ :પાંદડા પર નાના-નાના ભૂરખા રંગનાં ટપકા
ટિક્કા :ફૂગથી પાન પર ટપકા
ઉગસૂક :ફૂગથી બીજ ઊગતા નથી

મગફળીની સુધારેલ જાત :-

1). જુનાગઢ

2). ગુજરાત મગફળી -6

3). JH

4). પંજાબ

5). AH-334

 • રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર : જુનાગઢ

તમાકુ

>> ગુજરાત તમાકુનાં વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં બીજા ક્રમે છે. (પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ)

>> સૌથી વધુ તમાકુનું ગુજરાતમાં ઉત્પાદન  આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં થાય છે.

>> ચરોતર પ્રદેશ (ખેડા જિલ્લાનો) તમાકુનાં ઉત્પાદન માટે જાણીતો છે. તે ‘સોનેરી પાનના મુલ્ક’ તરીકે પણ જાણીતો છે.

તમાકુના પાકને અનુકૂળ જમીન :-

 • લોએસ બેસન પ્રકારની જમીન વધુ અનુકૂળ છે.

તમાકુની સુધારેલી જાત :-

1). આણંદ

2). પીળિયું

3). K-20

4). K-49

એરંડા

>> એરંડા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

>> ભારતમાં ઉત્પાદન થતાં એરંડાનાં 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

>> ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં થાય છે.

એરંડાનાં રોગ :-

1). સુકારો : ફ્યુઝેરીયમ નામની ફૂગથી

2). મૂળમાં કોહવારો : મેફ્રોફેમી પ્રકારનાં ફૂગથી

શેરડી

>> ભારતમાં શેરડીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન 13મુ છે. (પ્રથમ : ઉત્તરપ્રદેશ)

>> ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન સુરત, વલસાડ, તાપી, નવસારી અને અમરેલી જિલ્લામાં થાય છે.

શેરડીનાં પાકને અનુકૂળ જમીન :-

 • મધ્યક કાળી, ઊંડી અને કાળી જમીન, સારા નિતારવાળી જમીન વગેરે…
શેરડીના રોગ તેના લક્ષણ
રાતડો :ફૂગથી સાંઠો પોલો થાય
ચરપટનો રોગ :વાયરસથી પાનની લીલાશ ઘટી જાય છે.

ડુંગળી

ભાવનગર જિલ્લો : ડુંગળીનાં ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.

ડુંગળીના રોગ તેના લક્ષણ
ભૂકી છારો : પણ પર સફેદ ભૂકી
સુકારો :કથ્થાઇ રંગનાં ટપકા

ડુંગળીની સુધારેલ જાત :-

1). ગુજરાત સફેદ ડુંગળી -1

2). લોકલ

3). પુસા વ્હાઇટ ફ્લેટ

4). જુનાગઢ   

5). એગ્રી ફાઉન્ડ ડાર્ક     

6). એરી ફાઉન્ડ લાઇટ

7). તળાજા લોકલ

8). નાસિક-53

 • ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર : ગોધરા

જીરું

>> જીરુંનાં ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે.

>> ગુજરાતમાં જીરૂના ઉત્પાદનમાં પ્રથમ બનાસકાંઠા અને બીજા ક્રમે મહેસાણા જિલ્લો આવે છે.

>> ભારતનું 45 ટકા જીરું ગુજરાતમાં થાય છે.

વરિયાળી

>> વરિયાળીનાં ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

>> વિશ્વનાં કુલ ઉત્પાદનની 67% વરિયાળી ગુજરાત પકવે છે.

>> ગુજરાતમાં વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણાનાં ઊંઝા તાલુકામાં થાય છે. આ ઉપરાંત સાબરકાંઠા, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં વરિયાળી થાય છે.

ઇસબગુલ

>> ઇસબગુલનાં ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં બીજા ક્રમે છે.

>> ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં થાય છે.

જીરું, વરિયાળી અને ઇસબગુલનાં ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને ગુજરાત આવે છે.

અન્ય પાકો          

1). કેરી : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન વલસાડ જીલ્લામાં

2). જામફળ : ઉત્પાદનમાં ગુજરાતમાં ધોળકા (અમદાવાદ જિલ્લો) અને ભાવનગર જિલ્લો પ્રખ્યાત  (પ્રથમ ક્રમે અમદાવાદ જિલ્લો)

3). પપૈયાં : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન ખેડા અને સુરત જીલ્લામાં

4). દાડમ : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લો

5). ખલેલા : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કચ્છ જીલ્લામાં

6). ચિંકું : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન વલસાડ જીલ્લામાં

7). કેળાં : ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન ખેડા જીલ્લામાં

અન્ય તથ્યો

>> ગુજરાતમાં ફૂલોની ખેતીમાં ગુજરાત 12માં ક્રમે છે.

>> ગુજરાત ફળોનાં ઉત્પાદનમાં ભારતમાં 9માં ક્રમે છે.

>> ગુજરાત શાકભાજીનાં ઉત્પાદનમાં દેશમાં 12માં ક્રમે છે. 

>> ધોળકા નજીકનાં ચીલોડા ગામમાં હોલેન્ડ અને ડચ ગુલાબનાં પ્લાન્ટ આવેલા છે.

>> જુનાગઢનો ચોરવાડ વિસ્તાર નાગરવેલનાં પાનની ખેતી માટે પ્રખ્યાત છે.

>> ગુજરાતમાં સોયાબીન-3 નામની નવી જાતી વિકસાવી છે.

ગુજરાતમાં આવેલ કૃષિયુનિવર્સિટી

1). સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી (દાંતીવાડા) 
2). જુનાગઢ કૃષિ યુનિવર્સિટી 
3). આણંદ કૃષિ યુનિવર્સિટી 
4). નવસારી કૃષિ યુનિવર્સિટી 
ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ 👉click here

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!