Join our WhatsApp group : click here

ક્રિયા વિશેષણ અને તેના પ્રકાર | kriya visheshan na prakar

અહીં ગુજરાતી વ્યાકરણનો એક ભાગ kriya visheshan na prakar વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્રિયા વિશેષણના તમામ પ્રકારની સમજૂતી અને ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યા છે. અને છેલ્લે ક્રિયા વિશેષણની MCQ સ્વરૂપે પ્રેક્ટિસ ટેસ્ટ આપવામાં આવી છે. દરેક વિધાર્થી ટેસ્ટ આપી પોતાનો સ્કોર જરૂર જણાવે.

ક્રિયા વિશેષણ એટલે શું?

ક્રિયાપદના અર્થમાં વધારો કરતા પદ (શબ્દ)ને ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રિયા ક્યારે થઈ, ક્યાં થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ એ ક્રિયા વિશેષણાત્મક પદો દર્શાવે છે.

kriya visheshan na prakar

ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકાર પડે છે.

1). સ્થળવાચક ક્રિયા વિશેષણ, 2). કાળવાચક ક્રિયાવિશેષણ, 3). રીતિવાચક ક્રિયા વિશેષણ, 4). પરિણામવાચક ક્રિયાવિશેષણ, 5). ક્રમવાચક ક્રિયા વિશેષણ, 6). નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, 7). સ્વીકારવાચક ક્રિયાવિશેષણ, 8). નકારવાચક ક્રિયાવિશેષણ, 9). સંભાવનાવાચક ક્રિયાવિશેષણ, 10). સંખ્યાવાચક ક્રિયાવિશેષણ,

1). સ્થળવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે છે. ત્યાં, ક્યાં, અહીં, ઉપર, નીચે, અંદર, બહાર, નજીક, પાસે, દૂર, લગોલગ આવા ક્રિયાવિશેષણ છે.

  • ચિરાગ ત્યાં ઊભો છે.    
  • કાર્તિક નીચે બેઠો છે.

2). કાળવાચક ક્રિયાવિશેષણ 

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે. ત્યારે, ક્યારે, હાલ, કાલે, આજે, રોજ, હમણાં, વખતસર, સદા વગેરે કાળવાચક ક્રિયાવિશેષણ છે.

  • તમે ઓફિસે હમણાં જશો?
  • ચિરાગ મોડો ઊઠયો. 

3). રીતિવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવે છે. ચૂપચાપ, એકદમ, તરત, તાબડતોબ, એકાએક, અડોઅડ, ફટાફટ, તરતોતરત વગેરે રીતિવાચક ક્રિયાવિશેષણ છે.

  • ઉતાવળે આંબા પાકતા નથી.
  • કાચબો ધીમે ધીમે ચાલે છે.  

4). પરિણામવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનુ પ્રમાણ –માપ દર્શાવે છે. ઘણું, થોડું, જરા, લગીર, ખૂબ, અતિશય, બિલકુલ, તદ્દન, છેક વગેરે પરિમાણવાચક ક્રિયાવિશેષણ છે.

  • લાલો તદ્દન થાકી ગયો છે.
  • મેં ખૂબ ખાધું છે. 

5). ક્રમવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે. આગળ, પાછળ, પછી, અંતે, છેલ્લે, આરંભે, પહેલા, અગાઉ, વગેરે ક્રમવાચક ક્રિયાવિશેષણ છે.

  • અગાઉ આટલો તડકો પડ્યો નથી.
  • શિષ્ય ગુરુની પાછળ જાય છે.

6). નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયાનુ જરૂરી બનશે કે બની એવો નિશ્ચય બતાવે છે. અવશ્ય, જરૂર, ચોક્કસ, ની:શંક ખરેખર ખચીત વગેરે નિશ્ચિતવાચક ક્રિયાવિશેષણ છે.

  • તે અવશ્ય આવશે.
  • આ પ્રશ્ન ચોક્કસ પૂછાશે. 

