ધારાકીય સત્તા
1). તે સંસદની બેઠક બોલાવી શકે, સ્થગિત કરી શકે તથા લોકસભાનું વિસર્જન કરી શકે છે.
2). તે સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
3). તે સંસદના બંને ગૃહને સંબોધન કરી શકે છે.
4). ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠક તથા પ્રત્યેક નવા વર્ષની સંસદની પ્રથમ બેઠકને ખાસ સંબોધન કરી શકે છે.
5). અનુચ્છેદ: 331 મુજબ લોકસભામાં એંગ્લોઇંડિયનની નિમણૂક કરી શકે છે.
6). કોઈપણ ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી વગર કાયદો બનતો નથી.
7). નાણાં ખરડા અને રાજયોના સીમા પરીવર્તન સંબધી ખરડા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ થાય છે.
8). અનુચ્છેદ: 80 અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યસભામાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાની જોડાયેલા 12 સભ્યોની નિમણૂક કરે છે.
9). અનુચ્છેદ: 123 અંતર્ગત જ્યારે સંસદના બંનેમાંથી કોઈપણ ગૃહની બેઠક મળેલ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. (વટ હુકમ પછીની સંસદની બેઠકના 42 દિવસમાં મંજૂરી મળવી જરૂરી છે.)
legislative power of president : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.