7). સ્વીકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ બનેલી કે બનાવવાની ક્રિયાનો સ્વીકારનો અર્થ બતાવે છે. સારું, ભલે, ઠીક, વારુ, છો, હા વગેરે સ્વીકાર ક્રિયાવિશેષણ છે.

  • અતિથિ ભલે પધાર્યા.
  • સારું, આ અંગે હું નિર્ણય કરીશ.   

8). નકારવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા નકરવાના અર્થમાં વપરાય છે. ના, મા, ન, નથી, નહી વગેરે નકારવાચક ક્રિયાવિશેષણ છે.

  • અસત્ય બોલાય.
  • તમે જશો મા.

9). સંભાવનાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા બની છે કે બનશે એની સંભાવનાનો અર્થ બતાવે છે. જાણે, રખે, કદાચ, શકે વગેરે સંભાવનાવાચક ક્રિયાવિશેષણ છે.

  • જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે.
  • આ જવાબ કદાચ ખોટો છે. 

10). સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

આ ક્રિયાવિશેષણ ક્રિયા સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ તે બતાવે છે. એક વાર, અનેક વાર, વારંવાર, બહુ વાર વગેરે સંખ્યાવાચક ક્રિયાવિશેષણ છે.

  • આ લેખ વારંવાર છપાય છે.
  • એક વાર મારી વાત સાંભળો.

Mock Test : ક્રિયા વિશેષણ

Subject Gujarati Vyakaran
Topic kriya visheshan na prakar
Question No. 14
Test Type MCQ
kriya visheshan na prakar
1640

kriya visheshan

ગુજરાતી વ્યાકરણ : ક્રિયા વિશેષણ

1 / 14

Category: kriya visheshan

‘હું અવશ્ય આવીશ. : રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

2 / 14

Category: kriya visheshan

ક્રિયાના સમય દર્શાવતા વિશેષણને કેવું ક્રિયાવિશેષણ કાહેવાય છે ?

3 / 14

Category: kriya visheshan

‘ધ્રૂજતા ધ્રૂજતા રાધિકા બોલી’ : ક્રિયાવિશેષણ શોધી પ્રકાર જણાવો ?

4 / 14

Category: kriya visheshan

‘સિંહ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.’ આ વાક્યમાં ‘આસપાસ’ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

5 / 14

Category: kriya visheshan

‘પંખી ફડફડ ઊડી ગયું’ : ક્રિયાવિશેષણ ઓળખાવો ?

6 / 14

Category: kriya visheshan

નીચેનામાંથી કયું ક્રિયાવિશેષણ છે ?

7 / 14

Category: kriya visheshan

‘તેઓ સમયસર આવ્યા’ : રેખાંકિત શબ્દ શું છે ?

8 / 14

Category: kriya visheshan

‘દિપક બહુ વાંચે છે’ : વાક્યમાં ક્રિયાવિશેષણ દર્શાવો.

9 / 14

Category: kriya visheshan

‘હમણાં દોડવા જવાનું નથી.’ : ક્રિયાવિશેષણ ઓળખાવો ?

10 / 14

Category: kriya visheshan

‘પણ મારે કશું ખાનગી કહેવાનું નથી.’ : ક્રિયાવિશેષણ શોધો ?

11 / 14

Category: kriya visheshan

નીચેનામાંથી ક્રિયાવિશેષણ કયું નથી ?

12 / 14

Category: kriya visheshan

ક્રિયાના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય ?

13 / 14

Category: kriya visheshan

‘તે બેઠા બેઠા ચાલે છે.’ : વાકયમાં ક્રિયાવિશેષણ ઓળખાવો.

14 / 14

Category: kriya visheshan

‘નવ કરશો કોઈ શોખ રસિકડા’ : રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

Your score is

The average score is 69%

0%

વધુ વાંચો

👉 ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ
👉 ગુજરાતી વ્યાકરણની pdf
👉 સમજૂતી સાથે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ

kriya visheshan na prakar : : Gujarati Vyakaran : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati, Clark and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!